BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જાણો કઈ તારીખે થશે સુનાવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગોધરા રમખાણો પર બનેલી BBCની ડોક્યુમેન્ટરી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' પરનો પ્રતિબંધ હટાવવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે.

BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જાણો કઈ તારીખે થશે સુનાવણી
Supreme Court
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 3:10 PM

ગુજરાત રમખાણો પર બનેલી BBCની ડોક્યુમેન્ટરીને લઈને સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો છે. હવે આ ડોક્યુમેન્ટરી પરનો પ્રતિબંધ હટાવવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગોધરા રમખાણો પર બનેલી BBCની ડોક્યુમેન્ટરી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ પરનો પ્રતિબંધ હટાવવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. આ મામલે 6 ફેબ્રુઆરીએ સુનાવણી થશે.

સરકારના આદેશને મનસ્વી, દુર્ભાગ્યપૂર્ણ અને ગેરબંધારણીય ગણાવ્યો

એડવોકેટ એમએલ શર્માએ ડોક્યુમેન્ટરી પરથી પ્રતિબંધ હટાવવાની માગણી કરતી અરજી દાખલ કરી છે. તેમણે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI)ની બેંચ સમક્ષ આ મામલાની વહેલી સુનાવણીની માગ કરી છે. તેમણે બીબીસી ડોક્યુમેન્ટરી પર કથિત પ્રતિબંધ લાદવાના કેન્દ્ર સરકારના આદેશને પડકારતી અરજી દાખલ કરી છે. અરજીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા 21 જાન્યુઆરી 2023ના રોજ જાહેર કરાયેલા આદેશને મનસ્વી, દુર્ભાગ્યપૂર્ણ અને ગેરબંધારણીય ગણાવ્યો છે.

આ પણ વાંચો : 2002ના ગોધરા કાંડના દોષિતોએ કહ્યું, અમે માત્ર પથ્થર માર્યા, SGએ કહ્યું, ના સાહેબ આ લોકોએ ટ્રેન પણ સળગાવી !

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પીડિતોને ન્યાય અપાવવા માટે ડોક્યુમેન્ટરીના તથ્યોનો ઉપયોગ કરી શકાય: અરજી

અરજીમાં કહેવામાં આવ્યું છે કે બીબીસીની ડોક્યુમેન્ટરીમાં આવા રેકોર્ડેડ તથ્યો અને પુરાવા છે, જેનો ઉપયોગ પીડિતોને ન્યાય અપાવવા માટે કરી શકાય છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બીબીસી ડોક્યુમેન્ટરીના બંને ભાગની કોર્ટમાં તથ્ય આધારિત ઊંડાણ પૂર્વકની તપાસ થવી જોઈએ અને તેના આધારે કોર્ટે 2002ના ગુજરાત રમખાણો માટે સીધા જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવો જોઈએ.

અન્ય એક વકીલે સુપ્રીમ કોર્ટમાં આ કેસનો ઉલ્લેખ કર્યો હતો

તમને જણાવી દઈએ કે બીબીસી ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધનો મામલો સુપ્રિમ કોર્ટમાં અન્ય એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. એડવોકેટ સીયુ સિંહે કહ્યું કે એન. રામ અને પ્રશાંત ભૂષણના ટ્વીટ ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરીને ડિલીટ કરવામાં આવ્યા હતા. રાજસ્થાનના અજમેરમાં ડોક્યુમેન્ટરી બતાવવા બદલ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">