સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર, જાણો કયા રાજ્ય પાસેથી શીખ લેવાનું કહ્યું દિલ્હીને

દિલ્હી સહિત તમામ રાજ્યોમાં ઓક્સિજન સપ્લાયના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના અધિકારીઓ સામે દિલ્હી હાઈકોર્ટના અવમાનનાના આદેશ પર સ્ટે આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર, જાણો કયા રાજ્ય પાસેથી શીખ લેવાનું કહ્યું દિલ્હીને
FILE PHOTO
Follow Us:
| Updated on: May 05, 2021 | 4:13 PM

દિલ્હી સહિત તમામ રાજ્યોમાં ઓક્સિજન સપ્લાયના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના અધિકારીઓ સામે દિલ્હી હાઈકોર્ટના અવમાનનાના આદેશ પર સ્ટે આપ્યો હતો. કોર્ટે કહ્યું, “અમે આવતીકાલે સવારે 10.30 વાગ્યે આજે મધ્યરાત્રી સુધી થયેલા સપ્લાય અંગેની માહિતી લઈશું. સરકારે અમને યોજના અને સપ્લાયની સુનિશ્ચિત વ્યવસ્થા અંગે પણ માહિતી આપવી.”

સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હીમાં કોવિડની વૈશ્વિક મહામારી ખૂબ જ ગંભીર તબક્કામાં છે અને સાથે છેલ્લા ત્રણ દિવસમાં કરવામાં આવેલા ઓક્સિજન સપ્લાય અંગે કેન્દ્રની વિગતો માંગી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, “કેન્દ્ર અને દિલ્હીના અધિકારીઓએ આગામી ત્રણ દિવસમાં મુંબઇના અધિકારીઓ સાથે વાત કરવી જોઈએ અને તેમના તરફથી મેળવેલા અનુભવોના આધારે આ જરૂરી પગલાં લેવા જોઈએ. અમે સોમવારે સુનાવણીમાં પણ જોઈશું કે ઓક્સિજનના પુરવઠામાં સુધારો લાવવા માટે નિષ્પક્ષ નિષ્ણાતોનું નેતૃત્વ કરવા વૈજ્ઞાનિક ઓડિટની જરૂર છે કે કેમ.”

જણાવી દઈએ કે દિલ્હીમાં ચાલી રહેલ ઓક્સિજન કટોકટીની સતત સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહી હતી, પરંતુ હવે બુધવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કેન્દ્રને સુપ્રીમ કોર્ટ દ્વારા ઠપકો

કેન્દ્ર સરકારના ફોર્મ્યુલા અંગે ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે આ આ ફોર્મ્યુલા ફક્ત અનુમાન પર છે. દરેક રાજ્યમાં પરિસ્થિતિ જુદી હોઈ શકે છે. દરેક જિલ્લો અલગ હોઈ શકે છે. રાજ્યો જુદા જુદા સમયે પીક કરે છે. આવી સ્થિતિમાં,તમે ફક્ત એક જ રીતની ગણતરી ના કરી શકો. હાલ દિલ્હીમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. 3, 4, 5 મે ના રોજ તમે શું કર્યું તે અમને જણાવવાનું છે. કેન્દ્રનું કહેવું છે કે તેઓએ 3 મેના રોજ 433 મેટ્રિક ટન, 4 મેના રોજ 585 મેટ્રિક ટન ઓક્સિજન અપાયો છે.

સુનાવણી દરમિયાન ન્યાયાધીશ ચંદ્રચુડે કેન્દ્રને સવાલ કર્યો કે તમે દિલ્હીને કેટલો ઓક્સિજન આપ્યો હતો. તેમણે એ પણ પૂછ્યું કે કેન્દ્રએ કેવી રીતે હાઈકોર્ટમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે દિલ્હીને 700 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરવાનો આદેશ આપ્યો નથી. કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે એપ્રિલ પહેલા ઓક્સિજનની વધારે માંગ નહોતી, પરંતુ હવે તેમાં અચાનક વધારો થયો છે.

આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આદેશનું પાલન કરવું તે કેન્દ્રની જવાબદારી છે. નિષ્ફળ અધિકારીઓને જેલમાં મુકો અથવા અવમાનના માટે તૈયાર રહો પરંતુ દિલ્હીને તેમાંથી ઓક્સિજન નહીં મળે, તે ફક્ત કામ કરીને મળશે.

સવારે, સાંજ અને બપોરે કેન્દ્ર તરફથી મળે આંકડાઓ

જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે કેન્દ્રએ દરરોજ સવારે, સાંજે અને બપોરે ડેટા પ્રદાન કરવો જોઈએ. વર્ચ્યુઅલ કંટ્રોલ રૂમનો ઉપયોગ કરવો આવશ્યક છે. કઈ હોસ્પિટલમાં કેટલો ઓક્સિજન મળી રહ્યો છે, ટે હોસ્પિટલ અને લોકોને જણાવવું જોઈએ. 10 મીએ આ મામલે ફરીથી સુનાવણી થશે ત્યારે રાજ્ય સરકારની તૈયારીઓ જોશે.

દિલ્હીની માંગ વધુ છે: કેન્દ્ર

ઓક્સિજન કટોકટી અંગે સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે દિલ્હીની માંગ વધારે છે, જે મુજબ સંસાધનોની જરૂર છે. કોર્ટમાં જસ્ટીસ શાહે ટિપ્પણી કરી હતી કે તે એક રાષ્ટ્રીય આપત્તિ છે, ઓક્સિજનના અભાવને કારણે લોકોનાં મોત નીપજ્યાં છે. કેન્દ્ર તેના વતી પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ એક અછત છે, તેથી અમને તમારી યોજના જણાવો.

ઓક્સિજન સપ્લાય પર નજર રાખવા માટે સમિતિની રચના: સોલિસિટર જનરલ

કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ‘હું સૂચન કરું છું કે એક સમિતિ બનાવવામાં આવે જેમાં નિષ્ણાતોનો સમાવેશ થાય. તેમાં કેન્દ્ર અને દિલ્હીના કેટલાક અધિકારીઓ હોવા જોઈએ. આ સમિતિએ સોમવારે સુપ્રિમ કોર્ટ સમક્ષ ઓક્સિજનના પુરવઠામાં થતી મુશ્કેલીઓ અને સમસ્યાઓનું તાત્કાલિક સુધારણા કરવાની જરૂરિયાત સાથે સંબંધિત અહેવાલ રજૂ કરવો જોઇએ.

દિલ્હીએ મહારાષ્ટ્રથી કંઇક શીખવું જોઈએ

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે અધિકારીઓને જેલમાં રાખવાથી કંઇપણ થાય નહીં, પરંતુ આપણે સુનિશ્ચિત કરવું પડશે કે લોકોનો જીવ બચે. જસ્ટિસ ચંદ્રચુડે વૈજ્ઞાનિક રીતે તેના વિતરણની વ્યવસ્થા કરવા રાજધાની દિલ્હીમાં ઓક્સિજનની અછત અંગે સૂચન કર્યું હતું. મુંબઈના બીએમસીએ કોરોના યુગમાં એક સારું કાર્ય કર્યું છે, તેથી દિલ્હીએ કંઈક શીખવું જોઈએ.

અધિકારીઓને જેલમાં રાખવાથી કોઈ ફાયદો થશે નહીં: એસ.સી.

આ કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું, “અમે અધિકારીઓ વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી નહીં કરવાનો ઇરાદો રાખીએ છીએ કારણ કે અમને ખબર છે કે અધિકારીઓ રાત-દિવસ કામ કરે છે.” નોડલ એજન્સી અધિકારીને ચેપ લાગ્યો હોવા છતાં અદાલતને વિસ્તૃત માહિતી આપી હતી. અધિકારીઓને સજા કરવાનો કોઈ ફાયદો નથી. સાંજ સુધીમાં દિલ્હીમાં ઓક્સિજન સપ્લાય વધારવા માટે કોર્ટે વિગતો માંગી હતી. કોર્ટે કહ્યું, “સાંજ સુધીમાં કહો કે દિલ્હીમાં સપ્લાય કેવી રીતે વધશે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, ‘દુર્ભાગ્યપૂર્ણ છે કે, દિલ્હી હાઈકોર્ટે અવમાનનાની પ્રક્રિયા શરૂ કરી છે જ્યારે કેન્દ્ર અને તમામ અધિકારીઓ આ મામલે વધુ સારી કામગીરી કરી રહ્યા છે. સોલિસિટર જનરલે સીજેઆઈ રમના સમક્ષ આ મામલો મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે જસ્ટિસ ચંદ્રચુડની ખંડપીઠ આ મામલાની તપાસ કરશે. દિલ્હી હાઈકોર્ટે સુનાવણી દરમિયાન દિલ્હી સહિત તમામ રાજ્યોમાં ઓક્સિજન સપ્લાય પર નજર રાખતા અધિકારીઓને હાજર રહેવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: શાનદાર યોજના: દરરોજની માત્ર 177 રૂપિયાની બચત, તમને 45 વર્ષની ઉંમરે બનાવી દેશે કરોડપતિ

આ પણ વાંચો: ખાસ વાંચો: કેમ હાર્ટ એટેકથી મરી રહ્યા છે કોરોના પોઝિટિવ લોકો? જાણો લક્ષણ અને ઉપાય

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">