શાનદાર યોજના: દરરોજની માત્ર 177 રૂપિયાની બચત, તમને 45 વર્ષની ઉંમરે બનાવી દેશે કરોડપતિ

જો તમારે 45 વર્ષની નાની ઉમરે કરોડપતિ બનીને રીટાયર્ડ થવું હોય તો તમારે આજથી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ.

  • tv9 webdesk37
  • Published On - 15:19 PM, 5 May 2021
શાનદાર યોજના: દરરોજની માત્ર 177 રૂપિયાની બચત, તમને 45 વર્ષની ઉંમરે બનાવી દેશે કરોડપતિ
File Image

આજકાલની જનરેશન હવે બચત કરીને વહેલા નિવૃત્તિની યોજના અંગે ખૂબ જાગૃત છે, તેઓ 60 વર્ષની વય સુધી કામ કરવા માંગતા નથી. પરંતુ 45 કે 50 વર્ષ સુધી પૂરતા નાણાં એકત્રિત કરી બાકીનું જીવન આરામથી જીવે છે.

45 વર્ષની ઉંમરે કરોડપતિ કેવી રીતે બનવું

જો તમે પણ આમ વિચારતા હોવ તો તમારે આજથી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ, કારણ કે પરંપરાગત નાની બચત યોજનાઓથી તમે તમારા મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકતા નથી, આ માટે તમારે થોડું જોખમ લેવું પડશે. જો તમે 60 ની જગ્યાએ 45 વર્ષની ઉંમરે નિવૃત્ત થવા માંગતા હો, તો તમારે રોકાણ પર વધારે વળતરની પણ જરૂર છે. આ માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ એક વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. કારણ કે જ્યારે તમારી ઉંમર નાની હોય ત્યારે રિસ્ક લેવામાં વાંધો નથી આવતો.

45 કે 50 વર્ષની ઉંમર સુધી 1 કે 2 કરોડ એકઠા કરવા હોય તો આ રહ્યો પ્લાન

1. તમારે 20-30 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરવું પડશે

2. વધતી આવક સાથે, રોકાણ પણ વધારવું પડશે.

જ્યારે તમે યુવાન છો તો તમારી પાસે જોખમ લેવાની વધુ ક્ષમતા હોય છે. આપણામાંના મોટાભાગના લોકો 20 વર્ષની ઉંમરે નોકરી અથવા કમાણી શરૂ કરે છે. ત્યારથી જ મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઈપી 500 રૂપિયાથી જ શરૂ કરી શકો છો. તેને ધીરે ધીરે વધારતા રહો. આ લાંબા ગાળાનું રોકાણ હશે તેથી તમને શેરબજારના ઉતાર-ચઢાવથી અસર થશે નહીં. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સામાન્ય રીતે લાંબા ગાળે 12-15% વળતર આપે છે.

ઉદાહરણ નંબર 1

તો ચાલો તમને જણાવી દઈએ કે જો તમે 25 વર્ષની ઉંમરે એસઆઈપી શરૂ કરી છે. અને 45 વર્ષની ઉંમરે 1 કરોડ રૂપિયા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે, તો તમારે એસઆઈપીમાં એક મહિનામાં 11,000 રૂપિયા એટલે કે દિવસના રૂ. 367 નું રોકાણ કરવું પડશે. ધારો કે આ 20 વર્ષના ગાળામાં તમને સરેરાશ 12% વળતર મળશે.

ઉંમર – 25 વર્ષ
નિવૃત્તિ – 45 વર્ષ
રોકાણનો સમય – 20 વર્ષ
માસિક રોકાણ – 11,000
અંદાજિત વળતર – 12%
રોકાણની રકમ – 26.4 લાખ
કુલ વળતર – 83.50 લાખ
કુલ રકમ – 1.09 કરોડ

ઉદાહરણ નંબર 2

માની લો કે તમે 30 વર્ષના છો અને 45 વર્ષની ઉંમરે નિવૃત્ત થવા માંગો છો, તો તમારે દરરોજ 663 રૂપિયા એટલે કે 19900 રૂપિયા દર મહિનામાં એસઆઈપીમાં જમા કરાવવા પડશે. તેથી જ્યારે તમે 45 વર્ષના થશો ત્યારે તમારા હાથમાં 1 કરોડ રૂપિયા હશે. હવે તમે 25 વર્ષને બદલે 30 વર્ષમાં રોકાણ કરવાનું શરૂ કરી રહ્યા છો, તેથી તમારી રોકાણની રકમ પણ લગભગ બમણી થઈ ગઈ છે પરંતુ અંતિમ રકમ ફક્ત 1 કરોડ રૂપિયા છે. જેટલું મોડું તમે શરુ કરશો, તમને યોજનાનો લાભ ઓછો મળશે.

ઉંમર – 30 વર્ષ
નિવૃત્તિ – 45 વર્ષ
રોકાણનો સમય – 15 વર્ષ
માસિક રોકાણ – 19,900
અંદાજિત વળતર – 12%
રોકાણની રકમ – 35.82 લાખ
કુલ વળતર – 64.59 લાખ
કુલ રકમ – 1 કરોડ રૂપિયા

ઉદાહરણ નંબર 3

હવે માનો કે જો તમે ફક્ત 20 વર્ષથી રોકાણ કરવાનું શરૂ કરો છો તો 25 વર્ષનો લાંબો સમય રહેશે. તમે મોટો લાભ લઈ શકશો. 45 વર્ષની ઉંમરે 1 કરોડ રૂપિયા મેળવવા માટે તમારે 5300 રૂપિયાની માસિક એસઆઈપી કરવી પડશે. એટલે કે તમારે દરરોજ 177 રૂપિયા બચાવવા પડશે.

ઉંમર – 20 વર્ષ
નિવૃત્તિ – 45 વર્ષ
રોકાણનો સમય – 25 વર્ષ
માસિક રોકાણ – 5300
અંદાજિત વળતર – 12%
રોકાણની રકમ – 15.90 લાખ
કુલ વળતર – 84.6.77 લાખ
કુલ રકમ – 1 કરોડ રૂપિયા

 

આ પણ વાંચો: ખાસ વાંચો: કેમ હાર્ટ એટેકથી મરી રહ્યા છે કોરોના પોઝિટિવ લોકો? જાણો લક્ષણ અને ઉપાય

આ પણ વાંચો: રિયલ લાઈફમાં ‘જેઠાલાલ’થી પણ નાના છે ‘બાપુજી’, જાણો કઈ રીતે આ રોલ માટે થઇ હતી પસંદગી