Gujarati NewsNationalSupreme court hear case of ram mandir disputed land dates declared supreme court ma ram mandir na mudda per thase sunavani tarikho thay jaher
સુપ્રીમ કોર્ટમાં થશે હવે રામ મંદિરના મુદ્દા પર સુનાવણી, તારીખ થઈ જાહેર
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામમંદિર કેસની સુનાવણી હવે 26 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણી વહેલી કરવા અગાઉ પણ મતભેદ થયેલાં છે. આ કેસની સુનાવણી કરી રહેલ બૅન્ચમાં સામેલ જસ્ટિસ બોબડે રજા પરથી પાછા આવી ગયા છે. તેના પહેલા સુપ્રીમ કોર્ટે 27 જાન્યુઆરી અને 29 જાન્યુઆરીએ થનારી સુનાવણી નહોતી કરી. પાંચ જજોની બંધારણીય બૅન્ચમાં સામેલ […]
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામમંદિર કેસની સુનાવણી હવે 26 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણી વહેલી કરવા અગાઉ પણ મતભેદ થયેલાં છે.
આ કેસની સુનાવણી કરી રહેલ બૅન્ચમાં સામેલ જસ્ટિસ બોબડે રજા પરથી પાછા આવી ગયા છે. તેના પહેલા સુપ્રીમ કોર્ટે 27 જાન્યુઆરી અને 29 જાન્યુઆરીએ થનારી સુનાવણી નહોતી કરી. પાંચ જજોની બંધારણીય બૅન્ચમાં સામેલ જસ્ટિસ બોબડે જાન્યુઆરી મહિનાથી રજા પર હતા અને તે કારણે 29 જાન્યુઆરીએ થનાર સુનાવણી કરવામાં આવી નથી. આ બંધારણીય બૅન્ચે અલ્હાબાદ હાઈકોર્ટના 2010ના નિર્ણયની વિરૂધ્ધ દાખલ કરેલ 14 અરજીઓ પર સુનાવણી કરશે.
જાન્યુઆરીમાં ચીફ જસ્ટિસે કેસની સુનાવાણી માટે નવી બૅન્ચની રચના કરી હતી. આ બૅન્ચમાં ચીફ જસ્ટિસ ગોગોઈ સિવાય જસ્ટિસ બોબડે અને જસ્ટિસ ચંદ્રચૂડ સિંહ પણ સામેલ છે. તેના પહેલા 10 જાન્યુઆરીએ થયેલ સુનાવાણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા વાંધો જણાવતાં જસ્ટિસ યૂ.યૂ. લલિતે જાતે આ કેસથી અલગ થયા હતા. અયોધ્યામાં વિવાદીત જમીન પર 21 ફેબ્રુઆરીએ શિલાન્યાસ કાર્યક્રમની જાહેરાત કરી ચૂકેલા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ પુલવામામાં થયેલ આતંકી હુમલાને લીધે આ કાર્યક્રમને રદ કર્યો છે.