દેશભરમાં ઑક્સીજન ફાળવણી માટે સુપ્રીમ કોર્ટે રચી 12 સભ્યોની ટાસ્ક ફોર્સ, અનેક હોસ્પિટલના ડૉક્ટરોનો સમાવેશ

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર દરમ્યાન વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે શનિવારે 12 સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી છે. જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ દ્વારા રચાયેલી આ રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સનું કાર્ય દેશભરમાં ઓક્સિજનનું મૂલ્યાંકન, નિરીક્ષણ અને ફાળવણી કરવાનું રહેશે.

દેશભરમાં ઑક્સીજન ફાળવણી માટે સુપ્રીમ કોર્ટે રચી 12 સભ્યોની ટાસ્ક ફોર્સ, અનેક હોસ્પિટલના ડૉક્ટરોનો સમાવેશ
દેશભરમાં ઑક્સીજન પૂરો પાડવા સુપ્રીમ કોર્ટે રચી 12 સભ્યોની ટાસ્ક ફોર્સ

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર દરમ્યાન વિવિધ હોસ્પિટલોમાં Oxygen  ની અછતને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે શનિવારે 12 સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી છે. જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ દ્વારા રચાયેલી આ રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સનું કાર્ય દેશભરમાં ઓક્સિજનનું મૂલ્યાંકન, નિરીક્ષણ અને ફાળવણી કરવાનું રહેશે. ટાસ્ક ફોર્સમાં દેશભરની પ્રખ્યાત હોસ્પિટલોના અગ્રણી ડોકટરો સામેલ છે. કોર્ટ દ્વારા નિમાયેલી પેનલ ગ્રામીણ વિસ્તારોમાં આવશ્યક દવાઓ, માનવબળ અને તબીબી સંભાળના મુદ્દાઓ પર દ્રષ્ટિકોણના આધારે જાહેર આરોગ્ય અંગે પ્રતિસાદ પણ આપશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી  રાષ્ટ્રીય Oxygen ટાસ્ક ફોર્સમાં 12 સભ્યોમાં આ  નામનો સમાવેશ થાય છે.

1. ડો. ભાભાતોશ બિસ્વાસ, પશ્ચિમ બંગાળના આરોગ્ય અને સાયન્સ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ
2 ડો. દેવેન્દ્રસિંહ રાણા, અધ્યક્ષ, સર ગંગારામ હોસ્પિટલ, દિલ્હી
3 ડો.દેવીશેટી, નારાયણા હેલ્થ કેરના ચેરપર્સન
4 ડો.ગગનદીપ કાંગ, ક્રિશ્ચિયન મેડિકલ કોલેજના પ્રોફેસર (વેલોર)
5 ડો.જે.વી.પીટર,ક્રિશ્ચિયન મેડિકલ કોલેજના પ્રોફેસર (વેલોર)
6 ડો.નરેશ ત્રહેન, મેદાંતા હોસ્પિટલના અધ્યક્ષ
7 ડો.રાહુલ પંડિત, ફોર્ટિસ હોસ્પિટલ
8 ડો.સૌમિત્રા રાવત, સર ગંગારામ હોસ્પિટલ
9 ડો. શિવ કુમાર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બાયોલોજિકલ સાયન્સ (દિલ્હી)
10 ડો. ઝરીર એફ,મુંબઇના બ્રીચ કેન્ડી હોસ્પિટલ
11 કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ
12 નેશનલ ટાસ્ક ફોર્સના સંયોજક ( કેબિનેટ સચિવ સ્તરના)

છેલ્લા ઘણા દિવસોથી દેશની વિવિધ હોસ્પિટલોમાં Oxygen નો અભાવ છે. આને કારણે હાઇકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી વિવિધ રાજ્યોમાં સુનાવણી ચાલી રહી છે. પટણા, અલ્હાબાદ, દિલ્હી હાઈકોર્ટે ઓક્સિજન સંકટ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને પણ ઠપકો આપ્યો છે, જ્યારે સુપ્રીમ કોર્ટે સુનાવણી સમયે કેન્દ્રને પણ ઠપકો આપ્યો હતો અને દિલ્હીને દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન પૂરા પાડવાનું કહ્યું હતું.

કોર્ટે કહ્યું કે ઓર્ડરની સમીક્ષા નહીં થાય ત્યાં સુધી કે કોઈ ફેરફાર નહીં થાય ત્યાં સુધી કેન્દ્ર સરકારે 700 મેટ્રિક ટન Oxygen નો આ સપ્લાય ચાલુ રાખવો પડશે. સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સલાહ આપતી વખતે તાજેતરમાં કહ્યું હતું કે તમારે અમને મજબૂત નિર્ણય લેવા દબાણ ન કરવું. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો છુપાવવા માટે કંઈ નથી, તો સરકારે આગળ આવીને દેશને કહેવું જોઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા ઓક્સિજન કેવી રીતે ફાળવવામાં આવે છે.