નાગરિકોના મૂળભૂત અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટ ચિંતિતિ, પોલીસ સ્ટેશનમાં CCTV લગાવવાનો નિર્દેશ

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 2 ડિસેમ્બરે તમામ તપાસ એજન્સીઓની કચેરીઓમાં સીસીટીવી કેમેરા અને રેકોર્ડિંગ લગાવવાના નિર્દેશ આપ્યો હતો.

નાગરિકોના મૂળભૂત અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટ ચિંતિતિ, પોલીસ સ્ટેશનમાં CCTV લગાવવાનો નિર્દેશ
Supreme Court-File Image
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 03, 2021 | 3:53 PM

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને રાષ્ટ્રીય તપાસ એજન્સી સહિત વિવિધ તપાસ એજન્સીઓની કચેરીઓમાં સીસીટીવી કેમેરા લગાવવાના પગલાને કેન્દ્ર સરકારે પાછા ખેંચાતા મંગળવારે સુપ્રીમે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મુદ્દો નાગરિક અધિકાર સાથે સંબંધિત છે. કેન્દ્ર સરકારના બહાના સ્વીકાર્ય નથી. કેન્દ્રએ આ કેસને મુલતવી રાખવાની માંગ કરી હતી. જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઋષિકેશ રાયની ખંડપીઠે કેન્દ્ર વતી હાજર સોલિસીટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે, “અમને લાગે છે કે તમે કદમ પાછા ખેંચી રહ્યા છો.”

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 2 ડિસેમ્બરે સીબીઆઈ, એનઆઈએ, ઇડી, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી), મહેસૂલ ગુપ્તચર વિભાગ (ડીઆઈઆઈ), સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઓફીસ (એસએફઆઈઓ) સહિતની તમામ તપાસ એજન્સીઓની કચેરીઓમાં સીસીટીવી કેમેરા અને રેકોર્ડિંગ લગાવવાના નિર્દેશ આપ્યો હતો. જે પૂછપરછ કરે છે અને ધરપકડ કરવા માટે સશક્ત છે એવી કચરીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી દરમિયાન મહેતાએ બેંચને કહ્યું હતું કે આ કેસના વિભિન્ન પ્રભાવ હોઈ શકે છે તેથી મુલતવી રાખવામાં આવે. આ તરફ, ખંડપીઠે કહ્યું, “આ નાગરિકોના અધિકાર સાથે સંબંધિત મુદ્દો છે. અમે બહાનું સ્વીકારતા નથી. અને અમને આની અસર અંગે ચિંતા નથી. ‘

સર્વોચ્ચ અદાલતે મહેતાને આ તપાસ એજન્સીઓની કચેરીઓમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે નાણાંની ફાળવણી અંગે પણ પૂછપરછ કરી હતી. આ તરફ તુષાર મહેતાએ સોગંદનામું ફાઇલ કરવા માટે થોડો સમય માંગ્યો હતો. કોર્ટે તેમને એફિડેવિટ ફાઇલ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો હતો જેમાં તેણે ભંડોળની ફાળવણીના પાસા તેમજ સીસીટીવી કેમેરા લગાવવા માટેની સમયમર્યાદાનો ઉલ્લેખ કરવો પડશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

રાજ્યોને મળશે અલગ અલગ સમય

ખંડપીઠે આ મામલે ન્યાયાધીશ અને વરિષ્ઠ એડવોકેટ સિદ્ધાર્થ દવે દ્વારા સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ વિવિધ રાજ્ય સરકારો દ્વારા માંગેલી સમયમર્યાદાને લગતી ચાર્ટ ફાઇલનું પણ અવલોકન કર્યું હતું. કોર્ટે રાજ્ય સરકારોને પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે પાંચ મહિનાનો સમય આપ્યો છે. ચૂંટણી રાજ્યો બંગાળ, કેરળ, તામિલનાડુ, આસામ અને પુડુચેરીને આ વર્ષના અંત સુધીનો સમય આપવામાં આવ્યો છે. જ્યારે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા મોટા રાજ્યોમાં અનુક્રમે નવ મહિના અને આઠ મહિનાનો સમય આપ્યો છે. હોળીની રજાઓ બાદ હવે આ બેંચ સુનાવણી કરશે.

સીસીટીવી ફૂટેજથી ફરિયાદોની તપાસ સરળ થશે

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પોલીસ સ્ટેશનના બાહ્ય ભાગ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા નાઇટ વિઝન હોવા જોઈએ. અને સરકારને પોલીસ સ્ટેશનમાં વીજળી અને ઇન્ટરનેટ ન હોય ત્યાં એ સુવિધા ઉપલબ્ધ કરવાનું જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સૌર / પવન ઉર્જા સહિત વીજળી પૂરી પાડવાની કોઈપણ પદ્ધતિનો વહેલી તકે ઉપયોગ કરો. કોર્ટે તેના આદેશમાં જણાવ્યું છે કે કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન આરોપી ઘાયલ થાય છે અથવા તેની હત્યા કરવામાં આવે છે તો પીડિત પક્ષને ફરિયાદ કરવાનો અધિકાર છે. આવી ફરિયાદોની તપાસમાં સીસીટીવી ફૂટેજ મદદરૂપ બનશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">