AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુખબીર સિંહ બાદલ પર ગુરુદ્વારા પાસે હુમલો, 96 લાખના ઘોડા અને કરોડોની સંપત્તિ, જાણો પંજાબના પૂર્વ ડેપ્યુટી CM ની નેટવર્થ

પંજાબના પૂર્વ ડેપ્યુટી CM સુખબીર સિંહ બાદલ પર મહારાષ્ટ્રના નાંદેડમાં ગુરુદ્વારા પાસે હુમલો થયો છે. આ ઘટના બાદ ચર્ચામાં આવેલા શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલ કેટલી સંપત્તિ ધરાવે છે, જાણો વિગત.

સુખબીર સિંહ બાદલ પર ગુરુદ્વારા પાસે હુમલો, 96 લાખના ઘોડા અને કરોડોની સંપત્તિ, જાણો પંજાબના પૂર્વ ડેપ્યુટી CM ની નેટવર્થ
સુખબીર સિંહ બાદલ પાસે 96 લાખના ઘોડા, કરોડોની સંપત્તિ! ગુરુદ્વારા પાસે થયો હુમલોImage Credit source: wikipedia
| Updated on: Aug 13, 2026 | 9:15 PM
Share

પંજાબના પૂર્વ ડેપ્યુટી CM અને શિરોમણી અકાલી દળ (SAD) ના પ્રમુખ સુખબીર સિંહ બાદલ પર મહારાષ્ટ્રના નાંદેડમાં ગુરુદ્વારા પાસે હુમલો થયો હતો. હુમલા બાદ તેમને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો સુખબીર સિંહ બાદલની સંપત્તિ અને નેટવર્થ વિશે શોધખોળ કરવા લાગ્યા છે.

કેટલા શક્તિશાળી અને ધનવાન છે સુખબીર સિંહ બાદલ?

સુખબીર સિંહ બાદલે પંજાબની જલાલાબાદ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવતી વખતે પોતાની સંપત્તિનું સોગંદનામું રજૂ કર્યું હતું. આ એફિડેવિટ મુજબ તેમણે કુલ રૂ. 122.77 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. જેમાં રૂ. 95.82 લાખના ઘોડા, રૂ. 3 લાખના બે હથિયાર અને રૂ. 52.95 કરોડની સ્થાવર (Immovable) સંપત્તિ સામેલ હતી.

તેમણે પોતાની અને તેમના પત્ની તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલની મિલકત પણ જાહેર કરી હતી, જેમાં તેમની પોતાની સંપત્તિ રૂ. 51.21 કરોડ અને પત્નીની સંપત્તિ રૂ. 71.56 કરોડ દર્શાવવામાં આવી હતી.

કોઈ કાર નથી, પણ બે ટ્રેક્ટર છે

સોગંદનામા અનુસાર, સુખબીર બાદલના નામે કોઈ લક્ઝરી કાર નથી, પરંતુ તેમના નામે રૂ. 2.38 લાખની કિંમતના બે ટ્રેક્ટર છે. સુખબીર બાદલ પાસે રૂ. 9 લાખના સોનાના દાગીના છે, જ્યારે તેમના પત્ની હરસિમરત કૌર પાસે રૂ. 7.24 કરોડના સોનાના દાગીના છે.

તેમની સ્થાવર મિલકતોમાં મુક્તસર, સિરસા (હરિયાણા), ગંગાનગર (રાજસ્થાન), લુધિયાણા અને જાલંધરમાં ખેતીલાયક જમીન, બિન-ખેતીલાયક જમીન અને કોમર્શિયલ પ્રોપર્ટી છે. આ સિવાય ચંદીગઢના સેક્ટર-9 માં 2,225 ચોરસ વારનો એક આલીશાન બંગલો છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 23.72 કરોડ છે.

પૂર્વ ડેપ્યુટી CM પર કેટલું દેવું છે?

એફિડેવિટ અનુસાર, સુખબીર બાદલ પર બેંક લોન સહિત કુલ રૂ. 37.62 કરોડની દેવાદારી (Liabilities) છે. 1980માં સનાવરની લોરેન્સ સ્કૂલમાંથી મેટ્રિક અને 1987માં અમેરિકાની કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી MBA ની ડિગ્રી મેળવનાર સુખબીર બાદલે સોગંદનામામાં પોતાનો વ્યવસાય ‘ખેડૂત’ દર્શાવ્યો છે. હુમલાની ઘટના પહેલા બાદલ અકાલી દળના સાંસદ અને પત્ની હરસિમરત કૌર બાદલ સાથે નાંદેડ સ્થિત તખ્ત શ્રી હજૂર સાહિબ દર્શન કરવા ગયા હતા.

ફ્લેટમાં રહેતા લોકો પણ ઘટાડી શકશે વીજળીનું બિલ, ધાબા વગર જ તમારા ઘરની બાલ્કનીમાં જ લગાવો સોલાર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">