AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSLV Launching Success: ISROના સૌથી નાના SSLV રોકેટનું સફળ લોન્ચિંગ, દેશને મોંઘા લોન્ચિંગથી મળી આઝાદી

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ 10 ફેબ્રુઆરી 2023ના રોજ સવારે 9.18 વાગ્યે તેનું સૌથી નાનું રોકેટ SSLV સફળતાપૂર્વક લોન્ચ કર્યું. તેનું નામ સ્મોલ સેટેલાઇટ લોંચ વ્હીકલ (SSLV) છે. આમાં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-07 મોકલવામાં આવી રહ્યો છે. તે 156.3 કિગ્રાનો છે.

SSLV Launching Success: ISROના સૌથી નાના SSLV રોકેટનું સફળ લોન્ચિંગ, દેશને મોંઘા લોન્ચિંગથી મળી આઝાદી
ISROના સૌથી નાના SSLV રોકેટનું સફળ લોન્ચિંગ, દેશને મોંઘા લોન્ચિંગથી મળી આઝાદીImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 10:36 AM
Share

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે 9.18 વાગ્યે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV-D2) લોન્ચ કર્યું છે. નાના ઉપગ્રહોને અવકાશમાં છોડવા માટે રચાયેલ આ સૌથી નાનું રોકેટ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું.

અમેરિકાનો 10.2 કિલોનો જાનુસ-1 સેટેલાઇટ પણ તેમાં જઈ રહ્યો છે. આ સિવાય ભારતીય સ્પેસ કંપની સ્પેસકિડ્સની AzaadiSAT-2 પણ તેમા જઈ રહ્યો છે. જે લગભગ 8.7 કિગ્રા છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતી 750 છોકરીઓ દ્વારા આઝાદીસતને બનાવ્યો છે. આમાં SpaceKidzના વૈજ્ઞાનિકોએ તેમની મદદ કરી છે.

પ્રથમ વખત આ રોકેટનું લોન્ચિંગ સફળ રહ્યું હતું

આ પહેલા ગત વર્ષે 7 ઓગસ્ટના રોજ આ રોકેટથી બે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ EOS-02 અને AzaadiSAT હતા. પરંતુ છેલ્લા તબક્કામાં એક્સીલેરોમીટરમાં ખામીને કારણે બંને ખોટા ઓર્બિટમાં પહોંચી ગયા હતા. પરંતુ પ્રથમ વખત આ રોકેટનું લોન્ચિંગ સફળ રહ્યું હતું.

છેલ્લી પ્રક્ષેપણમાં થયેલી ખામી અંગે ઈસરોના વડા એસ. સોમનાથે કહ્યું હતું કે માત્ર બે સેકન્ડની ભૂલને કારણે રોકેટે તેની સાથે લઈ જવામાં આવેલા ઉપગ્રહોને 356 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષાને બદલે 356×76 કિમીની લંબગોળ ભ્રમણકક્ષામાં મૂકી દીધા હતા.

300 કિલોગ્રામના ઉપગ્રહોને સૂર્યની સમકાલીન ભ્રમણકક્ષામાં મોકલી શકાય

SSLVનો ઉપયોગ નાના ઉપગ્રહો લોન્ચ કરવા માટે થાય છે. તે એક નાની લિફ્ટ લોન્ચ વ્હીકલ છે. તેના દ્વારા પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં 500 કિલોગ્રામ સુધીના ઉપગ્રહોને નીચલા ભ્રમણકક્ષામાં એટલે કે 500 કિમીથી નીચે મોકલી શકાય છે અથવા 300 કિલોગ્રામના ઉપગ્રહોને સૂર્યની સમકાલીન ભ્રમણકક્ષામાં મોકલી શકાય છે. આ ભ્રમણકક્ષાની ઊંચાઈ 500 કિમીથી વધુ છે.

SSLVની લંબાઈ 34 મીટર છે. તેનો વ્યાસ 2 મીટર છે. SSLVનું વજન 120 ટન છે. SSLV 500 કિમી સુધી 10થી 500 કિલોગ્રામના પેલોડ પહોંચાડી શકે છે. SSLV માત્ર 72 કલાકમાં તૈયાર થઈ જાય છે.

સ્મોલ સેટેલાઇટ લોંચ કોમ્પ્લેક્સ

હાલમાં SSLV શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ એક પરથી લોન્ચ કરવામાં આવ્યું છે. આ રોકેટના લોન્ચિંગ માટે એક અલગ સ્મોલ સેટેલાઇટ લોંચ કોમ્પ્લેક્સ (SSLC) બનાવવામાં આવી રહ્યું છે. તમિલનાડુના કુલશેખરપટ્ટનમમાં એક નવું સ્પેસ પોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ત્યાંથી SSLV લોન્ચ કરવામાં આવશે.

રોકેટના એક યુનિટનો ખર્ચ 30 કરોડ રૂપિયા થશે

SSLVની જરૂર એટલા માટે પડી કારણ કે નાના ઉપગ્રહો લોન્ચ કરવા માટે પીએસએલવીના નિર્માણની રાહ જોવી પડતી હતી. તે પહેલા પણ મોંઘું હતું. તેમને એસેમ્બલ કરીને મોટા ઉપગ્રહો સાથે મોકલવાના હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે નાના ઉપગ્રહો મોટી માત્રામાં આવી રહ્યા છે. તેમના લોન્ચિંગનું માર્કેટ વધી રહ્યું છે. એટલા માટે ઈસરોએ આ રોકેટ બનાવ્યું છે. SSLV રોકેટના એક યુનિટનો ખર્ચ 30 કરોડ રૂપિયા થશે. જ્યારે પીએસએલવી પર 130 થી 200 કરોડ રૂપિયા ખર્ચ થાય છે.

Follow Us
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
g clip-path="url(#clip0_868_265)">