રાહુલ ગાંધીના નિવેદન બાદ ભડક્યાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કહ્યું- ચીન સાથેના તમારા સંબંધો દુનિયા જાણે છે

રાહુલના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પલટવાર કર્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે આખી દુનિયા જાણે છે કે રાહુલના ચીન સાથે કેવા સંબંધો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી મગરના આંસુ વહાવે છે.

રાહુલ ગાંધીના નિવેદન બાદ ભડક્યાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કહ્યું- ચીન સાથેના તમારા સંબંધો દુનિયા જાણે છે
Union Minister Dharmendra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 3:25 PM

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીન સાથેના સરહદ વિવાદને લઈને કેન્દ્ર સરકાર પર મોટુ નિવેદન આપ્યું હતુ. રાહુલ ગાંધીએ કહ્યું કે અહીંના લોકો કહે છે કે ચીની સેના લદ્દાખમાં ઘૂસી ગઈ છે અને તેમની ચારાની જમીન છીનવી લીધી છે, જ્યારે પીએમ મોદી દાવો કરે છે કે એક ઈંચ પણ જમીન છીનવાઈ નથી. એટલું જ નહીં, તેમણે કહ્યું કે લદ્દાખના લોકોને ઘણી ફરિયાદો છે. તેઓ રાજ્યને મળેલા દરજ્જાથી ખુશ નથી. લોકો કહી રહ્યા છે કે રાજ્યને નોકરશાહી દ્વારા ચલાવવામાં આવવું જોઈએ નહીં. લદ્દાખમાં ચીન પર રાહુલ ગાંધીના આ નિવેદન પર ભાજપે સખત વાંધો ઉઠાવ્યો છે.

ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ પર કર્યા પ્રહાર

રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પલટવાર કર્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે આખી દુનિયા જાણે છે કે રાહુલના ચીન સાથે કેવા સંબંધો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી મગરના આંસુ વહાવે છે. રાહુલ ગાંધી માત્ર દેશને બદનામ કરવા માંગે છે.

અમે હારી ગયા તે કેહવુ ખોટું – નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ

રાહુલ ગાંધીના નિવેદન પર નિવૃત લેફ્ટનન્ટ જનરલ સંજય કુલકર્ણીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે વાતચીત ચાલી રહી છે. ડેમચોક અને ડેપસાંગ ખાતે પેટ્રોલિંગ પર પ્રતિબંધ છે, પરંતુ અમે હારી ગયા એમ કહેવું ખોટું હશે. આવા નિવેદનો કરવા ખોટા હશે અને જ્યારે વાતો ચાલી રહી હોય ત્યારે કોઈએ નિવેદનો ન કરવા જોઈએ. જો કે, 1950થી આપણે ચીનને લગભગ 40,000 ચોરસ કિમી ગુમાવ્યા છે અને અમારો પ્રયાસ છે કે અમે ચીનને વધુ કોઈ પ્રદેશ ન છીનવવા દઈએ.

આજનું રાશિફળ તારીખ : 16-06-2024
મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં પાસે કેટલી સંપત્તિ છે?
આ 6 લોકોએ પનીર ખાધું તો ગયા સમજજો, એક્સપર્ટે જણાવ્યું કારણ
મહિલાઓના વાળ ખરતા અટકાવશે આ ફળ ! જુઓ લિસ્ટ
શરીરમાં સોડિયમ વધવાથી થાય છે આ 5 સમસ્યાઓ
PM મોદી અને મેલોનીની મિત્રતાનો વધુ એક વીડિયો વાયરલ

ચીને ભારતની જમીન પર કબજો જમાવ્યો – સંજય રાઉત

રાહુલ ગાંધીના નિવેદન પર જ્યારે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે ચીને ભારતની જમીન પર કબજો જમાવ્યો છે અને તેના પુરાવા પણ સામે આવી ગયા છે. જો રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનો સ્વીકાર ન કરે તો તે ભારત માતા સાથે અન્યાય હોવાનું જણાય છે. રાહુલ ગાંધી કંઈ કહે છે તો વિચારીને કહે છે.

રાષ્ટ્રીયના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">