5 State Assembly Election Results 2021 LIVE: આસામમાં ભાજપે જીતની ઉજવણી શરૂ કરી તો પુડુચેરીમાં પણ બની શકે છે ભાજપની સરકાર
આસામના પરિણામો લગભગ સ્પષ્ટ છે અને ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર રાજ્યમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં કાર્યકરોએ પણ વિજયની ઉજવણી શરૂ કરી દીધી છે.
આસામનાં મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે કહ્યું હતું કે, તે સરકાર બનાવવા માટે જઈ રહ્યા છે. જનતાએ તેમને આશિર્વાદ આપ્યા છે. આસામના પરિણામો લગભગ સ્પષ્ટ છે અને ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર રાજ્યમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં કાર્યકરોએ પણ વિજયની ઉજવણી શરૂ કરી દીધી છે.
Assam: Bharatiya Janata Praty (BJP) workers celebrate by distributing sweets at party office in Guwahati, as official trends show BJP leading in 57 seats. pic.twitter.com/Eh32Irc8Io
— ANI (@ANI) May 2, 2021
આસામમાં ભાજપના કાર્યકરો એક બીજાને લાડુ ખવડાવીને ઉજવણી કરી રહ્યા છે. NDA 126 માંથી 71 બેઠકો પર આગળ છે, જે બહુમતીના આંકડા કરતા વધારે છે. UPA 47 બેઠકો પર આગળ છે, જ્યારે 8 બેઠકો પર અન્ય ઉમેદવારો આગળ છે.
પુડુચેરીની વાત કરવામાં આવે તો AINRC અને BJPના NDA ગઠબંધને પુડુચેરીમાં જીત મેળવી છે. બંને પક્ષોએ અનુક્રમે 5 અને 3 બેઠકો જીતી છે, જ્યારે અન્ય 2 બેઠકો પર આગળ છે. બીજી તરફ કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ 1 સીટથી પાછળ છે, જ્યારે અન્ય 4 બેઠકો પર આગળ છે.
ચૂંટણી પરિણામોના લેટેસ્ટ અપડેટ: 5 State Assembly Election Results 2021 LIVE