AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Floating Theatre in Dal : ‘કાશ્મીર કી કલી’નો રોમાંસ Dal Lake માં જોવા મળ્યો, બોટમાં બેસીને પ્રવાસીઓએ ફિલ્મ જોઈ, જુઓ Video

કાશ્મીર કડકતીની ઠંડીમાં દાલ સરોવરમાં ચાની ચુસ્કી સાથે ફિલ્મનો રોમાંચ પ્રવાસીઓએ માળ્યો હતો. દાલના ખુલ્લા આકાશ નીચે એશિયાના આ અનોખા ફ્લોટિંગ થિયેટરે 'કાશ્મીર કી કાલી'ના રોમાંસને ફરી જીવંત કર્યો છે.

Floating Theatre in Dal : 'કાશ્મીર કી કલી'નો રોમાંસ Dal Lake માં જોવા મળ્યો, બોટમાં બેસીને પ્રવાસીઓએ ફિલ્મ જોઈ, જુઓ Video
Floating Theatre in Dal
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 1:21 PM
Share

Floating Theatre in Dal : શુક્રવારથી શરૂ થયેલો આ અનોખો ફિલ્મ ફેસ્ટિવલ માત્ર કાશ્મીરની સુંદરતાની ઝલક જ નથી આપતો, તે અહીં સંભવનાવઓના નવા દરવાજા પણ ખોલે છે. પ્રવાસીઓ (Tourist)ને આકર્ષવા માટે પ્રવાસન વિભાગે ખાનગી થિયેટર ગ્રૂપ સાથે મળીને દાલમાં આ ફ્લોટિંગ થિયેટર બનાવ્યું છે. આ માટે ચાર મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે. શમી કપૂર અને શર્મિલા ટાગોર અભિનીત ફિલ્મ ‘કાશ્મીર કી કલી’ પ્રથમ દિવસે દર્શાવવામાં આવી હતી. દર્શકોએ હોડીઓમાં બેસીને ફિલ્મની મજા માણી હતી

આ ફેસ્ટિવલ એક અઠવાડિયા સુધી ચાલશે અને તેમાં કાશ્મીર (Kashmir)ની જૂની અને યાદગાર ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે. ખાસ કરીને જેનું શૂટિંગ કાશ્મીરમાં જ થયું છે. માત્ર કાશ્મીર જ નહીં, પરંતુ એશિયામાં પ્રવાસીઓ માટે આ પ્રકારનો પ્રથમ અનુભવ રહ્યો છે. ‘ચાંદ સા રોશન ચેહરા…’ ગીત અને તોફાની શમી કપૂર (Shami Kapoor) અને શર્મિલા ટાગોર (Sharmila Tagore)ની ફિલ્મ પર પ્રેક્ષકો ખૂબ તાળીઓ પાડતા જોવા મળ્યા હતા.

દિલ્હીથી શ્રીનગર પહોંચેલા પર્યટક શુભમે કહ્યું કે દાલ તળાવમાં તરતા બોટમાં બેસીને ફિલ્મ જોવી વાહ એક અલગ જ અનુભવ થયો. મને ખૂબ આનંદ થયો. અમારા માટે તે એક પરીકથા જેવું હતું.

આ અઠવાડિયા દરમિયાન ફિલ્મો બતાવવામાં આવશે

એટલાસ થિયેટર આર્ટ્સ (Atlas Theater Arts) ઓર્ગેનાઈઝેશનના અધિકારી રોહિત ભટે જણાવ્યું હતું કે, દાલમાં ઉજવણી એક અઠવાડિયા સુધી ચાલશે. આ દરમિયાન કાશ્મીરમાં શૂટ થયેલી જૂની સુપરહિટ ફિલ્મો (Superhit Movies) બતાવવામાં આવશે. દાલમાં ચાર મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે. આ શો દરરોજ સાંજે 6 વાગ્યે શરૂ થશે. શો દરમિયાન દર્શકો માટે ખાવા-પીવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. ફિલ્મ જોવા માટે એક નિશ્ચિત ફી પણ છે. ઓપન એર ફ્લોટિંગ થિયેટર એ નવો વિચાર છે. પ્રથમ દિવસે જ ઉમટેલી ભીડએ આનંદમાં વધારો કર્યો છે. ઠંડી હોવા છતાં દર્શકોએ ફિલ્મની મજા માણી હતી.

આ ફિલ્મ 1964માં રિલીઝ થઈ હતી

શમી કપૂર અને શર્મિલા ટાગોરની ફિલ્મ ‘કાશ્મીર કી કલી’ 1964માં રિલીઝ થઈ હતી. ફિલ્મનું પ્રખ્યાત ગીત ‘ચાંદ સા રોશન ચેહરા, જુલ્ફોં કા રંગ સુનારા…’ પણ દાલ સરોવર પર શૂટ કરવામાં આવ્યું હતું. ફિલ્મ અને આ ગીત માટે લોકોનો ક્રેઝ કાશ્મીરમાં એવો હતો કે તેઓ ટિકિટ ખરીદવા માટે સિનેમા હોલની બહાર કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેતા હતા. આ સિવાય ડઝનબંધ મોટી ફિલ્મોનું શૂટિંગ કાશ્મીરમાં થયું છે.

આ પણ વાંચો : PM Modi Italy UK Visit:PM મોદીની આજે પોપ ફ્રાંસિસ સાથે મુલાકાત, ફ્રાંસ-ઇંડોનેશિયાના રાષ્ટ્રપતિઓ સાથે પણ કરશે મિટિંગ, જાણો પૂરો કાર્યક્રમ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">