સોફા પર બેસવુ, જોરથી હસવું અને ગપ્પા મારવા પર પ્રતિબંધ, વિદેશ વિભાગે જાહેર કરી આચારસંહિતા

વિદેશ મંત્રાલયે તેના કર્મચારીઓ માટે નોટિસ જાહેર જણાવ્યું છે કે, 'તમારે ઓફિસમાં કેવી રીતે આવીને ડેકોરમ કેવી રીતે જાળવવું'. સોફા પર બેસી શકાશે નહી, મોટેથી હસી પણ શકાશે નહી. આવી વાતો પત્રમાં લખવામાં આવી છે.

સોફા પર બેસવુ, જોરથી હસવું અને ગપ્પા મારવા પર પ્રતિબંધ, વિદેશ વિભાગે જાહેર કરી આચારસંહિતા
Ministry of External Affairs India Office
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2022 | 2:13 PM

જો તમારા મનમાં એવું આવે કે સરકારી નોકરીમાં ડ્રેસ કોડ નથી અને તે ગમે તેવી રીતે જઈ શકાય છે, તો ધ્યાન આપો. વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) એક પત્ર જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે ઓફિસની અંદર તમારે કેવું વર્તન કરવું જોઈએ, શું પહેરવું અને શું ન પહેરવું ? તમારે મોટેથી હસવું કે મંદ મંદ સ્મિત કરવું. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રમાં મુદ્દાદીઠ સમજાવવામાં આવ્યું છે કે ઓફિસમાં કેવી રીતે આવવું અને કેવું વર્તન દાખવવું ?

સામાન્ય રીતે, તમે જ્યાં પણ કામ કરો છો, તમે માત્ર ઔપચારિક ડ્રેસ પહેરો છો. પરંતુ વિદેશ મંત્રાલયે તેના કર્મચારીને શું કરવું અને શું ન કરવું તે જાહેર કર્યું છે એટલે કે ઓફિસમાં કેવી રીતે રહેવું પડશે. તે કહે છે કે તમે શર્ટ, પેન્ટ, બ્લેઝર, શૂઝ જેવા યોગ્ય ફોર્મલ ડ્રેસ પહેરીને જ આવી શકો છો. મહિલાઓ માટે સેન્ડલ અથવા શૂઝ પહેરવાનું પણ કહેવામાં આવ્યું છે. આ સિવાય કર્મચારીઓ મોટેથી હસી શકતા નથી કે બગાસું પણ નથી લઈ શકતા. તેમાં લખેલું છે કે તમે સ્પોર્ટ્સ શૂઝ, ટી-શર્ટ, ડેનિમ નહીં પહેરી શકો.

Letter from the Department of External Affairs

સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું પડશે

મંત્રાલય દ્વારા ડેકોરમ અને ડ્રેસ કોડને લઈને કર્મચારીઓને આપવમાં આવેલી સૂચનાઓમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અધિકારીઓએ બિનજરૂરી રીતે આસપાસ ન ફરવું જોઈએ અને સોફા પર બેસવાની મનાઈ કરવામાં આવી છે. સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું પડશે. તમારા નખ, કપડાં, પગરખાં બધું જ સુઘડ અને સ્વચ્છ હોવા જોઈએ અને આઈકાર્ડ હંમેશા ગળામાં લટકાવેલું જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગળામાં I-CARD લટકાવવું

મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું, ‘ઓફિસની અંદર ક્યાંય પણ જોરથી હસવું નહી, મોટેથી વાત કરવી નહી, સોફા પર અને તમારી સીટ પર બેસતી વખતે બગાસું પણ ના ખાવું. ઓફિસ પરિસરમાં ધૂમ્રપાન પર સખત પ્રતિબંધ છે. ઓફિસની અંદર રહેલા સિક્યોરિટી ગાર્ડ્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાન તમારા આઈડી કાર્ડની તપાસ કરી શકે છે અને તેમને તેમની ફરજ કોઈપણ પ્રકારે દખલ નહીં કરી શકાય.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">