મોટી કાર્યવાહીનો સંકેત ! ભારતીય સેના પ્રમુખે રક્ષા મંત્રી સાથે કરી વાત, ડોડામાં વાસ્તવિક સ્થિતિ વિશે આપી જાણકારી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે સવારે COAS જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે ડોડા એન્કાઉન્ટર બાબતે વાત કરી હતી. આર્મી ચીફે સંરક્ષણ મંત્રીને ડોડામાં વાસ્તવિક સ્થિતિ અને ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશન બાબતે સંપૂર્ણ માહિતી આપી હતી.
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે, આજે મંગળવારે ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે વાત કરી હતી, જેમણે તેમને જમ્મુ અને કાશ્મીરના ડોડામાં વાસ્તવિક સ્થિતિ અને ચાલી રહેલા ઓપરેશન બાબતોથી અવગત કર્યા હતા. આ પહેલા જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન એક અધિકારી સહિત ભારતીય સેનાના ચાર જવાનો શહીદ થયા હતા.
સંરક્ષણ મંત્રાલયના કાર્યાલયે ટ્વિટર પર પોસ્ટ કર્યું, “રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે સવારે COAS જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે વાત કરી હતી. આર્મી ચીફે સંરક્ષણ મંત્રીને ડોડામાં વાસ્તવિક સ્થિતિ અને ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશન બાબતે સંપૂર્ણ માહિતી આપી હતી.”
Deeply saddened by the loss of our brave and courageous Indian Army Soldiers in a counter terrorist operation in Urrar Baggi, Doda (J&K). My heart goes out to the bereaved families. The Nation stands firmly with the families of our soldiers who have sacrificed their lives in the…
— Rajnath Singh (@rajnathsingh) July 16, 2024
સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે, “જમ્મુ અને કાશ્મીરના ડોડા વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન એક અધિકારી સહિત ભારતીય સેનાના ચાર જવાનો શહીદ થયા છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે.” કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પણ ડોડા જિલ્લાના દેસા વિસ્તારમાં થયેલા સશસ્ત્ર એન્કાઉન્ટરમાં શહીદ થયેલા જવાન અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
Deeply disturbed by the reports of armed encounter in Dessa area of district #Doda in my Lok Sabha constituency. Words fall short of condoling and condemning the martyrdom of our Bravehearts. Let all of us 1/2
— Dr Jitendra Singh (@DrJitendraSingh) July 16, 2024
“મારા લોકસભા મતવિસ્તારમાં ડોડા જિલ્લાના દેસા વિસ્તારમાં સશસ્ત્ર એન્કાઉન્ટરના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. અમારા બહાદુર સૈનિકોની શહાદતને શોક આપવા અને નિંદા કરવા માટે શબ્દો ઓછા પડ્યા છે,” એવુ જિતેન્દ્ર સિંહે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે.
સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. ઘેરાને વધુ મજબુત બનાવવા માટે વધારાના સૈનિકોને બોલાવવામાં આવ્યા છે. અગાઉ સોમવારે જમ્મુ અને કાશ્મીર પોલીસે, જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં એક આતંકવાદીઓના છુપા ઠેકાણામાંથી જૂના કાટવાળા હથિયારો અને દારૂગોળાનો જથ્થો જપ્ત કર્યો હતો.
#GeneralUpendraDwivedi #COAS and all ranks of #IndianArmy convey their deepest condolences to the #Bravehearts Captain Brijesh Thapa, Naik D Rajesh, Sepoy Bijendra & Sepoy Ajay, who laid down their lives in the line of duty, while undertaking a counter terrorist operation in… pic.twitter.com/R4dXvD9geZ
— ADG PI – INDIAN ARMY (@adgpi) July 16, 2024
અધિકારીઓના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલ વસ્તુઓમાં AK-47ના 30 રાઉન્ડ, AK-47 રાઈફલનું એક મેગેઝિન અને એક HE-36 હેન્ડ ગ્રેનેડનો સમાવેશ થાય છે. આ નિવેદન જમ્મુ ક્ષેત્રમાં તાજેતરના આતંકવાદી હુમલાઓની પૃષ્ઠભૂમિમાં આવ્યું છે. જેમાં કઠુઆમાં સેનાના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો અને જમ્મુ ક્ષેત્રમાં ડોડા અને ઉધમપુરમાં કરાયેલા એન્કાઉન્ટરનો સમાવેશ થાય છે.