AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવાળીની રાત્રે પાંચ વર્ષના બાળકને જંગલી જાનવર ઉપાડીને લઇ ગયું, શોધખોળ શરૂ

ગત મહિને ગુજરાતના અમરેલી જિલ્લામાં પણ આવી જ ઘટના ઘટી હતી. સાવરકુંડલાના ગોરકડા ગામે સિંહે હુમલો કરતા 8 વર્ષની પરપ્રાંતીય બાળકીનું મોત થયું હતું.

દિવાળીની રાત્રે પાંચ વર્ષના બાળકને જંગલી જાનવર ઉપાડીને લઇ ગયું, શોધખોળ શરૂ
Shimla : five year old boy was taken away by the wild animal, search operation continues
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 3:04 PM
Share

HIMACHAL PRADESH : શિમલા (SHIMLA)માં દિવાળીની રાત્રે એક પાંચ વર્ષના છોકરાને જંગલી જાનવર ઉપાડી ગયું હતું. ફોરેસ્ટ ઓફિસરે શુક્રવારે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે બાળક તેના નાના ભાઈ સાથે રમી રહ્યો હતો. છેલ્લા ત્રણ મહિનામાં શિમલામાં આ બીજી ઘટના છે. ઓગસ્ટમાં કાનાલોગમાં પાંચ વર્ષની બાળકીને દીપડો ઉપાડી ગયો હતો અને તેની હત્યા કરી હતી.

શિમલાના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર રવિશંકરે જણાવ્યું હતું કે ઓલ્ડ બસ સ્ટેન્ડ વિસ્તારમાં સ્થિત ઘરની નજીક ગુરુવારે રાત્રે 8 વાગ્યે બાળક તેના નાના ભાઈ સાથે રમી રહ્યો હતો ત્યારે જંગલી જાનવર તેને ઉપાડી લઇ ગયું હતું. ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસરે કહ્યું કે કયું જાનવર બાળકને લઈ ગયું તે હજી સુધી જાણ થઇ નથી. બાળકના નાના ભાઈએ પરિવારને જણાવ્યું કે કોઈ પ્રાણી તેને લઈ ગયું છે.

સર્ચ ઓપરેશન શરૂ અધિકારીએ જણાવ્યું હતું કે બાળકના પરિવારજનોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી જેના પગલે વન વિભાગની રેપિડ રેસ્ક્યુ ટીમ (RRT)ને રાત્રે 11 વાગ્યે ફોન આવ્યો હતો. RRT અને ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) દ્વારા સંયુક્ત શોધ હાથ ધરવામાં આવી હતી. પોલીસે પણ બચાવ કામગીરી શરૂ કરી છે.

ગુજરાતના અમરેલીમાં પણ આવી જ ઘટના ઘટી હતી ગત મહિને ગુજરાતના અમરેલી જિલ્લામાં પણ આવી જ ઘટના ઘટી હતી. સાવરકુંડલાના ગોરકડા ગામે સિંહે હુમલો કરતા 8 વર્ષની પરપ્રાંતીય બાળકીનું મોત થયું હતું. વાડીના ઝૂંપડામાં બાળકી પરિવાર સાથે સૂતી હતી. તે દરમિયાન સિંહ ધસી આવ્યો હતો. સિંહ બાળકીને પકડીને દૂર સુધી લઈ ગયો અને તેના પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તે સમયે પરિવાર સૂતો હતો. બાળકીના સ્વજનો જાગે તે પહેલાં જ બાળકીનું મોત થઈ ગયું હતું. જ્યારે બાળકીના પરિવારજનોને તેની જાણ થઈ તો તેમના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ.. ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય સાથે આક્રોશનો માહોલ છવાયો હતો. ઘટનાને લઈ સાવરકુંડલા વનવિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

અમરેલી જિલ્લામાં સામાન્ય રીતે દીપડાના હુમલાની ઘટનાઓ બનતી રહેતી હોય છે. પરંતુ, સિંહના હુમલાની ઘટના ભાગ્યે જ જોવા મળે છે. સાવરકુંડલાના ગોરડકા ગામમાં ગતરાત્રિએ એક જંગલીએ પ્રાણીએ એક બાળકીને ફાડી ખાધાનો બનાવ સામે આવ્યો છે. વન વિભાગની પ્રાથમિક તપાસમાં જંગલી પ્રાણી સિંહ હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. વનવિભાગ દ્વારા પાંજરા મુકી જંગલી પ્રાણીને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : સુરતમાં એક NGOએ શહેરના 4 હજાર પોલીસકર્મીઓ સાથે નવા વર્ષની ઉજવણી કરી

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશમાં ઝીકા વાયરસના કેસ વધતા સરકાર સતર્ક, ડોર ટુ ડોર તપાસના સરકારે આપ્યા આદેશ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">