AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharad Pawar Cricket Connection : શરદ પવાર રાજકારણની બેટિંગ સાથે-સાથે ક્રિકેટમાં પણ માહેર હતા, બીસીસીઆઈના રહી ચૂક્યા છે અધ્યક્ષ

શરદ પવારનો મહારાષ્ટ્રની રાજનીતિમાં મહત્વનો રોલ રહ્યો છે. શરદ પવાર બાદ પવાર પરિવારમાં અજિત પવાર અને સુપ્રિયા સુલે પણ ઓછા નથી. જો કે કમાન્ડ શરદ પવાર સંભાળી રાખી છે. ચાલો જાણીએ શરદ પરિવારના સમગ્ર પરિવાર વિશે

Sharad Pawar Cricket Connection : શરદ પવાર રાજકારણની બેટિંગ સાથે-સાથે ક્રિકેટમાં પણ માહેર હતા, બીસીસીઆઈના રહી ચૂક્યા છે અધ્યક્ષ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 4:15 PM
Share

શરદ પવારે મંગળવારના રોજ રાજનીતિમાં મોટો ધમાકો કર્યો હતો. શરદ પવારે આજે તેમના પુસ્તક ‘લોક માજે સંગાતિ’નું વિમોચન કર્યું હતું. આ પછી તરત જ તેમણે પ્રમુખ પદ છોડવાની જાહેરાત કરી હતી. શરદ પવારે કહ્યું કે મેં NCPના અધ્યક્ષ તરીકે લાંબા સમય સુધી કામ કર્યું. હવે હું પોતે ઈચ્છું છું કે કોઈ બીજું આ જવાબદારી ઉઠાવે. તે જ સમયે, NCP કાર્યકર્તાઓ મુંબઈમાં પવારના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

શરદ પવારે પણ તેમના પુસ્તકમાં 23 નવેમ્બર 2019ની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જ્યાં અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે વહેલી સવારે શપથ લઈને સરકાર બનાવી.2001 અને 2013ની વચ્ચે શરદ પવારે મુંબઈ ક્રિકેટ એસોસિએશનની કમાન સંભાળી હતી.તે દરમિયાન તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ પણ હતા.

રાજનીતિ સિવાય ક્રિકેટ પરિવાર સાથે પણ સંબંધ

પવાર પરિવાર જેટલો ક્રિકેટનો ચાહક છે, તેટલો જ રાજનીતિમાં પણ સક્રિયા છે. રાજનીતિમાં તેની વિશિષ્ટ ગુગલી માટે મશહુર શરદ પવાર તેના કોલજકાળમાં એફ ફાસ્ટ બોલર તરીકે જાણીતા હતા. તેના સસરા સદાશિવરાવ રણજી ટ્રોફી પણ રમી ચૂક્યા છે. શરદ પવાર પોતે ક્રિકેટમાં કરિયર ન બનાવી શક્યા પરંતુ બીસીસીઆઈના અધ્યક્ષ રહી ચૂક્યા છે. શરદ પવાર 2005 થી 2008 સુધી દેશમાં ક્રિકેટની સૌથી મોટી સંસ્થા બીસીસીઆઈના વડા રહ્યા, આ સિવાય 2010થી 2012 સુધી તે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના પણ અધ્યક્ષ રહ્યા હતા.

આ પણ વાંચો : Breaking News : શરદ પવારે NCPના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત

રાજનીતિમાં તેની વિશિષ્ટ ગુગલી માટે શરદ પવાર મશહુર

શરદ પવારનો ભત્રીજો અજિત પવાર પોતાના કોલેજના દિવસોમાં એક સારા સ્પિનિર તરીકે જાણીતા હતા, અજીતના પુત્ર પાર્થને પણ એક સારા ક્રિકેટર તરીકે આઈપીએલની બીજી સીઝનનો દાવેદાર માનવામાં આવી રહ્યો હતો.2019 માં વિધાનસભાની ચૂંટણી પછી, શિવસેના અને ભાજપ વચ્ચેના અણબનાવને કારણે મહારાષ્ટ્રમાં રાજકીય અનિશ્ચિતતા હતી. આવી સ્થિતિમાં શરદ પવારે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીને એક મંચ પર લાવીને મહાવિકાસ અઘાડીની રચના કરી. 29 નવેમ્બર 2019ના રોજ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના સીએમની ખુરશી સંભાળી તો તેની પાછળ શરદ પવારનું મગજ કામ કરતું હોવાનું માનવામાં આવતું હતુ, તેનો ભત્રીજો અજીત પવાર હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">