Vaccine : સીરમ ઇન્સ્ટિટ્યૂટ જુલાઇથી બાળકો પર કરશે Novavax રસીનું ક્લિનિકલ ટ્રાયલ

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા બાળકો(Children)પર નોવાવેક્સ (Novavax) રસીનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ બાળકો(Children)પર કોરોના રસીનું ક્લિનિકલ ટ્રાયલ્સ આવતા મહિના એટલે કે જુલાઈથી શરૂ કરી શકે છે.

Vaccine : સીરમ ઇન્સ્ટિટ્યૂટ જુલાઇથી બાળકો પર કરશે Novavax રસીનું ક્લિનિકલ ટ્રાયલ
સીરમ ઇન્સ્ટિટ્યૂટ જુલાઇથી બાળકો પર કરશે Novavax રસીનું ક્લિનિકલ ટ્રાયલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 4:18 PM

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા બાળકો(Children)પર નોવાવેક્સ (Novavax) રસીનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ બાળકો(Children)પર કોરોના રસીનું ક્લિનિકલ ટ્રાયલ્સ આવતા મહિના એટલે કે જુલાઈથી શરૂ કરી શકે છે. જો કે બાળકો પર ક્લિનિકલ ટ્રાયલમાં માટેની આ ચોથી રસી હશે. આ અગાઉ બાળકો અન્ય 3 રસીઓના ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી રહ્યાં છે. સીરમને આશા છે કે સપ્ટેમ્બર સુધીમાં તે ‘કોવાવેક્સ’ નામથી દેશમાં નોવાવેકસનું રસીકરણ શરૂ કરી શકશે.

ભારતમાં બાયોટેકની નેઝલ રસીનું પણ પરીક્ષણ

દેશમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ પૂર્વે ભારત બાયોટેકની કોવેકસીનનું પરીક્ષણ બાળકો(Children)પર કરવામાં આવી રહ્યું છે. ભારતમાં બાયોટેકની નેઝલ રસીનું પણ પરીક્ષણ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ઝાયડસ કેડિલા પણ બાળકો પર રસીનું પરીક્ષણ કરી રહી છે. હવે આ સૂચિમાં સીરમ ઇન્સ્ટિટયુટની નોવાવેકસ(Novavax) પણ ઉમેરાઈ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભારતમાં નોવાવેકસની સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે ભાગીદારી

ઉલ્લેખનીય છે કે, નોવાવેક્સ એક અમેરિકન કંપની છે. જેણે કોરોના રસી નોવાવેક્સ બનાવી છે. ભારતમાં નોવાવેકસની સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે ભાગીદારી છે. જે ‘કોવાવેક્સ’ નામથી કોરોના રસી પૂરી પાડે છે. સીરમ કોવિશિલ્ડ પહેલેથી જ રસીનું ઉત્પાદન કરી રહ્યું છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોવિશિલ્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નોવાવેક્સ રસી સલામત અને અસરકારક છે

મંગળવારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કોરોના સામે નોવાવેક્સ રસીની અસરકારકતાના ડેટા પ્રોત્સાહક છે અને તેના પરીક્ષણો ભારતમાં છેલ્લા તબક્કામાં છે. નીતિ આયોગે એમ પણ કહ્યું છે કે નોવાવેક્સ રસી સલામત અને અસરકારક છે.

ત્રીજી લહેર બાળકો માટે ઘાતક બની શકે

દેશમાં કોરોનાની બીજી લહેર ધીરે ધીરે ઘટી રહી છે. ત્યારે હવે ત્રીજી લહેરની ચર્ચા પણ શરૂ થઈ છે. જેમાં સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કે. વિજય રાઘવન સહિત અનેક વિશેષજ્ઞ ત્રીજી લહેરને લઈને સાવચેત કરી ચૂક્યા છે.તેમજ આરોગ્ય નિષ્ણાતોના મતે ત્રીજી લહેર બાળકો માટે ઘાતક બની શકે છે. જેના પગલે અનેક રાજ્યોમાં બાળકોને કોરોનાથી બચાવવા અને કોરોના થયા બાદ તેમની સારવાર માટે દવાખાના અને સ્ટાફની તૈયારીઓ પણ આરંભી દીધી છે.

18 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન આપવાનું શરૂ

આ ઉપરાંત હાલ સરકાર દ્વારા 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેર નજીક આવી રહી છે. ત્યારે બાળકો માટે કોઇ વેક્સિન હજુ ભારતમાં ઉપલબ્ધ નથી.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">