Seema Haidar: સચિન ATS ની કસ્ટડીમાં, મોડી રાતથી ચાલુ છે પૂછપરછ, શું સીમા હૈદર પર થશે નવા ખુલાસા?

|

Jul 24, 2023 | 11:44 AM

આ પહેલા સચિનના બંને ભાઈઓની પણ બુલંદશહેરથી અટકાયત કરવામાં આવી હતી. પુષ્પેન્દ્ર મીણા અને પવન મીણા બંને સચિનના ભાઈ છે. બંને બુંદલશહરના અહમદગઢમાં જનસેવા કેન્દ્ર ચલાવે છે. પુષ્પેન્દ્ર અને પવન પર સીમા હૈદર અને સચિન મીનાના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો સાથે ચેડા કરવાનો આરોપ છે.

Seema Haidar: સચિન ATS ની કસ્ટડીમાં, મોડી રાતથી ચાલુ છે પૂછપરછ, શું સીમા હૈદર પર થશે નવા ખુલાસા?
Seema Haider - Sachin

Follow us on

દેશમાં હાલ સીમા હૈદર ચર્ચામાં છે અને તેના વિશે દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. પાકિસ્તાનથી (Pakistan) ભારત આવેલી સીમા હૈદરના (Seema Haider) કેસમાં ઘણા ખુલાસા થવાના બાકી છે. હાલમાં સીમા હૈદર સાથે જોડાયેલા એક મોટું અપડેટ સામે આવ્યું છે. UP ATSએ રવિવારે મોડી રાત્રે સચિન મીણાની અટકાયત કરી હતી. એટીએસ ગત રાતથી સચિન મીણાની પૂછપરછ કરી રહી છે.

સીમા હૈદર અને સચિનના આધાર કાર્ડ સાથે ચેડા કરવાનો આરોપ

આ પહેલા સચિનના બંને ભાઈઓની પણ બુલંદશહેરથી અટકાયત કરવામાં આવી હતી. પુષ્પેન્દ્ર મીણા અને પવન મીણા બંને સચિનના ભાઈ છે. બંને બુંદલશહરના અહમદગઢમાં જનસેવા કેન્દ્ર ચલાવે છે. પુષ્પેન્દ્ર અને પવન પર સીમા હૈદર અને સચિન મીનાના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો સાથે ચેડા કરવાનો આરોપ છે.

એટીએસની ટીમે જનસેવા કેન્દ્ર પર દરોડા પાડ્યા

ATSની ટીમે પુષ્પેન્દ્ર અને પવનને તેમની સાથે બુલંદશહેર જિલ્લાના અહમદગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે સચિનની પૂછપરછ દરમિયાન જ પુષ્પેન્દ્ર અને પવનના નામ સામે આવ્યા હતા. સચિનની પૂછપરછ બાદ જ એટીએસની ટીમે તેના જનસેવા કેન્દ્ર પર દરોડો પાડ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?

સચિન-પવન-પુષ્પેન્દ્રની એકસાથે થઈ શકે પૂછપરછ

પુષ્પેન્દ્ર અને પવન સચિનની માસીના દિકરા છે. બંને અહેમદગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સલેમપુર ગામમાં રહે છે. પોલીસે જનસેવા કેન્દ્રમાંથી કેટલાક દસ્તાવેજો અને લેપટોપ જપ્ત કર્યા છે. તેમજ બંનેને નોઈડા લાવવમાં આવ્યા હતા. એટીએસ સચિન, પવન અને પુષ્પેન્દ્રની એક સાથે પૂછપરછ કરી શકે છે.

એટીએસે સીમા હૈદરની પણ પૂછપરછ કરી

આ પહેલા એટીએસે સીમા હૈદરની ત્રણ દિવસ સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન સીમા હૈદર સાથે જાસૂસી, કોડ વર્ડ, ભારત આવવાનું કારણ, સચિન સાથેની મુલાકાત અને બીજા અનેક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન સીમાએ કેટલાક પ્રશ્નોના સાચા જવાબો અને કેટલાક પ્રશ્નોના ગોળ ગોળ જવાબો આપ્યા હતા. સીમા હૈદરે જાસૂસીની વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે તેનો પ્રેમ મેળવવા માટે જ પાકિસ્તાનથી ભારત આવી છે.

આ પણ વાંચો : સીમા હૈદરના નકલી દસ્તાવેજો બનાવનારા બે ભાઈઓની UP ATSએ કરી અટકાયત, બુલંદશહેરમાં ચલાવતા હતા જનસેવા કેન્દ્ર

સચિને નેપાળમાં નકલી નામથી હોટેલ બુક કરાવી હતી

નેપાળની જે હોટલમાં સચિન મીના અને સીમા હૈદર રોકાયા હતા ત્યાંથી પણ ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી છે. હોટલના માલિકે જણાવ્યું કે સચિન હોટલ બુક કરાવવા આવ્યો હતો. આ પછી બંનેએ હોટલમાંથી ચેકઆઉટ કર્યું ત્યારે પહેલા સીમા બહાર આવી અને બાદમાં સચિન બહાર આવ્યો. સચિને પોતાનું નામ શિવાંશ જણાવ્યું હતું અને આ નકલી નામથી હોટેલ બુક કરાવી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article