પીએમ મોદીને રાવણ કહેવા પર ભાજપ આક્રમક, સંબિત પાત્રાએ કહ્યુ- આ માત્ર મોદીજીનું જ નહીં પરંતુ સમગ્ર દેશ અને ગુજરાતનું અપમાન

સંબિત પાત્રાએ કહ્યું કે આજે સમગ્ર દેશ અને ગુજરાત પરેશાન છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને (PM Modi) રાવણ કહ્યા છે. આવી ભાષાનો ઉપયોગ કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે. આ માત્ર નરેન્દ્ર મોદીજીનું અપમાન નથી, પરંતુ સમગ્ર દેશ અને ગુજરાતનું અપમાન છે.

પીએમ મોદીને રાવણ કહેવા પર ભાજપ આક્રમક, સંબિત પાત્રાએ કહ્યુ- આ માત્ર મોદીજીનું જ નહીં પરંતુ સમગ્ર દેશ અને ગુજરાતનું અપમાન
Sambit Patra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 2:21 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ગુજરાતમાં ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ખડગેના નિવેદન બાદ રાજકારણ ગરમાયું હતું અને ભાજપ આક્રમક બની. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીને ‘રાવણ’ કહેવુ ઘોર અપમાન છે. આ પહેલા પણ કોંગ્રેસના નેતાઓ પીએમ મોદીનું અપમાન કરી ચુક્યા છે. સૌથી પહેલા સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને મોતના સૌદાગર કહ્યા હતા. સંબિત પાત્રાએ વધુમાં કહ્યુ કે, આખરે પીએમ મોદીને અપમાનિત કરીને આ લોકોને શું મળે છે.

દેશના ભાગલા પાડનારા લોકો પીએમ મોદીને ગાળો આપે છે: સંબિત પાત્રા

આ પહેલા સુબોધકાંત સહાયે મોદીનું હિટલરની જેમ મૃત્યુ થવાનું કહ્યું હતું. કોંગ્રેસના જુદા-જુદા નેતાઓએ પીએમ મોદીને યમરાજ અને વાનર જેવા ઉપનામો પણ આપ્યા હતા. દેશના ભાગલા પાડનારા લોકો પીએમ મોદીને ગાળો આપે છે. સંબિત પાત્રાએ કહ્યુ કે, તમામ ગુજરાતીઓને અપીલ છે કે જે પક્ષના પ્રમુખે મોદીનું અપમાન કર્યું છે તે તમામે આ પાર્ટીને પાઠ ભણાવવો જોઈએ અને ગુજરાતીઓએ ઘરની બહાર નીકળીને લોકશાહી ઢબે કોંગ્રેસ સામે મતદાન કરીને બદલો લેવો જોઈએ.

આ માત્ર મોદીજીનું જ નહીં પરંતુ સમગ્ર દેશ અને ગુજરાતનું અપમાન છે: સંબિત પાત્રા

સંબિત પાત્રાએ કહ્યું કે આજે સમગ્ર દેશ અને ગુજરાત પરેશાન છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને રાવણ કહ્યા છે. આવી ભાષાનો ઉપયોગ કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે. આ માત્ર નરેન્દ્ર મોદીજીનું અપમાન નથી, પરંતુ સમગ્ર દેશ અને ગુજરાતનું અપમાન છે. ગુજરાતની જનતા કોંગ્રેસને પાઠ ભાણાવશે. આ માત્ર ખડગેનું નિવેદન નથી, સોનિયા અને રાહુલ ગાંધીનું નિવેદન પણ છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

મલ્લિકાર્જુન ખડગેએ ગરીબી અને ચા વેચવાની સ્થિતિને લઈને વડાપ્રધાન પર નિશાન સાધ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન મોદી સહાનુભૂતિ લેવાનો પ્રયાસ કરે છે, પરંતુ લોકો હોંશિયાર છે. વડનગરના રેલવે સ્ટેશને ચા વેચવાથી લઈને વડાપ્રધાનના પદ સુધી પહોંચનારા નરેન્દ્ર મોદી અવારનવાર તેમના સંઘર્ષ, ગરીબી અને ચા વેચવાની સ્થિતિનો ઉલ્લેખ કરતા હોય છે. ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે સીધું જ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.

મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે પીએમ મોદી હંમેશા પોતે ગરીબ હોવાનો દાવો કરે છે. પરંતુ હું તો ગરીબથી પણ વધુ ગરીબ છું. અમે તો અછૂત ગણાઈએ છીએ. કમ સે કમ તમારી ચા તો કોઈક પીવે છે, અમારી તો ચા પણ કોઈ નથી પીતું. પીએમ મોદી આવું બોલીને લોકોની સહાનુભૂતિ લેવાનો પ્રયાસ કરે છે, પરંતુ હવે લોકો હોંશિયાર થઈ ગયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">