કેરળમાં કોરોનાના વધતા જતા કેસો અંગે ચિંતા, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા આજે કેરળની લેશે મુલાકાત

કેરળમાં (Kerala) અત્યાર સુધીમાં કોવિડ -19 ને કારણે લગભગ 30 લાખ કેસ અને 18,601 લોકોના મૃત્યુ થયા છે. રવિવારે, કેરળ રાજ્યમાં કોરોનાના નવા 18,582 કેસ નોંધાયા હતા, જ્યારે 102 દર્દીઓ કોવિડ19 (COVID-19 )થી મૃત્યુ પામ્યા હતા

કેરળમાં કોરોનાના વધતા જતા કેસો અંગે ચિંતા, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા આજે કેરળની લેશે મુલાકાત
Union Health Minister Mansukh Mandaviya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 9:25 AM

Corona virus: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા ( Mansukh mandaviya ) આજે સોમવારે કોરોના સામે લડતા કેરળમાં (Kerala) વાયરસની સમીક્ષા કરવા માટે રાજ્યની મુલાકાત લેશે. કેરળ રાજ્યમાં કોરોના વાયરસના વધતા જતા કેસને જોઈને, માંડવિયાએ કેરળની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. લગભગ બે અઠવાડિયા પહેલા આરોગ્ય પ્રધાને કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન સાથે કોરાનાના વધતા જતા કેસો અંગે વાતચીત કરી હતી. રોગચાળાને ડામવા માટે રાજ્ય સરકારનો સહયોગ માંગતા કેન્દ્રીય આરોગ્ય પ્રધાને વિજયનને પત્ર લખીને વાયરસના ફેલાવાને નિયંત્રિત કરવા માટે વધુ સક્રિય પગલાં લેવાની અપીલ કરી હતી.

કેરળમાં (Kerala) અત્યાર સુધીમાં કોવિડ -19 ને કારણે લગભગ 30 લાખ કેસ અને 18,601 લોકોના મૃત્યુ થયા છે. રવિવારે, કેરળ રાજ્યમાં કોરોનાના નવા 18,582 કેસ નોંધાયા હતા, જ્યારે 102 દર્દીઓ કોવિડ19 (COVID-19 )થી મૃત્યુ પામ્યા હતા. આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ, રવિવારે આશરે 21,000 દર્દીઓ સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી હતી, જે સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 3,492,367, જ્યારે કોરોનાના સક્રિય કેસની સંખ્યા 178,630 થઈ ગઈ છે. રવિવારે, કોવિડ -19 માટે 122,970 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી અને ટેસ્ટ પોઝિટિવિટી રેટ (TPR) 15.11 ટકા રહ્યો.

કોરોનાના કેસના રવિવારના જાહેર કરાયેલા આંકડા મુજબ, મલપ્પુરમ, ત્રિશૂર, કોઝિકોડ અને એર્નાકુલમ એમ ચારર જિલ્લાઓમાં 2,000 થી વધુ કેસ નોંધાયા છે. કેરળના કેટલાક જિલ્લાઓમાં 499,000 થી વધુ દર્દીઓ નિરીક્ષણ હેઠળ છે, જેમાંથી 27,636 હોસ્પિટલોમાં છે અને બાકીના 471,395 દર્દીઓ ઘરે ક્વોરન્ટાઈન છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

જોકે, રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જનું કહેવું છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી. તેમણે કહ્યું કે કોરોનાની સ્થિતિ ગભરાટ સર્જે તેવી સ્થિતિમાં નથી અને રાજ્ય સરકાર કોવિડ -19 ના ફેલાવાને નિયંત્રિત કરવા માટે શક્ય તમામ પગલાં લઈ રહી છે. તેમણે એમ પણ કહ્યુ છે કે, અમે કોરોના વિરોધી રસી વધુ મળે તે માટે વિનંતી કરી છે. ગયા સપ્તાહની સરખામણીએ કેસ વધારે હોવા છતાં, હોસ્પિટલો અને આઈસીયુમાં લોકોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, કેરળના પ્રવાસ દરમિયાન કેરળના મુખ્યપ્રધાન વિજયન અને કેરળના આરોગ્ય પ્રધાન જ્યોર્જને મળશે. તેમની સાથેસાથે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ હશે.

આ પણ વાંચોઃ Mumbai : પરમબીર સિંહ વસૂલી કેસમાં ગેંગસ્ટર છોટા શકીલના ભાઈ અનવર સામે FIR દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચોઃ Delhi : પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર PM મોદી સહિત નેતાઓએ અર્પી શ્રધ્ધાંજલિ

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">