Republic Day 2022 : વડાપ્રધાન મોદીએ યુદ્ધ સ્મારક પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ, જવાનો માટે લખ્યો આ સંદેશ

PM મોદી સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટ, સંરક્ષણ સચિવ અજય કુમાર અને સેનાની ત્રણેય પાંખના વડા પણ વડા પ્રધાન સાથે હાજર રહ્યા હતા.

Republic Day 2022 : વડાપ્રધાન મોદીએ યુદ્ધ સ્મારક પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ, જવાનો માટે લખ્યો આ સંદેશ
PM Modi give tribute to the martyrs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 12:50 PM

Republic Day 2022: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)  રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (National war memorial) ખાતે 73મા પ્રજાસત્તાક દિવસના અવસર પર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.આ દરમિયાન વડાપ્રધાન મોદીના માથા પર ઉત્તરાખંડની ટોપી જોવા મળી, આ સિવાય તેમના ગળામાં મણિપુરની માળા પણ જોવા મળી હતી.

 વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી

દર વર્ષની જેમ આ વખતે પણ રાજધાની દિલ્હીના (Delhi) રાજપથ ખાતે મુખ્ય સમારોહનુ આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10.05 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધમાં પહોંચીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તમને જણાવી દઈએ કે, આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટ, રક્ષા સચિવ અજય કુમાર અને સેનાની ત્રણેય પાંખના વડા પણ PM મોદી સાથે હાજર રહ્યા હતા. બાદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાફલો ઘોડા પર સવાર થઈને રાષ્ટ્રપતિના અંગરક્ષકો સાથે રાજપથ પહોંચ્યો હતો. જ્યાં વડાપ્રધાને તેમનું સ્વાગત કર્યું હતુ. ઉપરાંત સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વડાપ્રધાને ત્યાં ડિજિટલ વિઝિટર બુક પર પોતાનો સંદેશ પણ લખ્યો હતો.

રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી હેડક્વાર્ટરમાં ધ્વજ ફરકાવ્યો

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રજાસત્તાક દિવસના અવસરે દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં ધ્વજ ફરકાવ્યો હતો. આ પછી તેમણે જણાવ્યુ કે, “હું દેશવાસીઓને 73માં ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવુ છુ.આ દિવસે એવા મહાન વીર અને બહાદુર સપૂતોને યાદ કરો જેમણે આ દેશને પ્રજાસત્તાક બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.”

આ પણ વાંચો : Republic Day Celebration 2022 LIVE: પીએમ મોદીએ રાજપથ પર રાષ્ટ્રપતિ કોવિંદનું સ્વાગત કર્યું, રાષ્ટ્રગીત અને 21 તોપોની સલામી સાથે પરેડની શરૂઆત

આ પણ વાંચો :  Republic Day 2022: ગણતંત્ર દિવસ નિમિતે RSS મુખ્યાલયથી લઈને દેશભરમાં ફરકાવવામાં આવ્યો તિરંગો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">