Republic Day 2022: ગણતંત્ર દિવસ નિમિતે RSS મુખ્યાલયથી લઈને દેશભરમાં ફરકાવવામાં આવ્યો તિરંગો
ગણતંત્ર દિવસ નિમિતે દેશના રાજકીય પક્ષોના વડાઓ તેમના કાર્યાલયોમાં ધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી રહ્યા છે, ત્યારે RSS હેડક્વાર્ટરમાં પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
Republic Day 2022: દેશભરમાં આજે 73મો પ્રજાસત્તાક દિવસ (Republic Day) ઉજવવામાં આવી રહ્યો છે, આ અવસર પર દેશ માટે પોતાનો જીવ આપનાર વીરપુત્રોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. દેશના રાજકીય પક્ષોના વડાઓ પોતપોતાના કાર્યાલયોમાં ધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને (National flag) સલામી આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે દેશભરમાં પ્રજાસત્તાક દિવસને લઈને લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક દિવસના અવસર પર નાગપુરમાં આવેલા RSS હેડક્વાર્ટરમાં પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન RSSના ‘મહાનગર સંઘચાલક’ રાજેશ લોયાએ RSS મુખ્યાલયમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી.
Maharashtra: RSS’ Nagpur Mahanagar sanghchalak Rajesh Loya unfurls the national flag at RSS Headquarters in Nagpur. pic.twitter.com/IBvRG8isCS
— ANI (@ANI) January 26, 2022
ભાજપ અધ્યક્ષે પાર્ટી કાર્યાલયમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી
તમને જણાવી દઈએ કે કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપના વડા જેપી નડ્ડાએ (JP Nadda) આજે દિલ્હીમાં પાર્ટી કાર્યાલય પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. સાથે જ BJP ચીફ નડ્ડાએ ટ્વીટ કરીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું કે “હું 73માં ગણતંત્ર દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવુ છુ. આ દિવસની ઉજવણી કરતી વખતે મહાન વીર અને બહાદુર પુત્રોને યાદ કરવા જરૂરી છે, જેમણે આ દેશને પ્રજાસત્તાક બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતુ.”
भाजपा मुख्यालय पर ध्वजारोहण कर गणतंत्र दिवस मनाया। हम उन्हें नमन करते है, जिन्होंने देश की आजादी के लिए अपना सब कुछ बलिदान कर दिया।
उनका सपना था, स्वतंत्रता, स्वराज और सुराज।
आज हम कह सकते हैं कि हमें स्वतंत्रता मिली, स्वराज मिला और पीएम मोदी जी के नेतृत्व में हमें सुराज मिला। pic.twitter.com/zPUFPOuSdr
— Jagat Prakash Nadda (@JPNadda) January 26, 2022
ITBPના જવાનોએ કુમાઉ વિસ્તારમાં 12,000 ફૂટની ઊંચાઈએ કરી ઉજવણી
દેશભરના તમામ નાગરિકો અને સંસ્થાઓ પૂરા ઉત્સાહ સાથે આજે ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે. લદ્દાખમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના હિમવીર જવાનોએ 15000 ફૂટની ઉંચાઈ પર -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ભારતના 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી.
આ સાથે જ બીજી તરફ ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં ITBPના જવાનોએ 12000 ફૂટની ઉંચાઈ પર ગણતંત્ર દિવસની ઉજવણી કરી અને ત્રિરંગો ફરકાવ્યો. આ વીરોએ ભારત ‘માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા પણ લગાવ્યા હતા. આ સાથે તેમણે હાથમાં ધ્વજ લઈને માર્ચ પણ કાઢી હતી.
આ પણ વાંચો : Republic Day: ત્રિરંગો ફરકાવવાના હોય છે નિયમ અને કાયદા, જ્યારે તમે ઈચ્છો ત્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાતો નથી