ડો. રણદીપ ગુલેરિયાની ચેતવણી: સાવચેતી નહી રાખો તો, દુઃખમાં ફેરવાઈ શકે છે તહેવારોની ખુશી, આગામી 6થી8 સપ્તાહ મહત્વના

AIIMS ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આગામી 6 થી 8 અઠવાડિયા ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે જો આપણે આગામી દો અઢી મહિના સુધી તકેદારી અને સાવધાની રાખીએ તો કોરોના સંક્રમણના કેસો ઘટશે.

ડો. રણદીપ ગુલેરિયાની ચેતવણી: સાવચેતી નહી રાખો તો, દુઃખમાં ફેરવાઈ શકે છે તહેવારોની ખુશી, આગામી 6થી8 સપ્તાહ મહત્વના
Dr. Randeep Guleria
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 4:54 PM

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર હજુ ચાલુ છે. રાહતની વાત એ છે કે, દેશમાં છેલ્લા એક સપ્તાહથી રોજના 30 હજારથી પણ ઓછા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જો કે, આગળ તહેવારોની મોસમ આવી રહી છે, જે કોરાનાની ત્રીજી લહેર (Corona Third Wave) માટે જોખમી સાબિત થાય તેમ છે. AIIMS ના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે આગામી 6 થી 8 સપ્તાહ ખૂબ મહત્વના છે. જો આ સમયગાળા દરમિયાન અગાઉ જેવી જ સાવચેતી દાખવવામાં આવે, કોઈ બેદરકારી ના દાખવવામાં આવે તો, કોરોનાના કેસ હાલ જે આવી રહ્યાં છે તેમાં પણ ઘટાડો થવાની સંભાવના છે.

ગુલેરિયાએ કહ્યું, ‘આપણે તહેવારોના સમયગાળામાં સાવધ અને સાવચેત રહેવું પડશે. જો આપણે આગામી 6-8 અઠવાડિયા સુધી જાગ્રત રહીશું, તો આપણે ત્યાં જોવા મળતા કોરોનાના કેસોમાં ઘટાડો જોઈ શકીશુ. એમ્સના ડિરેક્ટરની આ ચેતવણી એટલા માટે પણ મહત્વની છે કારણ કે તહેવારો દરમિયાન દરેક શહેરોના મુખ્ય બજારોમાં ઘણી ભીડભાડ હોય છે, જે કોરાનાના વાયરસના ફેલાવા માટે સૌથી અનુકૂળ છે. આગામી એક કે બે મહિનામાં નવરાત્રી, દુર્ગાપુજા, દશેરા, દિવાળી, છઠ, ક્રિસમસ જેવા ઘણા તહેવારો આવી રહ્યાં છે.

શુક્રવારે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 26,727 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન, 28,246 દર્દીઓ સ્વસ્થ બન્યા અને 277 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિનમાં આ આંકડા આપવામાં આવ્યા છે. દેશમાં હાલમાં કોરોનાના 275224 સક્રિય કેસ છે. આ કુલ કેસોના 0.82 ટકા છે, જે છેલ્લા 196 દિવસોમાં સૌથી ઓછા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કોરોના મહામારીમાંથી ભારતનો સાજા થવાનો દર હવે 97.86 ટકા પર પહોંચી ગયો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. છેલ્લા 32 દિવસથી દૈનિક પોઝીટીવ કેસનો દર 3 ટકાથી ઓછો અને સતત 115 દિવસો માટે 5 ટકાથી ઓછો રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 64,40,451 રસીના ડોઝ સાથે, ભારતનું કુલ કોરોના રસીકરણ કવરેજ 89,02,08,007 પર પહોંચી ગયું છે.

આ પણ વાંચોઃ

Harnaaz Sandhu : મિસ યુનિવર્સ ઇન્ડિયા 2021માં ચંદીગઢની આ યુવતીએ મારી બાજી, જાણો આ બ્યુટી પેઝન્ટ વિશે

આ પણ વાંચોઃ

ત્રિશુલ પર્વત સર કરવા ગયેલી ભારતીય નૌકાદળની ટીમ હિમપ્રપાતની ચપેટમાં આવી, 5 પર્વતારોહક લાપતા, રેસ્ક્યુ ટીમ રવાના

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">