AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ત્રિશુલ પર્વત સર કરવા ગયેલી ભારતીય નૌકાદળની ટીમ હિમપ્રપાતની ચપેટમાં આવી, 5 પર્વતારોહક લાપતા, રેસ્ક્યુ ટીમ રવાના

ઉત્તરાખંડમાં ત્રિશુલ પર્વત સર કરવા ગયેલી નૌકાદળની પર્વતારોહણ ટીમ હિમપ્રપાતની (Avalanche) ચપેટમાં આવી છે.

ત્રિશુલ પર્વત સર કરવા ગયેલી ભારતીય નૌકાદળની ટીમ હિમપ્રપાતની ચપેટમાં આવી, 5 પર્વતારોહક લાપતા, રેસ્ક્યુ ટીમ રવાના
Avalanche came during the ascent of Mount Trishul (signal picture)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 4:21 PM
Share

ઉત્તરાખંડમાં ત્રિશુલ પર્વત (Mount Trishul) સર કરવા ગયેલી નૌકાદળ (Indian Navy)ની પર્વતારોહણ ટીમ હિમપ્રપાતની (Avalanche) ચપેટમાં આવી છે. 20 લોકોની આ ટીમના 5 જેટલા પર્વતારોહકો લાપતા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ નહેરુ પર્વતારોહણ સંસ્થા (NIM) ઉત્તરકાશીની ટીમ રાહત અને બચાવ માટે રવાના થઈ છે.

માહિતી અનુસાર, 3 સપ્ટેમ્બરના રોજ આ ટીમને 7,120 મીટર ઉંચા ત્રિશુલ શિખરને સર કરવા માટે મુંબઈથી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. નેહરુ પર્વતારોહણ સંસ્થાના આચાર્ય કર્નલ અમિત બિશ્તે (Colonel Amit Bisht) જણાવ્યું કે, શુક્રવારે સવારે ટીમના લગભગ 10 લોકો શિખર પર ચઢવા માટે આગળ વધ્યા હતા. આ દરમિયાન અચાનક હિમપ્રપાત થયો હતો.

આ હિમપ્રપાતની ચપેટમાં નેવીના પર્વતારોહકો આવી ગયા હતા. આમાંથી 10 માંથી 5 સલામત છે જ્યારે બાકીના 5 ગુમ છે. જે બાદ NIMની સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમ હવે ઉત્તરકાશીથી હેલિકોપ્ટર મારફતે ગુમ થયેલા ક્લાઇમ્બર્સની શોધ માટે રવાના થઇ છે.

આ ટીમ ચમોલી જિલ્લાના ઘાટથી થઈ હતી રવાના

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાની સરહદે કુમાઉંના બાગેશ્વર જિલ્લામાં ત્રિશુલ પર્વત આવેલ છે. આ શિખર પર ચઢવા માટે પર્વતારોહણ ટીમો ચમોલી જિલ્લાના જોશીમઠ અને જનપદ ઘાટથી જાય છે. એવું કહેવામાં આવ્યું હતું કે, નૌકાદળના પર્વતારોહકોની ટીમ પણ ઘાટ મારફતે ત્રિશુલ માટે ગઈ હતી. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

લાહૌલ સ્પિતિમાં 16 ટ્રેકર્સની ટીમ લાપતા થઈ હતી

તાજેતરમાં હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતીમાં ટ્રેકિંગ માટે 16 ટ્રેકર્સની ટીમ ગુમ થઈ હતી, જેમાંથી 11 સભ્યોને ગુરુવારે બચાવી લેવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે, 4 ક્લાઇમ્બર્સ અને 7 પોર્ટરને આઇટીબીપીની સુરક્ષા હેઠળ ધાર થંગોથી કહ ગામમાં લાવવામાં આવ્યા હતા. તે જ સમયે, આઇટીબીપીના કર્મચારીઓ દ્વારા બે મૃતદેહોને સ્ટ્રેચર પર બેઝ કેમ્પ લાવવામાં આવ્યા હતા. ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP), આર્મી અને સિવિલ એડમિનિસ્ટ્રેશનની સંયુક્ત ટીમ હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતીમાં મનાલી-ખમેંગર પાસ-મનીરંગ હાઇલેન્ડઝ તરફ બચાવ કામગીરી માટે કાઝાથી રવાના કરવામાં આવી હતી.

આ પણ વાંચો: PM Modiએ બે મોટી યોજનાઓ શરૂ કરી, 10.5 કરોડ લોકો માટે આખો દેશ ‘કચરા મુક્ત’, ‘પાણી સુરક્ષિત રહેશે’

આ પણ વાંચો: ઓક્ટોબરની પહેલી તારીખે જ સરકારને મળી ખુશખબરી ! જાણો GST કલેક્શનમાં કેટલો થયો વધારો

g clip-path="url(#clip0_868_265)">