AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raksha Bandhan 2021 : જુઓ કેવી હોય છે 1.5 લાખ રૂપિયાની રાખડી અને તેમાં શું છે ખાસ ?

કેટલીક મહિલાઓ હીરા પર પોતાના ભાઇનું નામ લખાવવા માંગે છે. આવા કિસ્સાઓમાં રાખડીઓનો ભાવ વધી જાય છે કારણ કે તે રાખડીની જગ્યાએ આભૂષણ થઇ જાય છે.

Raksha Bandhan 2021 : જુઓ કેવી હોય છે 1.5 લાખ રૂપિયાની રાખડી અને તેમાં શું છે ખાસ ?
Specialities of Rs. 1.5 Lakh Rakhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 7:35 AM
Share

રક્ષાબંધનનો તહેવાર ભારતમાં ભાઇ-બહેન વચ્ચેના અટૂત પ્રેમની ઓળખ તરીકે મનાવવામાં આવે છે. આ તહેવારને દરેક ક્ષેત્ર અને ધર્મના લોકો મનાવે છે. ભાઇના કાંડા પર રાખડી બાંધીને બહેન પોતાનો પ્રેમ દર્શાવે છે. સમય સમય પર પરંપરા બદલાઇ અને રાખડીઓનો અંદાજ પણ બદલાયો. આ વખતે રક્ષાબંધન પર સોના-ચાંદીની રાખડીઓની ખૂબ ખરીદી થઇ રહી છે. સામાન્ય રાખડીઓની સાથે સાથે બજારમાં સોના-ચાંદી અને હીરાની રાખડીઓની પણ માંગ વધી રહી છે. જ્વેલર્સ પણ આ માંગને પૂરી કરવા માટે મથી રહ્યા છે.

મોંઘી હોવા છતાં માગ છે

મોંઘી હોવા છતાં પણ લોકો વચ્ચે સોના-ચાંદીની રાખડીઓનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. હાલના સમયમાં કસ્ટમાઇઝ રાખડીઓની પણ માગ વધી રહી છે. આ પ્રકારની રાખડીઓ મોંઘી હોય છે તેમ છતાં તેને તૈયાર કરવામાં આવે છે. કિંમતો વધુ હોવા છતાં પણ આવી રાખડીઓની માગ વધી રહી છે. કોઇ ગ્રાહકને સોનામાં હીરા જડેલી રાખડીઓ જોઇએ તો કોઇને ફક્ત સોનાની રાખડીઓ જોઇએ છે. સોનામાં હીરા જડેલી રાખડીઓ 1.3 લાખમાં વેચાઇ રહી છે.

સોનાની રાખડીની કિંમત

સોનાની રાખડીઓની કિંમત સામાન્ય રીતે 3,000 થી લઇને 40,000 રૂપિયા સુધીની હોય છે. આ રેન્જમાં સૌથી સસ્તી રાખડી દોરામાં બાંધેલી ધાર્મિક આકૃતિઓ અને પ્રતીકોને પેન્ડેન્ટના રૂપમાં હોય છે. મોટાભાગના ગ્રાહકો આવી જ રાખડીને ખરીદવાનું પસંદ કરે છે કારણ કે તેઓ માને છે કે ઓછી કિંમતમાં આ રાખડી સારી પડે છે. તેને પૈસા વસૂલ રાખડી માનવામાં આવે છે. દોરામાં પરોવેલી આ વસ્તુ એક પેન્ડન્ટના સ્વરૂપમાં હોય છે. રક્ષાબંધન બાદ તેને ચેઇનમાં પરોવીને પણ પહેરી શકાય છે.

કસ્ટમાઇઝ્ડ રાખડીઓની માગ વધી

રાખડીની બાકી રેન્જની જો વાત કરીએ કો 35,000 રૂપિયાથી શરૂ થઇને 85,000 સુધી જાય છે. તે સોના અને હીરા અથવા તો ક્રિસ્ટલથી બનેલી હોય છે. 85,000 થી વધુ કિંમતની રાખડી મોટેભાગે કસ્ટમાઇઝ્ડ હોય છે અને તેની કિંમત સોનાના વજન અને હીરા પર નિર્ભર કરે છે. જ્વેલર્સનું કહેવુ છે કે ચાંદીમાં પણ રાખડીઓ છે પરંતુ તેની માગ ઓછી છે. ચાંદીની રાખડીઓ 500 રૂપિયાથી શરૂ થાય છે.

હીરા પર લખાવે છે ભાઇનું નામ

કેટલીક મહિલાઓ હીરા પર પોતાના ભાઇનું નામ લખાવવા માંગે છે. આવા કિસ્સાઓમાં રાખડીઓનો ભાવ વધી જાય છે કારણ કે તે રાખડીની જગ્યાએ આભૂષણ થઇ જાય છે. તે અન્ય પ્રસંગો પર પણ ગિફ્ટ આપી શકાય છે.

આ પણ વાંચો – Viral Video : બોલીવુડ સોંગ પર વિદેશી અંકલે માર્યા ઠુમકા, વીડિયો જોઈને આવી જાશે માધુરીની યાદ !

આ પણ વાંચો – Shravan-2021 : ભયંકર મુશ્કેલીના સમયમાં કરો કાશીના આ શિવલિંગોના નામનું ઉચ્ચારણ, સર્વ દુઃખને હરી લેશે મહાદેવ !

Follow Us
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું
કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ
આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ
149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ
પાટણમાં ધોધમાર વરસાદથી વિઝિબિલિટી ઘટી, જુઓ જળબંબાકાર
પાટણમાં ધોધમાર વરસાદથી વિઝિબિલિટી ઘટી, જુઓ જળબંબાકાર
g clip-path="url(#clip0_868_265)">