રક્ષા મંત્રી રાજનાથ સિંહની ચીન અને પાકિસ્તાનને ચેતવણી, ‘જો અમારી જમીન હડપવાનો પ્રયાસ થશે તો જડબાતોડ જવાબ મળશે’

રાજનાથ સિંહ કહ્યું, અમે અમારા પડોશીઓ સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ. ભારતે ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી કે કોઈ વિદેશી જમીન પર કબજો કર્યો નથી. પડોશીઓ સાથે સારા સંબંધો એ ભારતની સંસ્કૃતિ રહી છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહની ચીન અને પાકિસ્તાનને ચેતવણી, 'જો અમારી જમીન હડપવાનો પ્રયાસ થશે તો જડબાતોડ જવાબ મળશે'
Rajnath Singh

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Rajnath Singh) શનિવારે કહ્યું હતું કે ભારત તેના પાડોશી દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ ચેતવણી આપી હતી કે જો કોઈ આપણા દેશની એક ઈંચ પણ જમીન હડપ કરવાનો પ્રયાસ કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. પિથોરાગઢ જિલ્લાના જોલખેત મૂનાકોટથી શરૂ થયેલી ‘શહીદ સન્માન યાત્રા’ના બીજા તબક્કાની શરૂઆત કરવા રાજનાથ સિંહ શનિવારે ઉત્તરાખંડ (Uttarakhand) પહોંચ્યા હતા.

તેમની મુલાકાત દરમિયાન, તેમણે કહ્યું, “અમે અમારા પડોશીઓ સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ. ભારતે ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી કે કોઈ વિદેશી જમીન પર કબજો કર્યો નથી. પડોશીઓ સાથે સારા સંબંધો એ ભારતની સંસ્કૃતિ રહી છે, પરંતુ કેટલાક લોકો તેને સમજી શકતા નથી. મને ખબર નથી કે આ તેમની આદત છે કે સ્વભાવ.”

પાકિસ્તાનનું (Pakistan) નામ લેતા સિંહે કહ્યું કે, તે આતંકવાદી ગતિવિધિઓ દ્વારા ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરતું રહે છે અને તેને કડક સંદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું, “અમે પશ્ચિમી સરહદ પરના અમારા પાડોશીને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જો તે સરહદ પાર કરશે તો અમે માત્ર સરહદો પર જ જવાબી કાર્યવાહી નહીં કરીએ, પરંતુ તેના ક્ષેત્રમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક અને હવાઈ હુમલા પણ કરીશું.”

ભારત જડબાતોડ જવાબ આપશે ચીનનું (China) નામ લીધા વિના રક્ષા મંત્રીએ કહ્યું કે, “અમારો બીજો પાડોશી છે જે વસ્તુઓ સમજી શકતો નથી.” સિંહે કહ્યું કે તેઓ એ સ્પષ્ટ કરવા માગે છે કે, જો દુનિયાનો કોઈ પણ દેશે અમારી એક ઈંચ જમીન પણ પડાવી લેવાનો પ્રયત્ન કરશે તો ભારત તેને જડબાતોડ જવાબ આપશે.

તેમણે કહ્યું કે 1971માં ભારતની જીત વિશે બધા જાણે છે. સિંહે ભારતના પડોશીઓને ચેતવણી આપી કે તેઓ કોઈ ભ્રમમાં ન રહે. રક્ષા મંત્રીએ કહ્યું કે નેપાળના લિપુલેખથી માનસરોવર સુધીના રસ્તા વિશે ખોટી માન્યતા ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તે નેપાળ સાથેના અમારા ગાઢ સાંસ્કૃતિક સંબંધોને અસર કરવામાં નિષ્ફળ ગયું.

મિશન મોડમાં સંરક્ષણ કર્મચારીઓને લગતી સમસ્યાઓનું નિરાકરણ – સિંઘ આ ઉપરાંત, સંરક્ષણ પ્રધાને શનિવારે કહ્યું હતું કે કેન્દ્ર સેવા આપતા અને નિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓને લગતી સમસ્યાઓના ઉકેલ માટે મિશન મોડ પર કામ કરી રહ્યું છે. જ્યારે મેં કાર્યભાર સંભાળ્યો ત્યારે 2006 પહેલા નિવૃત્ત થયેલા નાયબ સુબેદાર સુધારેલા પેન્શનથી વંચિત હતા. હવે, તેમાંથી લગભગ 75,550 લોકો તેને પ્રાપ્ત કરી રહ્યાં છે. અમે શોર્ટ સર્વિસ કમિશન દ્વારા ભરતી કરાયેલા સંરક્ષણ કર્મચારીઓને નિવૃત્તિ પછી તેમની રેન્કનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપી છે.

આ પણ વાંચો : Jammu Kashmir: પુલવામામાં લશ્કર-એ-તૈયબાના નેટવર્કનો પર્દાફાશ, 5 આતંકવાદીઓની ધરપકડ

આ પણ વાંચો : નિવૃત્ત કર્મચારીઓ માટે રાહતના સમાચાર : હવે જીવનસાથી પેન્શન માટે જોઈન્ટ બેંક એકાઉન્ટની જરૂર રહેશે નહીં

  • Follow us on Facebook

Published On - 9:05 am, Sun, 21 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati