AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan: અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે થયું સમાધાન, કોંગ્રેસે પાયલોટની ત્રણ માંગણીઓ સ્વીકારી- સૂત્ર

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે પાર્ટીની તૈયારીઓ પર કહ્યું કે, આજે બેઠકમાં હાજર તમામ નેતાઓએ એક થઈને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, જીતવાની ક્ષમતાના આધાર પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

Rajasthan: અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે થયું સમાધાન, કોંગ્રેસે પાયલોટની ત્રણ માંગણીઓ સ્વીકારી- સૂત્ર
Ashok Gehlot-Sachin Pilot
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 4:25 PM
Share

Rajasthan Assembly Elections 2023: આ વર્ષના અંતમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે (Congress) તૈયારીઓ શરૂ કરી દીધી છે. તૈયારીના ભાગરૂપે રાજસ્થાનમાં આજે કોંગ્રેસ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં CM અશોક ગેહલોત અને PCC ચીફ સહિત પ્રદેશ કોંગ્રેસના 29 નેતા સામેલ થયા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે મીડિયાને સંબોધતા કહ્યુ કે, મીટિંગમાં નેતાઓએ નિર્ણય લીધો છે કે, કોંગ્રેસ રાજસ્થાન ચૂંટણી જીતી શકે છે, પરંતુ શરત એ છે કે રાજસ્થાન કોંગ્રેસમાં એકતા હોવી જોઈએ.

જીતવાની ક્ષમતાના આધાર પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે પાર્ટીની તૈયારીઓ પર કહ્યું કે, આજે બેઠકમાં હાજર તમામ નેતાઓએ એક થઈને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, જીતવાની ક્ષમતાના આધાર પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોની યાદી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીમાં સચિન પાયલટની ભૂમિકા અંગે એક સપ્તાહમાં મોટી જાહેરાત થઈ શકે છે. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે વસુંધરા સરકારના ભ્રષ્ટાચાર સામે ગેહલોત સરકાર તાત્કાલિક પગલાં લેશે. આ બેઠકમાં સીએમ અશોક ગેહલોત અને પીસીસી ચીફ સહિત 29 નેતાઓએ હાજરી આપી હતી.

આ પણ વાંચો : Taiwan: તાઈવાનની મોટી જાહેરાત, ભારતમાં ખોલશે ત્રીજી રાજદ્વારી ઓફિસ, ચીનને લાગશે મરચા!

શું છે સચિન પાયલટની ત્રણ માગ?

1. રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે RPSC નાબૂદ કરી તેનું પુનર્ગઠન કરવું જોઈએ.

2. પેપર લીકના કારણે જે વિદ્યાર્થીઓને નુકસાન થયું છે તે તમામ વિદ્યાર્થીઓને યોગ્ય વળતર મળવું જોઈએ.

3. પૂર્વ સીએમ અને બીજેપી નેતા વસુંધરા રાજે સિંધિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસની તપાસ થવી જોઈએ.

કેસી વેણુગોપાલે કહ્યું કે પાર્ટીએ નિર્ણય લીધો છે કે દરેકે કડક નિયમોનું પાલન કરવું પડશે. કોઈપણ મુદ્દા પર માત્ર પક્ષની અંદર ચર્ચા થવી જોઈએ અને પક્ષના આંતરિક રાજકારણ વિશે પક્ષની બહાર બોલવાની કોઈને સ્વતંત્રતા નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">