પીએમ મોદી પર ચઢ્યો વર્લ્ડ કપનો ફિવર, કહ્યું ‘રાજસ્થાનમાં કોંગ્રેસને ઓલઆઉટ કરવાનું છે’, ‘કોંગ્રેસના લોકો એકબીજાને જ રન આઉટ કરવામાં લાગ્યા છે’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસે મહિલાઓને વિધાનસભા અને લોકસભાના અનામત માટે દાયકાઓ લગાવ્યા, આ ગેરંટી મોદીએ પૂરી કરી. કોંગ્રેસે 'વન રેન્ક વન પેન્શન' માટે 40 વર્ષ સુધી પૂર્વ સૈનિકોની ચિંતા કરી નથી, તે ગેરંટી પણ મોદીએ પૂરી કરી.

અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. ત્યારે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા વડાપ્રધાન મોદી પર પણ વર્લ્ડ કપનો ફિવર જોવા મળ્યો છે. રાજસ્થાનના ચુરૂ અને ઝૂઝૂનૂમાં ભાજપ ઉમેદવારોના સમર્થનમાં રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ ક્રિકેટની ભાષામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યો અને કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસને ઓલઆઉટ કરવાનું છે.
તેમને કહ્યું ક્રિકેટમાં બેટસમેન આવે છે અને પોતાની ટીમ માટે રન બનાવે છે પણ કોંગ્રેસમાં એવો ઝઘડો છે કે રન બનાવવા તો દુરની વાત છે, આ લોકો એકબીજાને જ રન આઉટ કરવામાં લાગ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ PFI રેલીને સમર્થન કરે છે. અહીંથી હટાવવી જરૂરી છે. આ ચૂંટણીની દિવાળી છે. આપણે દરેક ખુણામાંથી કોંગ્રેસને સાફ કરવાની છે, કોંગ્રેસની સફાઈ કરવી પડશે. દરેક પોલિંગ બૂથમાં સફાઈ થશે.
હવે કોંગ્રેસનો જવાનો સમય છે: પીએમ મોદી
તેમને કહ્યું કે સમગ્ર દેશ ક્રિકેટના જોશથી ભરેલો છે. લાલ ડાયરીના પેજ ધીમે-ધીમે ખુલવા લાગ્યા છે. કોંગ્રેસનો જવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસે ખેડૂતોને પણ છોડ્યા નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમે ભાજપને સત્તામં લાવશો તો અમે રાજસ્થાનમાં ભ્રષ્ટાચારી ટીમને આઉટ કરી દઈશું. ભાજપ વિકાસનો સ્કોર વધુ તેજીથી બનાવશે અને જીત રાજસ્થાનની થશે. આ જીત રાજસ્થાનના ભવિષ્ય અને રાજસ્થાનની માતાઓ-બહેનો, યુવાનો અને ખેડૂતોની હશે.
તેમને કહ્યું કે રાજસ્થાનના મુખ્યપ્રધાને સ્વીકાર કર્યો છે કે તેમના ધારાસભ્યોએ 5 વર્ષ સુધઈ કોઈના કામ કર્યા નથી. કામ કેમ નથી કર્યુ? કારણ કે અહીં જાદુગર બાજીગરનો ખેલ ચાલી રહ્યો હતો. જાદૂગર ખુરશી બચાવવામાં લાગ્યા હતા અને બાજીગર ખુરશી ખેંચવામાં લાગ્યા હતા. ધારાસભ્ય અને મંત્રી અહીંની તિજોરીઓમાંથી માલ ગાયબ કરવામાં લાગ્યા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે હવે તો મુખ્યપ્રધાનના પુત્રએ પોતે જ લાલ ડાયરીમાં લખી દીધુ છે કે પપ્પાની સરકાર નહીં આવે. રાજસ્થાનમાં ભાજપ સરકાર બનતા જ પેપરલીક કાંડની તપાસ થશે. કાળા નાણા ભેગા કરનારા હવે બચી નહીં શકે. તેમને સમાજ પાસેથી લૂંટેલુ ધન પાછુ આપવુ પડશે.
કોંગ્રેસ લૂંટવાની તક છોડતી નથી
તેમને કહ્યું કે કોંગ્રેસ સરકાર તમને લૂંટવાની કોઈ તક છોડી રહ્યું નથી. ગુજરાત, હરિયાણા અને યૂપીમાં પેટ્રોલ 12-13 રૂપિયા સસ્તુ છે. ભાજપ સરકાર આવતા જ રાજસ્થાનમાં પેટ્રોલની કિંમતની સમીક્ષા થશે અને તેની તપાસ પણ થશે કે અત્યાર સુધી જે રૂપિયા જમા કર્યા, તે કોના બેન્ક એન્કાઉન્ટમાં ગયા.