AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan Aircraft Crash: પાકિસ્તાન બોર્ડર પાસે જેસલમેરમાં MiG-21 પ્લેન ક્રેશ, પાયલોટ શહિદ

દુર્ઘટનાની તીવ્રતા જોતા પાયલોટના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Rajasthan Aircraft Crash: પાકિસ્તાન બોર્ડર પાસે જેસલમેરમાં MiG-21 પ્લેન ક્રેશ, પાયલોટ શહિદ
Mig-21 Crash In Jaisalmer
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 11:27 PM
Share

Rajasthan Aircraft Crash: ભારતીય વાયુસેના (IAF) નું મિગ-21 ફાઇટર એરક્રાફ્ટ આજે સાંજે રાજસ્થાનના જેસલમેર નજીક ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું (Mig-21 Crash In Jaisalmer). દુર્ઘટનાની તીવ્રતા જોતા પાયલોટના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં પાયલટના શાહિદ થયાના અહેવાલ આવ્યા હતા. . તમને જણાવી દઈએ કે 25 ઓગસ્ટે વાયુસેનાનું મિગ-21 બાઇસન ફાઈટર એરક્રાફ્ટ બાડમેરમાં ટ્રેનિંગ દરમિયાન ક્રેશ થયું હતું. જોકે, પ્લેનનો પાયલોટ સુરક્ષિત હતો. પરંતુ આજના અકસ્માતમાં પાયલોટ વિશે કશું જાણવા મળ્યું ના હતું. પ્રથમ તો પાયલોટની શોધ ચાલુ હતી અને દુર્ઘટનાની તીવ્રતા જોતા પાયલોટના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી. પરંતુ પાછળથી પાયલટ શાહિદ થયાની પુષ્ટિ થઈ હતી. 

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાનું એક ફાઈટર પ્લેન શુક્રવારે રાત્રે જેસલમેરમાં ક્રેશ થયું હતું. જેસલમેરના એસપી અજય સિંહે જણાવ્યું કે વિમાન સામ પોલીસ સ્ટેશન વિસ્તારના ડેઝર્ટ નેશનલ પાર્ક વિસ્તારમાં ક્રેશ થયું હતું. એસપીએ કહ્યું કે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તેઓ પણ અકસ્માત સ્થળ તરફ જઈ રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે એરફોર્સનું પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું હોય. આ પહેલા પણ મિગ-21 વિમાનો દુર્ઘટનાનો શિકાર બની ચૂક્યા છે.

એક મહિનામાં સેનાનું બીજું પ્લેન ક્રેશ થયું આર્મીનું મિગ-21 ક્રેશ થયું, જેસલમેર પાસે DNP વિસ્તારમાં થયો અકસ્માત, અકસ્માતમાં પાયલટ લાપતા અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેસલમેરમાં પાકિસ્તાન બોર્ડર પાસે મિગ-21 વિમાન ક્રેશ થયું છે. સેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થયા બાદ તે સુદાસરી ડેઝર્ટ નેશનલ પાર્કમાં પડ્યું હતું. પ્લેન ક્રેશ થતાની સાથે જ આગની જ્વાળાઓ વધવા લાગી હતી. હાલ પાયલોટની શોધખોળ ચાલુ છે. તમને જણાવી દઈએ કે સેનાના અકસ્માતો વધી રહ્યા છે.

8 ડિસેમ્બરે હેલિકોપ્ટર દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા હતા 8 ડિસેમ્બરના રોજ, તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા હતા. જેમાં દેશના પહેલા CDS બિપિન રાવત અને તેમની પત્ની પણ સામેલ હતા. એક મહિનામાં એરફોર્સનું બીજું એરક્રાફ્ટ ક્રેશ થયું છે. હજુ સુધી પાઈલટ વિશે કંઈ જાણવા મળ્યું નથી. તેની શોધખોળ ચાલુ છે.

આ પણ વાંચો: SURAT : કોરોનાના દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે શહેરના 41 દર્દીઓના જીનોમ રિપોર્ટ ગાંધીનગર લેબમાં પેન્ડીંગ

આ પણ વાંચો: Indipaisa અને NSDL પેમેન્ટ બેંકે ફીનટેક પ્લેટફોર્મ લોન્ચ કરવા માટે કરી ભાગીદારી, ભારતના વિકાસશીલ 63 મિલિયન SME ક્ષેત્રનું લક્ષ્ય

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">