AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Update : ફરી હવામાનનો મિજાજ બદલાયો, દેશના અનેક રાજ્યોમાં જોરદાર પવન સાથે વરસાદના એંધાણ

હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં વરસાદની સંભાવના છે. આ સાથે આજથી ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ થવાની શક્યતા છે.

Weather Update : ફરી હવામાનનો મિજાજ બદલાયો, દેશના અનેક રાજ્યોમાં જોરદાર પવન સાથે વરસાદના એંધાણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 9:45 AM
Share

Weather Today : દેશની રાજધાની દિલ્હી સહિત લગભગ સમગ્ર ઉત્તર ભારતમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે મહત્તમ તાપમાન નીચે આવ્યું છે. હાલમાં દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા સહિત તમામ રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાયો છે. આજથી ફરી એકવાર હવામાનમાં પલટો આવવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર પશ્ચિમ રાજ્યોમાં વરસાદની સંભાવના

અહેવાલો અનુસાર, હવામાન વિભાગે આગામી બે દિવસ પૂર્વોત્તર અને પૂર્વ રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે આજથી ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની સંભાવના છે.

દિલ્હી-NCRની વાત કરીએ તો 30 માર્ચથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. બીજી બાજુ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 31 માર્ચથી વરસાદની સંભાવના છે. તો બીજી તરફ મંગળવારે દિલ્હીમાં વાતાવરણ ખુશનુમા રહ્યું હતું. આ દરમિયાન લઘુત્તમ તાપમાન 15.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછુ હતુ. જ્યારે મંગળવારે મહત્તમ તાપમાન 29.3 ડિગ્રી સેલ્સિયસ હતુ, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછુ હતુ, જ્યારે લઘુત્તમ તાપમાન એક ડિગ્રી ઓછુ 16.7 ડિગ્રી સેલ્સિયસ હતુ.

રાજસ્થાનમાં હળવા વરસાદની આગાહી

રાજસ્થાનમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થઈ છે, જેના કારણે આજે ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આજે અને 30 માર્ચે જોવા મળશે. જેના કારણે જોધપુર, બિકાનેર ડિવિઝનના પશ્ચિમી ભાગોમાં વરસાદ પડી શકે છે. જો કે તેની અસર 30 માર્ચે વધુ જોવા મળે તેવી શક્યતા છે.

31 માર્ચે પણ પડી શકે છે વરસાદ

હવામાન વિભાગનુ માનીએ તો જોધપુર, બિકાનેર, અજમેર, જયપુર, કોટા અને ભરતપુર ડિવિઝનના જિલ્લાઓમાં ગાજવીજ અને 30-40 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવા અને કરા પડવાની સંભાવના છે. તો બીજી તરફ 31 માર્ચે, બિકાનેર, જયપુર, કોટા અને ભરતપુર જિલ્લામાં વરસાદ પડશે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">