ચિંતા વગર કરો ટ્રેનમાં મુસાફરી, ખોવાયેલા સરસામાનને ટ્રેક કરવા માટે રેલવેએ શરૂ કરી નવી યોજના

વર્ષ 2021 દરમિયાન, જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી, પશ્ચિમ રેલ્વે ઝોનના રેલ્વે પ્રોટેક્શન ફોર્સે (RPF) કુલ 1,317 રેલ્વે મુસાફરોનો રૂ. 2.58 કરોડનો માલ વસૂલ કર્યો હતો અને યોગ્ય ચકાસણી કર્યા પછી તેને તેમના હકના માલિકોને પરત કર્યો હતો.

ચિંતા વગર કરો ટ્રેનમાં મુસાફરી, ખોવાયેલા સરસામાનને ટ્રેક કરવા માટે રેલવેએ શરૂ કરી નવી યોજના
રેલ્વેની "મિશન અનામત" યોજના અંતર્ગત ખોવાયેલ સામાન પરત મળશે (પ્રતિકાત્મક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 5:18 PM

હવેથી રેલ્વે મુસાફરોએ, તેમની મુસાફરી દરમિયાન પોતાના સરસામાનની (Luggage) ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય રેલવેએ (Indian Railwyas) મુસાફરોના ખોવાયેલા સરસામાનને શોધવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. નવી યોજના હેઠળ, રેલ્વે મુસાફર તેમના ખોવાયેલા સરસામાનને સરળતાથી શોધી શકશે અને તેને પાછો પણ સરળતાથી મેળવી શકશે. રેલવે પ્રોટેક્શન ફોર્સ ( Railway Protection Force – RPF) મુસાફરો તેમજ તેમના સામાનની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ દિશામાં RPFએ ‘મિશન અમાનત’ (Mission Amanat) શરૂ કર્યું છે, જેના કારણે રેલવે મુસાફરોને તેમનો ખોવાયેલો સામાન પાછો મેળવવાનું સરળ બન્યું છે.

પશ્ચિમ રેલ્વેએ (Western Railway) તેના ટ્વિટમાં જણાવ્યું હતું કે, મુસાફરોને તેમનો ખોવાયેલો સામાન પરત મેળવવાનું સરળ બનાવવા માટે, પશ્ચિમ રેલ્વેના (Western Railway) આરપીએફએ એક નવી પહેલ કરી છે. મિશન અમાનત પહેલ હેઠળ, ફોટોગ્રાફ્સ સાથે ખોવાયેલા સામાનની વિગતો પશ્ચિમ રેલવેની અધિકૃત વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવે છે. મુસાફરો ખોવાયેલા સામાનની વિગતો મિશન અમાનત- RPF વેબસાઇટ http://wr.indianrailways.gov.in પર પોસ્ટ કરેલી તસવીરો સાથે ચકાસી શકે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રૂપિયા 2.58 કરોડનો માલસામાન પરત આવ્યો વર્ષ 2021 દરમિયાન, જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી, પશ્ચિમ રેલ્વે ઝોનના રેલ્વે પ્રોટેક્શન ફોર્સે કુલ 1,317 રેલ્વે મુસાફરોનો રૂ. 2.58 કરોડનો માલ વસૂલ કર્યો હતો અને યોગ્ય ચકાસણી કર્યા પછી તેને તેમના મૂળ માલિકોને પરત કર્યો હતો. પશ્ચિમ રેલવેનું રેલવે પ્રોટેક્શન ફોર્સ ઓપરેશન ‘મિશન અમાનત’ અંતર્ગત રેલવે મુસાફરોને આ સેવા પૂરી પાડી રહ્યું છે.

પશ્ચિમ રેલ્વે આરપીએફ મુસાફરોને સલામત, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે ચોવીસ કલાક કામ કરે છે. RPF એ ગુનાઓની શોધ માટે નિવારક પગલાં સાથે દેશભરમાં ફેલાયેલી રેલ્વેની વિશાળ સંપત્તિની સુરક્ષાની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે.

આ પણ વાંચોઃ

RPF Constable Recruitment 2022: RPF કોન્સ્ટેબલની ભરતીની નોટિસ નકલી છે, ભારતીય રેલવેએ આપી માહિતી

આ પણ વાંચોઃ

RRB NTPC Result 2021: આ તારીખે RRB NTPC પરિણામ થશે જાહેર, જાણો CBT-2નું શેડ્યૂલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">