Railway Budget 2021: શહેરી વિસ્તારમાં મેટ્રો રેલ માટે 11,000 કરોડની ફાળવણી, 702 કિલોમીટર પર મેટ્રો રેલ ચલાવાશે

કેન્દ્રીય નાણામંત્રીએ આજે રેલ્વે બજેટ રજૂ કરતાં શહેરી વિસ્તારમાં પરિવહન માટે 702 કિલોમીટર મેટ્રો રેલ ચલાવવામાં આવશે તેની જાહેરાત કરી હતી. હાલ દેશમાં 1016 કિલોમીટર મેટ્રો પર કામ ચાલી રહ્યું છે. તેમજ ઓછા ખર્ચ સાથે ટાયર-2 શહેરોમાં મેટ્રો લાઇટસ અને મેટ્રો નિયો શરૂ કરવામાં આવશે. રેલ્વે બજેટમાં 11,000 કરોડની ફાળવણી કરી છે.

Railway Budget 2021: શહેરી વિસ્તારમાં મેટ્રો રેલ માટે 11,000 કરોડની ફાળવણી, 702 કિલોમીટર પર મેટ્રો રેલ ચલાવાશે
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 01, 2021 | 12:49 PM

કેન્દ્રીય નાણામંત્રીએ આજે રેલ્વે બજેટ રજૂ કરતાં શહેરી વિસ્તારમાં પરિવહન માટે 702 કિલોમીટર મેટ્રો રેલ ચલાવવામાં આવશે તેની જાહેરાત કરી હતી. હાલ દેશમાં 1016 કિલોમીટર મેટ્રો પર કામ ચાલી રહ્યું છે. તેમજ ઓછા ખર્ચ સાથે ટાયર-2 શહેરોમાં મેટ્રો લાઇટસ અને મેટ્રો નિયો શરૂ કરવામાં આવશે. રેલ્વે બજેટમાં 11,000 કરોડની ફાળવણી કરી છે.

1 કોચ્ચી મેટ્રો માટે 1900 કરોડના ખર્ચથી 11 કિલોમીટરનો હિસ્સો બનાવવામાં આવશે.

2 ચેન્નાઈમાં 63,000 કરોડ રૂપિયાની લાગતથી 180 કિલોમીટર લાંબો મેટ્રો રુટ બનશે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

3  બેંગલોરમાં 14788 કરોડ રૂપિયાથી 58 કિલોમીટર લાંબી મેટ્રો ટ્રેન બનશે.

4 નાગપૂરમાં 5976 કરોડ

5  નાસિકમાં 2092 કરોડના ખર્ચે મેટ્રો બનશે.

આ ઉપરાંત કેન્દ્રીય નાણા મંત્રી રેલ્વે બજેટની જાહેરાત કરી  હતી કે  રેલ્વેમાં માલ પરિવહનની સુવિધા વધારવા માટે ફ્યુચર રેડી રેલ્વે સિસ્ટમ બનાવવામાં આવશે. જેના લીધે લોજીસ્ટિક કોસ્ટ ઘટાડી શકાશે. આ ઉપરાંત જૂન 2022 સુધી ઈસ્ટર્ન અને વેસ્ટર્ન કોરિડોર ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર તૈયાર કરવામાં આવશે. નિર્મલા સીતારમણેએ કહ્યું કે બ્રોડગેજ રેલ્વેનું 2023 સુધી 100% વિદ્યુતીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત 40,000 કિલોમીટર રેલ્વે લાઇનનું વિદ્યુતીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત રેલ્વે માટે જાહેરાત કરતાં નિર્મલા સીતારમણે કહ્યું કે રેલ્વેના આધુનિકરણ માટે પણ વધુ નાણાંની ફાળવણી કરવામાં આવી છે.

1 રેલ્વેમાં નેશનલ રેલ યોજના 2030 સુધી બનાવવામાં આવશે 2 ફ્યુચર રેડી રેલ્વે સિસ્ટમ બનાવવામાં આવશે જેના લીધે લોજિસ્ટિક કોસ્ટ ઘટાડી શકાશે 3 જૂન 2022 સુધી ઈસ્ટર્ન અને વેસ્ટર્ન કોરિડોર ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર તૈયાર કરવામાં આવશે 4 સોમનગર-ગોમો સેકશન પીપીપી મોડ બનાવવામાં આવશે 5 ગોમો- દમકૂની સેકશન પણ આ રીતે બનશે 6 ખડગપૂરપ- વિજયવાડા સેક્શન પણ આધુનિક થશે 7 ખડગપૂર- વિજયવાડા, ભુસાવલ – ખડગપૂર, ઈટારસી-વિજયવાડામાં ફ્યુચર રેડી કોરિડોર બનાવવામાં આવશે. 8 ડિસેમ્બર 2030 સુધી 100 બ્રોડગેજનું ઇલેકટ્રીફીકેશન થશે 9 વિસ્ટા ડોમ કોચ શરૂ કરવામાં આવશે 10 હાઇ ડેન્સિટી નેટવર્ક, હાઇ યુટિલિટી નેટવર્ક પર ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે

હાલ ભારતીય રેલ્વે  ૬૬૨૨૨  માલવાહક  અને ૧૩૩૧૩  પેસેન્જર ટ્રેનો તેના નેટવર્ક પર 66,687 રૂટ કિલોમીટર્સ પર ટ્રેન ચલાવે  છે અને દર વર્ષે 1000 મિલિયન ટનથી વધુ માલસામાન વહન કરે છે. તેમજ  દરરોજ લગભગ બે કરોડ 20 લાખ  મુસાફરોને પરિવહન કરાવે છે. . રેલ્વે મંત્રાલયે રેલ્વે પ્રોજેક્ટ્સની ગતિ ઝડપી બનાવવા માટે નવી પહેલ કરી છે. ભારતીય રેલ્વે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કરી રહી છે. ભારતીય રેલ્વે આગામી 12 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને દેશના સૌથી દૂરના ખૂણા સુધી પહોંચવા માટે ભાગીદારી, સંયુક્ત સાહસો અને સહયોગ દ્વારા 700 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">