Raghav Chadha Parineeti Love Story: રાઘવ ચઢ્ઢા અને પરિણિતી એક બ્રેકફાસ્ટ પર મળ્યા અને મળી ગઈ નજરો, પરિણિતીએ ખોલ્યા લવસ્ટોરીના રાઝ
Politician Love Story: આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને પરિણીતીની લવ સ્ટોરીની એક બ્રેકફાસ્ટથી શરૂઆત થઈ હતી. બ્રેકફાસ્ટ પર બંનેની નજરો મળી ગઈ અને ત્યાથી પ્રેમની શરૂઆત થઈ. પરિણિતીએ પહેલીવાર ખુલીને તેમની લવસ્ટોરી પર રસપ્રદ રાઝ ખોલ્યા છે.-વાંચો

Parineeti-Raghav Love Story: પરિણીતી ચોપડાએ 13 મે 2023એ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી હતી અને હવે 25 સપ્ટેમ્બરે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. આ બંને કેવી રીતે મળ્યા અને કેવી રીતે તેમનો પ્રેમ વધુ ગાઢ બન્યો તેના પર પરિણીતી ચોપડાએ પ્રથમવાર દિલ ખોલીને વાત કરી
પરિણીતી બોલિવુડની એ અભિનેત્રીઓમાંની એક છે જે તેની લવલાઈફને લઈને ભાગ્યે જ કોઈ ચર્ચામાં આવી હોય. જ્યારે પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની સગાઈ થઈ હતી તો હર કોઈ એવુ જ વિચારતુ હતુ કે આ બંનેની મુલાકાત કેવી રીતે થઈ અને કેવી રીતે આ બંને વચ્ચે પ્રેમ શરૂ થયો. હવે પરિણીતીએ ખુદ જણાવ્યુ છે તે અને રાઘવ કેવી રીતે મળ્યા અને ક્યારે તેને એવો અહેસાસ થયો કે રાઘવ જ એ વ્યક્તિ છે જેની સાથે તે પોતાની પુરી જિંદગી વિતાવવા ઈચ્છે છે.
પરિણીતી ચોપડાનુ પહેલી મુલાકાતમાં જ રાઘવ પર આવી ગયુ હતુ દિલ
પરિણીતિ ચોપડાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર અનેક ફોટો શેર કરકી છે. જેમા હસી તો ફસી એક્ટ્રેસની આ 10 તસ્વીરોમાં તેની ખુશીઓથી લઈને તેની ઈમોશનલ પળોનો અંદાજ લગાવી શકાય છે. પોતાની આ તસ્વીરોને શેર કરતા એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યુ છે કે તેને ક્યારે એવુ લાગ્યુ કે રાઘવ ચઢ્ઢા જ એ શખ્સ છે. એક્ટ્રેસે લખ્યુ કે જ્યારે તમને ખબર હોય છે, તમે જાણતા હો છે. સાથે બ્રેકફાસ્ટ કર્યો અને મને ખબર પડી ગઈ કે મને એ વ્યક્તિ મળી ગઈ છે. સૌથી શાલીન માણસ, જેનો શાંત સ્વભાવ જ તેની સૌથી મોટી શક્તિ છે. તેની સેન્સ ઓફ હ્યુમર પણ ઘણી સારી છે અને તે સારો મિત્ર પણ છે.
પરિણીતીએ મંગેતર રાઘવ વિશે આવી રીતે વ્યક્ત કર્યો પ્રેમ
પરિણીતી ચોપડાએ તેના કેપ્શનમાં આગળ લખ્યુ છે કે તે મારુ ઘર છે. અમારી એન્ગેજમેન્ટ પાર્ટી મારા માટે એક સ્વપ્નને જીવવા બરાબર હતી. એક એવુ સ્વપ્ન જે ભરપૂર પ્રેમ, હસી, લાગણીઓ અને ડાંસથી ભરેલો હતો. જેવા અમે નજીકના લોકોને મળ્યા અને સાથે સેલિબ્રેટ કર્યુ, મારી લાગણીઓ પર કાબુ ન રહ્યો.
આ પણ વાંચો: રાજ્યસભામાંથી સસ્પેન્શન બાદ રાઘવ ચઢ્ઢાનું નિવેદન આવ્યું સામે, કહ્યું- હું ચૂપ નહીં રહું !
જ્યારે હું નાની હતી તો રાજકુમારીઓની વાર્તા સાંભળીને ખુશ થતી હતી અને કલ્પના કરતી હતી કે મારી ફેયરીટેલની શરૂઆત કેવી હશે. હવે એ શરૂ થઈ ગઈ છે અને મારી કલ્પના કરતા પણ અનેકગણી સુંદર છે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest News Updates





