રાજસ્થાનની સરકારમાં જોવા મળી પંજાબની અસર, CM અશોક ગહલોતના OSD લોકેશ શર્માએ આપ્યું રાજીનામું

શર્માએ શનિવારે રાતે લગભગ 12.30 વાગ્યે પોતાનું રાજીનામું સીએમ ગેહલોતને મોકલ્યું છે. રાજીનામા પાછળનું કારણ તેમણે પોતાનું એક ટ્વીટ આપ્યું છે.

રાજસ્થાનની સરકારમાં જોવા મળી પંજાબની અસર, CM અશોક ગહલોતના OSD લોકેશ શર્માએ આપ્યું રાજીનામું
Rajasthan CM Ashok Gehlot - File Photo

Rajasthan: પંજાબ કોંગ્રેસ (Punjab Congress) માં બખેડાને કારણે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amrindar Singh) ને હટાવ્યા બાદ તેની અસર રાજસ્થાન (Rajasthan) ના રાજકારણમાં પણ જોવા મળી રહી છે. વાસ્તવમાં કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામાં બાદ લોકેશ શર્મા (Lokesh Sharma), રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત (Rajasthan CM Ashok Gehlot) ના ઓએસડી (Officer on Special Duty -OSD) એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શર્માએ શનિવારે રાતે લગભગ 12.30 વાગ્યે પોતાનું રાજીનામું સીએમ ગેહલોતને મોકલ્યું છે. રાજીનામા પાછળનું કારણ તેમણે પોતાનું એક ટ્વીટ આપ્યું છે.

અશોક ગેહલોતના ઓએસડી લોકેશ શર્માએ એક ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું – મજબૂતને મજબૂર, મામૂલીને મગરૂર કરવામાં આવે,અને જો વાડ જ ચીભડા ખાય તો પાકને કોણ બચાવે ?

 

જો પંજાબની વાત કરવામાં આવે તો, શનિવારે પંજાબમાં મુખ્યમંત્રી પદ પરથી કેપ્ટન અમરિંદર સિંહે (Captain Amarinder Singh) રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસે નવી સરકાર બનાવવાની ફોર્મ્યુલા નક્કી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ સાંસદ અને પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડ, રાહુલ ગાંધી (Rahul Gandhi) અને નવજોત સિંહ સિદ્ધુના નજીકના મુખ્યમંત્રી બનશે.

આ સિવાય નવી સરકારમાં બે ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવશે. બે ડેપ્યુટી સીએમમાંથી એક ડેપ્યુટી સીએમ દલિત સમુદાયમાંથી હશે. આ રેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી ચરણજીત સિંહ ચન્ની અને કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય રાજકુમાર વેરકાના નામ આગળ છે.

 

આ પણ વાંચો: સરકારે એરલાઇન કંપનીઓને આપી રાહત, 15 દિવસનું ભાડું નક્કી કરવા માટે અપાઈ છૂટ

આ પણ વાંચો: Homemade Aloe Vera Oil : કાળા અને લાંબા વાળ માટે ઘરે બનાવેલા એલોવેરા ઓઈલનો કરો ઉપયોગ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati