પ્રિયંકા ગાંધીએ લખીમપુર હિંસાને લઈ પર પીએમ મોદીને કર્યા સવાલ, ખેડૂતોને કચડી નાખતા વીડિયો બતાવ્યો

Priyanka's question to Modi: પ્રિયંકા ગાંધીએ કહ્યું કે "આ વિડીયોમાં તમારી સરકારના એક પ્રધાનનો પુત્ર ખેડૂતોને કાર નીચે કચડી નાખે છે. તમે હવે દેશને જણાવો કે આ પ્રધાનને શા માટે પ્રધાનમંડળમાંથી પડતા મૂકાયા નથી..

પ્રિયંકા ગાંધીએ લખીમપુર હિંસાને લઈ પર પીએમ મોદીને કર્યા સવાલ, ખેડૂતોને કચડી નાખતા વીડિયો બતાવ્યો
Congress General Secretary Priyanka Gandhi Vadra
| Edited By: | Updated on: Oct 05, 2021 | 12:39 PM

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ (Congress General Secretary Priyanka Gandhi Vadra) એક વીડિયો જાહેર કર્યો. આ વીડિયો દ્વારા, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પાસેથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંગે લખનૌની મુલાકાત અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ટ્વીટર મારફતે રજૂ કરાયેલ વીડિયો બતાવીને તેમણે પૂછ્યું કે શું પીએમ મોદીએ આ વીડિયો જોયો છે? લખીમપુર ખેરીમાં થયેલી હિંસાને લગતી આ વીડિયો ક્લિપ છે, જેમાં દર્શાવ્યુ છે કે કેવી રીતે એક કાર ખેડૂતોને કચડીને આગળ વધી રહી છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે “આ વીડિયોમાં તમારી સરકારના એક પ્રધાનનો પુત્ર ખેડૂતોને કાર નીચે કચડી નાખે છે. આ વિડીયો જુઓ અને આ દેશને જણાવો કે આ પ્રધાનને શા માટે પ્રધાનમંડળમાંથી બરતરફ કરવામાં આવ્યા નથી અને આ છોકરાની હજુ સુધી ધરપકડ કેમ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે “તમે મારા જેવા વિપક્ષી નેતાઓને કોઈ આદેશ અને FIR વગર કસ્ટડીમાં રાખ્યા છે”. તેણીએ કહ્યું કે તે જાણવા માંગતી હતી કે આ માણસ આઝાદ કેમ છે?

યાદ રાખો કે ખેડૂતોએ અમને આઝાદી આપી: પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, આજે જ્યારે તમે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’માં બેઠા હોવ, ત્યારે યાદ રાખો કે ખેડૂતોએ આપણને આઝાદી અપાવી છે. આજે પણ ખેડૂત પુત્રો આ દેશની સુરક્ષા સરહદો પર કરે છે. ખેડૂતો ઘણા મહિનાઓથી તેમની માંગણીઓ માટે અવાજ ઉઠાવી રહ્યા છે, પરંતુ તેમની માંગણીઓને સરકાર દ્વારા સતત અવગણવામાં આવી રહી છે. તેમણે પીએમ મોદીને કહ્યું કે “લખીમપુર આવો અને ખેડૂતની દુર્દશા સમજો. તેમનું રક્ષણ કરવું તે તમારો ધર્મ છે, તે બંધારણનો ધર્મ છે જેના પર તમે શપથ લીધા છે અને તે પ્રત્યેની તમારી ફરજ છે. જય હિન્દ જય કિસાન

ખરેખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે લખનૌની (Lucknow Visit) મુલાકાતે છે. પીએમ મોદીએ આજે ​​અહીં ઇન્દિરા ગાંધી ફાઉન્ડેશન ખાતે આયોજિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સાથે, તે શહેરી પરિષદમાં પણ ભાગ લેશે અને સ્માર્ટ સિટી મિશન અને અમૃત હેઠળ ઉત્તર પ્રદેશના 75 શહેરી વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચોઃ RR vs MI, IPL 2021 Match Prediction: રોહિત અને સેમસનની, કરો યા મરોની સ્થિતિમાં ટક્કર જામશે

આ પણ વાંચોઃ ગુજરાતના પાટનગરમાં ભાજપનો ભગવો લહેરાયો, ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ-આપનો સફાયો