ગુજરાતના પાટનગરમાં ભાજપનો ભગવો લહેરાયો, ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ-આપનો સફાયો

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 44 બેઠકમાંથી બહુમતી માટે જરૂરી એવી 23 થી વધુ બેઠકો પર કબજો મેળવ્યો છે. આમ ભાજપે ગાંધીનગર મહાનગર પર જીત મેળવી લીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 11:50 AM

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની રવિવારે યોજાયેલી ચુંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેમાં ભાજપે 44 બેઠકમાંથી બહુમતી માટે જરૂરી એવી 23 થી વધુ બેઠકો પર કબજો મેળવ્યો છે. આમ ભાજપે ગાંધીનગર મહાનગર પર જીત મેળવી લીધી છે.

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની રવિવારે યોજાયેલી ચુંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેમાં અત્યાર સુધી ભાજપે ત્રણ વોર્ડમાં સમગ્ર પેનલ સાથે જીત મેળવી છે. ભાજપે વોર્ડ નંબર 5,7 અને 9 માં જીત મેળવી છે. જેના પગલે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે અને તેમણે ઉજવણી પણ શરૂ કરી દીધી છે. જો કે ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે. જેના પગલે બપોર બાદ કમલમ ખાતે વિજય ઉત્સવ મનાવવાની જાહેરાત કરી છે.

ગાંધીનગર મહાનગરપાલિકા જાહેર થઈ રહેલા પરિણામોમાં અનેક સ્થળોએ ભાજપની પેનલ આગળ ચાલી રહી છે. જ્યારે અનેક વોર્ડમાં બેલેટ પેપરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો શરૂઆતી લીડ લઈ રહ્યા છે. જેમાં હાલમાં મળતા સમાચાર મુજબ ગાંધીનગર વોર્ડ નંબર 1 મા ભાજપની પેનલ જીતી છે. જેમાં ચારેય ઉમેદવારો જીત્યા છે. આ ઉપરાંત ગાંઘીનગર વોર્ડ નં 5માં ભાજપની પેનલની જીત થઈ છે. જેમાં ચારેય ઉમેદવાર કિંજલકુમાર પટેલ , કૈલાશબહેન સુતરિયા , પદમસિંહ ચૌહાણ ,હેમાબહેમ ભટ્ટ ની જીત

આ પણ  વાંચો : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં બે વોર્ડમાં ભાજપની પેનલ જીતી

આ પણ વાંચો : ગુજરાતના વરસાદમાં ધોવાયેલા રોડની મરામત માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે 74. 70 કરોડ રૂપિયાની ફાળવણી કરી

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">