દાહોદમાં 3 ઓગસ્ટે યોજાશે અન્નોત્સવ કાર્યક્રમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કરશે વાતચીત

Pradhan Mantri Garib Kalyan Anna Yojana આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓ સાથે ગુજરાતના ગ્રામ્યકક્ષાના નાગરિકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યુ છે. આ યોજના થકી કેવા કેવા લાભ મળ્યા છે. વગેરે અંગે વાતચીત કરશે.

દાહોદમાં 3 ઓગસ્ટે યોજાશે અન્નોત્સવ કાર્યક્રમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કરશે વાતચીત
Prime Minister will interact with the beneficiaries Pradhan Mantri Garib Kalyan Anna Yojana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 9:17 PM

ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પૂરા કરેલ પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે, દાહોદ ખાતે, 3 ઓગસ્ટને મંગળવારના રોજ અન્નોત્સવ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરશે. સરકારના પાંચ વર્ષ પૂરા થતા હોવાની ઉજવણી રાજ્યવ્યાપી થઈ રહી છે. જેના ભાગરૂપે અન્નોત્સવ દિવસની ઉજવણી કરાશે. આ કાર્યક્રમમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે, ગરીબ અને અંત્યોદય પરિવારને વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજની કિટનુ વિનામૂલ્યે વિતરણનો પ્રારંભ કરાવશે.

આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓ સાથે ગુજરાતના ગ્રામ્યકક્ષાના નાગરિકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યુ છે. આ યોજના થકી કેવા કેવા લાભ મળ્યા છે. વગેરે અંગે વાતચીત કરશે.

ગુજરાતના ૧૭ હજાર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી ‘અન્નોત્સવ’ કાર્યક્રમ અન્વયે 4.25 લાખ ગરીબ અને અંત્યોદય પરિવારોને વ્યકિત દિઠ 5 કિલો અનાજની કિટ વિનામૂલ્યે આપવામાં આવશે. દાહોદ જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાન ખાતેથી યોજનાના લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનુ વિતરણ કરવામાં આવશે.

રાજય કક્ષાના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કાર્યક્રમમાં અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાર્તાલાપ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, અન્ન અને પૂરવઠા પ્રધાન જયેશ રાદડીયા, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, મુખ્ય સચિવ અનિલ મૂકીમ સહીત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચોઃ ભારત અને ચીન વચ્ચે 12માં તબક્કાની સૈન્યસ્તરની વાતચીત રહી હકારાત્મક, વિવિધ મુદ્દાઓ ઉપર હાથ ધરાશે કાર્યવાહી

આ પણ વાંચોઃ Maharashtra Unlock: 25 જિલ્લામાં દુકાનો હવે રાત્રે 8 વાગ્યા સુધી ખુલી રહેશે, સરકારે જાહેર કરી ગાઈડલાઈન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">