ભારત અને ચીન વચ્ચે 12માં તબક્કાની સૈન્યસ્તરની વાતચીત રહી હકારાત્મક, વિવિધ મુદ્દાઓ ઉપર હાથ ધરાશે કાર્યવાહી

બન્ને દેશ વચ્ચે યોજાયેલી સૈન્યસ્તરની વાતચીત આશરે સાડા નવ કલાક સુધી યોજાઈ હતી. આ બેઠક બાદ હવે હોટ સ્પ્રિન્ગ, ગોગરા અને પૂર્વ લદ્દાખમાંથી સૈન્ય જવાનોને પરત ખેચવાની કામગીરી હાથ ધરાઈ શકે છે.

ભારત અને ચીન વચ્ચે 12માં તબક્કાની સૈન્યસ્તરની વાતચીત રહી હકારાત્મક, વિવિધ મુદ્દાઓ ઉપર હાથ ધરાશે કાર્યવાહી
withdrawal of troops took place in February from the Pangong Lake area in eastern Ladakh. ( FILE PHOTO )

ભારત અને ચીન વચ્ચે સાડાત્રણ મહિના બાદ યોજાયેલી સૈન્યસ્તરની વાતચીત હકારાત્મક રહી હોવાનું સત્તાવાર રીતે કહેવાયુ છે. ગયા વર્ષે ગલવાન ખીણ પ્રદેશમાં ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે થયેલ ઘર્ષણ બાદ સરહદ ઉપર તંગદિલી વધી ગઈ હતી. ત્યારથી આજદિન સુધી બન્ને પક્ષોએ સૈન્ય જવાનો મોટી માત્રામાં હથિયારો સાથે સરહદ ઉપર તહેનાત છે.

પૂર્વ લદ્દાખમાં સરહદને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે ભારત અને ચીન વચ્ચે 12મા સ્તરની સૈન્યસ્તરની વાતચીત યોજાઈ હતી. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે ચુશૂલ મોલ્ડા સરહદ નજીક ભારતમાં યોજાઈ હતી. રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર વિગત બન્ને દેશ વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ખાતેથી સૈન્ય જવાનોને પાછા ખેંચવા મુદ્દે ગંભીર અને વિસ્તૃત વાતચીત થઈ છે. બન્ને દેશના સૈન્યસ્તરની વાતચીત સાડા ત્રણ મહિના બાદ યોજાઈ હતી.

રક્ષા મંત્રાલયના જણાવ્યાનુસાર બન્ને પક્ષોએ માન્યુ છે કે, આ વાતચીત હકારાત્મક રહી છે. વર્તમાન સમજૂતી અને પ્રોટોકોલ મુજબ બાકીના મુદ્દાઓ ઉપર પણ ઝડપથી સમાધાન હાથ ધરાશે. વાતચીતનો દોર બન્ને પક્ષોએ ચાલુ રાખવા ઉપર પણ સહમતી બની છે. પશ્ચિમ ક્ષેત્રે વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે સ્થિરતા બનાવી રાખવાના પ્રયાસો ચાલુ રાખવા અને સંયુક્ત રીતે શાંતિ જાળવી રાખવા ઉપર ભાર મૂકાયો છે.

આ પહેલા સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, ભારતે ચીન સાથેની વાતચીતમાં હોટ સ્પ્રિન્ગ, ગોગરા અને પૂર્વ લદ્દાખમાં તંગદિલીવાળા વિસ્તારમાંથી સૈનિકોને તાકીદે પરત લઈ લેવા પર ભાર મૂકાયો હતો. બન્ને દેશ વચ્ચે યોજાયેલી સૈન્યસ્તરની વાતચીત આશરે સાડા નવ કલાક સુધી યોજાઈ હતી. આ બેઠક બાદ હવે હોટ સ્પ્રિન્ગ, ગોગરા અને પૂર્વ લદ્દાખમાંથી સૈન્ય જવાનોને પરત ખેચવાની કામગીરી હાથ ધરાઈ શકે છે.

સૂત્રોના જણાવ્યાનુસાર બન્ને દેશ વચ્ચે વાતચીતનો દોર સવારે સાડા દશ કલાકે શરૂ થયો હતો. જે સાંજના સાડાસાત સુધી ચાલ્યો હતો. સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, ભારત તરફથી લેહમાં તહેનાત 14મી કોર કમાન્ડર લેફ્ટન્ટ જનરલ પી જી કે મેનને કર્યુ હતું. છેલ્લે બને દેશ વચ્ચે સૈન્યસ્તરની વાતચીત 9 એપ્રિલે વાસ્તવિક નિયંત્રણ રેખા નજીકના ચુશૂલ ખાતે યોજાઈ હતી જે આશરે 13 કલાક ચાલી હતી.

આ પણ વાંચોઃ Maharashtra Unlock: 25 જિલ્લામાં દુકાનો હવે રાત્રે 8 વાગ્યા સુધી ખુલી રહેશે, સરકારે જાહેર કરી ગાઈડલાઈન

આ પણ વાંચોઃઆ દેશમાં રસી લેનાર યુવાનોને સરકાર આપશે ગિફ્ટ, પીઝા ડિસ્કાઉન્ટથી લઈને શોપિંગ વાઉચરો છે સામેલ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati