AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament Winter Session 2022: શિયાળુ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન, સંસદમાં હોબાળાથી યુવા સાંસદોને નુક્સાન

વિપક્ષના સાંસદોને પણ તેમણે કહ્યું કે અમને બોલવાની તક ન મળે તો અમે ઘણું સહન કરીએ છીએ. આશા છે કે તમામ પક્ષો તેમના યુવા સાંસદોનું દર્દ સમજશે. PM એ કહ્યું કે 'હું સંસદ સત્રને પ્રગતિશીલ બનાવવા માટે સામૂહિક પ્રયાસ કરવા વિનંતી કરું છું'.

Parliament Winter Session 2022: શિયાળુ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન, સંસદમાં હોબાળાથી યુવા સાંસદોને નુક્સાન
Prime Minister Narendra Modi's statement before winter session
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2022 | 11:25 AM
Share

સંસદના શિયાળુ સત્ર વચ્ચે સંસદભવન ખાતે PM નરેન્દ્ર મોદી એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગૃહમાં હોબાળો ઠીક નથી કેમ કે તે સંસદની કામગીરીને તો નુક્સાન પોહચાડી જ રહ્યું છે સાથે યુવા સાંસદો માટે પણ તે નુક્સાનરૂપ છે, કેમ કે જે તે શિખવા માગે છે તેનાથી તે દુર થઈ જાય છે. વિપક્ષના સાંસદોને પણ તેમણે કહ્યું કે અમને બોલવાની તક ન મળે તો અમે ઘણું સહન કરીએ છીએ. આશા છે કે તમામ પક્ષો તેમના યુવા સાંસદોનું દર્દ સમજશે. PM એ કહ્યું કે ‘હું સંસદ સત્રને પ્રગતિશીલ બનાવવા માટે સામૂહિક પ્રયાસ કરવા વિનંતી કરું છું’.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જણાવ્યું કે હાલમાં જે સંજોગો છે તે જોતા ભારતને આગળ વધવાની ખાસ્સી તક છે અને વિચારો તેમજ ચર્ચા તેને નવી દિશામાં દોરી જઈ શકે છે તેવામાં રાજકીય પક્ષોના સુઝાવ પણ તેમાં મદદરૂપ બની શકે છે, આ અવાજ ગૃહમાંથી પણ બહાર આવી શકે છે. તેમણે સંસદના બાકી રહેલા કાર્યકાળ માટે હું તમામ પક્ષોના ફ્લોર લીડર્સને વિનંતી કરું છું કે તેઓ પ્રથમ વખત જીતેલા યુવાનોને વધુ તક આપે જેથી ચર્ચામાં તેમની ભાગીદારી વધે.

આ દરમિયાન પીએમ મોદીએ પણ ભારત દ્વારા જી-20ની યજમાની પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે ભારત માટે આ એક મોટી તક છે. ભારત વૈશ્વિક મંચ પર તેની ભાગીદારી વધારી રહ્યું છે. તેમણે કહ્યું કે વિશ્વમાં ભારતનું સ્થાન મહત્વનું છે. વિશ્વ સમુદાયમાં ભારતને સન્માન મળ્યું છે અને ભારત પાસેથી અપેક્ષાઓ વધી છે. આવા સમયે જી-20નું આયોજન કરવું એ મોટી વાત છે. આ માત્ર રાજદ્વારી તક નથી, પરંતુ ભારતની અખંડિતતા બતાવવાની અને ભારતને જાણવાની તક છે. ભારત માટે વિશ્વ મંચ પર પોતાની મજબૂત સ્થિતિ બતાવવાની તક છે.

જણાવી દઈએ કે સંસદ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે. આ પહેલા મંગળવારે સરકારે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી. આમાં વિપક્ષી દળોએ મોંઘવારી, બેરોજગારી, ચીન સરહદ પરની સ્થિતિ, કોલેજિયમનો વિષય અને કેન્દ્ર-રાજ્ય સંબંધો જેવા મુદ્દાઓને ઉઠાવવા અને ચર્ચા કરવા માટે પૂરતા સમયની માંગ કરી છે. સંસદ સત્ર પહેલા સરકારે સોમવારે સર્વદળીય બેઠક બોલાવી હતી, જેમાં વિપક્ષે આ માંગ કરી હતી. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, બીજેડી, આપ સહિત 31 પક્ષોના ગૃહના નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">