International Yoga Day 2021: વિશ્વમાં યોગનો પ્રચાર પ્રસાર વધે તે માટે M Yoga app લોંચ કરાશેઃ વડાપ્રધાન મોદી

| Updated on: Jun 21, 2021 | 2:01 PM

Seventh World Yoga Day : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, યોગથી સહયોગનો મંત્ર આપતા કહ્યુ કે આ મંત્ર આપણા ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવશે. આજે કોરોનાના કપરાકાળમાં વિશ્વભરમાં યોગ કેવી રીતે ઉપયોગી થઈ રહ્યો છે તેનાથી સૌ કોઈ વાકેફ થઈ શક્યા છે

International Yoga Day 2021: વિશ્વમાં યોગનો પ્રચાર પ્રસાર વધે તે માટે M Yoga app લોંચ કરાશેઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Yoga Day 2021 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, (PM NARENDRA MODI ) આજે સાતમા વિશ્વ યોગ દિવસ ( International Yoga Day )  નિમિત્તે સંબોધન કરતા,  કોરોનાકાળમાં યોગ કેવી રીતે ઉપયોગી થઈ રહ્યા છે તે જણાવ્યુ. આજે વિશ્વભરમા યોગના સાધકોની સંખ્યા વધતી રહી હોવાનું જણાવીને વડાપ્રધાને કહ્યું કે. યોગનો ફેલાવો હજુ પણ વધે તે માટે એમ યોગા એપ ( M Yoga app ) શરૂ કરાશે. જેમાં વિશ્વની અલગ અલગ ભાષામાં, યોગ કેવી રીતે કરતા તે વિડીયો સ્વરૂપે જાણી શકાશે. એમ યોગા એપ દ્વારા  જે લોકોને યોગ શિખવા છે તેઓ તેના વડે વિવિધ યોગ, સરળતાથી શીખી શકશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, યોગથી સહયોગનો મંત્ર આપતા કહ્યુ કે આ મંત્ર આપણા ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવશે. આજે કોરોનાના કપરાકાળમાં વિશ્વભરમાં યોગ કેવી રીતે ઉપયોગી થઈ રહ્યો છે તેનાથી સૌ કોઈ વાકેફ થઈ શક્યા છે. યોગ કરવાથી માત્ર શારીરિક જ નહી માનસિક શક્તિ પણ વધતી રહે છે. કોરોનામાં આપણે યોગ દ્વારા આપણી રોગપ્રતિકાર શક્તિ વધારીને કોરોનાને હરાવી રહ્યાં છીએ. વિશ્વના અનેક વિશેષજ્ઞ યોગથી શરીર ઉપર થતી સકારાત્મક અસર જાણવા સંશોધન કરી રહ્યાં હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Jun 2021 06:56 AM (IST)

    યોગથી સહયોગનો મંત્ર નવા ભવિષ્યનો માંર્ગ કંડારશે

    યોગ જનજન સુધી નિરંતર પહોચે તેવી કામગીરી આવકાર્ય છે. આના માટે યોગ આચાર્ય, પ્રચારકોએ સાથે મળીને કામ કરવુ પડશે. યોગથી સહયોગનો મંત્ર નવા ભવિષ્યનો માર્ગ દર્શાવશે. માનવજાતને યોગ દિવસની શુભેચ્છા

  • 21 Jun 2021 06:55 AM (IST)

    અલગ અલગ ભાષામાં, વિડીયો દ્વારા યોગ શિખવાડતી M YOGA એપ્સ રજુ કરાશે

    ભારતે યુનોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મુક્યો ત્યારે એ ભાવના હતી કે સૌના માટે ઉપયોગી રહે. આજે એમ યોગા ની એપ દ્વારા વિશ્વને નવી ભેટ મળી રહી છે. અલગ અલગ ભાષામાં યોગ વિડીયો સ્વરૂપે રજૂ કરાઈ રહી છે. આ એમ યોગા એપ વિશ્વમાં યોગને વધુ ફેલાવવામાં મદદ કરશે.  યોગ પ્રત્યે જીજ્ઞાસા રાખનારાઓની સંખ્યા વધી રહી છે.

  • 21 Jun 2021 06:50 AM (IST)

    યોગથી માત્ર શારીરિક જ નહી માનસીક શક્તિ પણ વધે છે

    ભારતના ઋષિઓએ જ્યારે પણ યોગની વાત કરી છે ત્યારે માત્ર શારીરિક જ નહી માનસીક સ્થિતિ અંગે પણ વાત કરી છે. યોગથી અંતરચેતના વધે છે. આંતરીક સામર્થ્ય વધે છે. દુનિયાની કોઈ પરેશાની કે નેગેટીવીટી આપણને તો઼ડી નથી શકતી. ચિંતા મુક્ત કરવાની શક્તિ આપે છે.

  • 21 Jun 2021 06:48 AM (IST)

    યોગથી માનવ શરીર ઉપર પડતી સાનુકુળ અસર અંગે દુનિયાભરના વિશેષજ્ઞ તપાસ કરી રહ્યા છે

    આજે મેડીકલ સાયન્સ પણ ટ્રીટમેન્ટની સાથે હિલીગ પ્રોસેસમાં યોગ ઉપકારક સાબિત થયુ છે. દુનિયાભરના વિશેષજ્ઞ યોગ ઉપર તપાસ કરી રહ્યા છે. યોગથી માનવ શરીર ઉપર કેવી સાનુકુળ અસર થઈ રહી છે તે ચકાસી રહ્યાં છે. ઓનલાઈન શૈક્ષણિક પ્રવૃતિમાં પણ શરૂઆતની દસ મિનીટ યોગ કરાવવામાં આવી રહ્યાં છે.

  • 21 Jun 2021 06:46 AM (IST)

    ફ્રન્ટલાઈન વર્કર પણ યોગ કરીને કોરોનાને માત આપી રહ્યાં છે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસ નિમિત્તે સંબોધન કરતા કહ્યુ કે યોગાએ લોકોમાં ભરોષો વધાર્યો છે કે આપણે કોરોના સામે લડી શકીએ છીએ. જ્યારે હુ ફ્રન્ટ લાઈન વર્કર સાથે વાત કરુ છુ ત્યારે ડોક્ટર કહે છે કે યોગ કરીને ઈલાજ કરીએ છીએ. આપણી રોગપ્રતિકાર શક્તિ કેવી રીતે વધે છે તે આજે સાબિત થયુ છે.

  • 21 Jun 2021 06:43 AM (IST)

    કોરોનાના કપરા કાળમાં વિશ્વભરમાં યોગ સાધક વધ્યા

    વૈશ્વિક ત્રાસદીમાં યોગ એ સાબિત કર્યુ છે કે, કોરોનાના દોઢ વર્ષમાં ભારત સહિતના વિશ્વના અનેક દેશોએ સામનો કર્યો છે. યોગ દિવસ સદીઓ જૂની પરંપરા નથી. પરેશાનીમાં લોકો આસાનીથી ભૂલી શકયા હોત. ઉપેક્ષા કરી શક્યા હોત પરંતુ યોગ પ્રત્યે ઉત્સાહ વધ્યો છે. પ્રેમ વધ્યો છે. લાખો યોગ સાધક બન્યા છે.

Published On - Jun 21,2021 6:56 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">