REPUBLIC DAY નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરી હતી ખાસ પાઘડી, જાણો કોણે કરી છે ગિફ્ટ

આજે ભારતભરમાં પ્રજાસતાક દિવસની(REPUBLIC DAY) ઉજવણી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM MODI) પ્રજાસતાક દિવસ પર સાફો બાંધવાની પ્રથાને યથાવત રાખી હતી. નરેન્દ્ર મોદી પ્રજાસતાક દિવસની ઉજવણી નિમિતે ખાસ પાઘડીમાં(PAGHDI) જોવા મળ્યા હતા.

REPUBLIC DAY નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરી હતી ખાસ પાઘડી, જાણો કોણે કરી છે ગિફ્ટ
પ્રજાસત્તાક દિવસે નરેન્દ્ર મોદીએ ધારણ કરી જામનગરની પાઘડી

આજે ભારતભરમાં પ્રજાસતાક દિવસની(REPUBLIC DAY) ઉજવણી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM MODI) પ્રજાસતાક દિવસ પર સાફો બાંધવાની પ્રથાને યથાવત રાખી હતી. નરેન્દ્ર મોદી પ્રજાસતાક દિવસની ઉજવણી નિમિતે ખાસ પાઘડીમાં(PAGHDI) જોવા મળ્યા હતા.

વડાપ્રધાન મોદી પર આ પાઘડી શોભા દેતી હતી.નરેન્દ્ર મોદીએ કેસરી કલરની પાઘડી પહેરી હતી. આ પાઘડી પહેરીને જ ઈન્ડિયા ગેટ પર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી ફૂલ અર્પણ કર્યા હતા.

જણાવી દઈએ કે, પ્રજાસતાક દીવસ પર નરેન્દ્ર મોદીએ જે પાઘડી પહેરી હતી તે જામનગરની છે. જામનગરના રાજવી પરિવાર દ્વારા નરેન્દ્ર મોદને ભેટ આપવામાં આવી હતી. રાજવી પરિવાર દ્વારા આ પ્રકારની પહેલી પાઘડી નરેન્દ્ર મોદીને ભેટ કરવામાં આવી હતી.

નોંધપાત્ર વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે પ્રજાસત્તાક દિન પર એક અલગ પાઘડી પહેરેલા જોવા મળે છે. ગયા વર્ષે તેણે ‘બંધાણી’ પહેરી હતી જે કમર સુધી છે. કેસરી રંગની પાઘડીમાં પીળો રંગ પણ આ પાઘડીમાં જોવા મળ્યા હતા.

બીજી તરફ, રાજપથ પર પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ચાલુ છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આજે સવારે રાજપથ ખાતે તિરંગો લહેરાવ્યો હતો. પરંપરા મુજબ ધ્વજ લહેરાવ્યા બાદ રાષ્ટ્રગીત યોજવામાં આવ્યું હતું અને મહાશયને 21 બંદૂકની સલામી આપવામાં આવી હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati