My India My Life Goals: પીએમ મોદીનો સંદેશ – પર્યાવરણની સુરક્ષા દરેકની જવાબદારી
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારત સરકારે પર્યાવરણ સંરક્ષણ માટે એક વિશેષ કાર્યક્રમ શરૂ કર્યો છે. પીએમ મોદીએ (PM Narendra Modi) નવી દિલ્હીથી આ અભિયાનની શરૂઆત કરી છે. TV9 પણ આમાં ભાગીદાર છે.
My India My Life Goals: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ટીવી9 કેન્દ્ર સરકારના વિશેષ કાર્યક્રમ ‘માય ઈન્ડિયા માય લાઈફ ગોલ્સ’માં (My India My Life Goals) પણ ભાગ લઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે પર્યાવરણને હરિયાળું રાખીને જ લોકો ખુશ રહી શકે છે. તેથી વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂને ઉજવવામાં આવે છે.
1973થી આ આંદોલન ચાલી રહ્યું છે. આ વર્ષે 50મો પર્યાવરણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખીને ભારતનું સૂત્ર છે – પર્યાવરણ માટે જીવનશૈલી આંદોલન – જીવન. પર્યાવરણના હિતમાં આ આંદોલન સાથે જોડાવા માટે TV9 ગર્વ અનુભવે છે.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે પર્યાવરણ જાળવણીને લઈને સંદેશ આપ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા અને પર્યાવરણની સુરક્ષા માટે પગલાં લેવાનું પણ આહ્વાન કર્યું હતું. આ સાથે જ તેમણે યાદ અપાવ્યું કે પર્યાવરણની સુરક્ષા એ દરેકની જવાબદારી છે.
આ પણ વાંચો : G20 Meeting: G20 બેઠકમાં PM મોદીએ કાશીને કહ્યું જ્ઞાનનું કેન્દ્ર, ગ્લોબલ સાઉથ માટે વિકાસ મહત્વનો મુદ્દો
આ દરમિયાન ભારતે આ વર્ષે ‘માય ઈન્ડિયા માય લાઈફ ગોલ્સ’ નામથી એક પર્યાવરણીય આંદોલન શરૂ કર્યું છે. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે કરવામાં આવેલ આ આંદોલન જીવનશૈલીના એક ભાગ તરીકે પર્યાવરણનું પ્રતિનિધિત્ત્વ કરે છે. તેને પર્યાવરણ આંદોલન માટે લાઈફસ્ટાઈલ નામ આપવામાં આવ્યું હતું. આંદોલનનો ઉદ્દેશ્ય દેશના લોકોમાં જાગૃતિ લાવવાનો અને તેમને પર્યાવરણ સંરક્ષણનો ભાગ બનાવવાનો છે.