AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પ્રયાગરાજની કરશે મુલાકાત, નેશનલ લો યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, રાજ્યના કાયદા મંત્રી બ્રિજેશ પાઠક પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

Uttar Pradesh : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પ્રયાગરાજની કરશે મુલાકાત, નેશનલ લો યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે
President RamNath Kovind (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 2:34 PM
Share

Uttar Pradesh : દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (Prayagraj) જિલ્લાની મુલાકાતે છે. તેઓ અલ્હાબાદ હાઈકોર્ટમાં આયોજિત થનારા કાર્યક્રમમાં ભાગ લેશે. ઉપરાંત નેશનલ લો યુનિવર્સિટી અને હાઈકોર્ટ એડવોકેટની ચેમ્બર અને પાર્કિંગ માટે બહુમાળી બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ વાયુસેનાના વિમાન દ્વારા બામરોલી પહોંચશે.

આ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના CJI ચીફ એનવી રમના પણ હાજર રહેશે. આ સાથે જ કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Aditynath) પણ લખનઉથી વિશેષ વિમાન દ્વારા પ્રયાગરાજ પહોંચશે. ઉપરાંત ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, રાજ્યના કાયદા મંત્રી બ્રિજેશ પાઠક વગેરે પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

જિલ્લા વહીવટીતંત્ર તૈયારીઓમાં વ્યસ્ત 

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ સવારે 11 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. હાઇકોર્ટ કેમ્પસમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ સર્કિટ હાઉસ જશે. રાષ્ટ્રપતિ પ્રયાગરાજથી સાંજે 5 વાગ્યે રવાના થશે. જ્યારે રાજ્યપાલ આનંદીબેન પટેલનું રાત્રિ રોકાણ પ્રયાગરાજમાં રહેશે. હાલ વહીવટી કર્મચારીઓ દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

સુરક્ષામાં 4,000 થી વધુ સૈનિકો તૈનાત

તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના (President Ramnathh Kovind) આગમનને ધ્યાનમાં રાખીને, શહેરમાં સુરક્ષા વધારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સૈનિકોને એક દિવસ પહેલા જ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. હાલ અધિકારીઓ અને પોલીસકર્મીઓ સહિત 4,000 થી વધુ જવાનો સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે.

ઉપરાંત પોલીસ અધિકારીઓની (Police Officer) હાજરીમાં બામરોલીથી સર્કિટ હાઉસ અને પછી પોલ ગ્રાઉન્ડથી હાઇકોર્ટના સ્થળ સુધી કાફલાનું રિહર્સલ કરીને તૈયારીઓની ચકાસણી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને જોતા 5 IPS, 8 ASP, 36 DSP, 88 ઇન્સ્પેક્ટર, 346 સબ ઇન્સ્પેક્ટર, 1790 કોન્સ્ટેબલ, 4 કંપની PAC, 1 કંપની ITBP તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: MP : ગ્વાલિયરમાં કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ કોંગ્રેસના ધારાસભ્ય સહિત 250 લોકો સામે FIR દાખલ

આ પણ વાંચો:  Rajasthan Tourist Places : રાજસ્થાનના પાંચ કિલ્લાઓ જેમની મુલાકાત તમારે લેવી જોઇએ, જુઓ તસવીરોમાં તેની સુંદરતા

g clip-path="url(#clip0_868_265)">