President Election: દ્રૌપદી મુર્મુની ઉમેદવારીએ વિપક્ષનો ખેલ બગાડ્યો, હવે મમતા બેનર્જીના સૂર પણ બદલાયા

મમતા બેનર્જીએ કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટી (BJP) રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને આ પદ માટે ઉતારતા પહેલા વિપક્ષો સાથે ચર્ચા કરી હોત તો વિપક્ષી પાર્ટીઓ તેમને સમર્થન આપવાનું વિચારી શકે છે.

President Election: દ્રૌપદી મુર્મુની ઉમેદવારીએ વિપક્ષનો ખેલ બગાડ્યો, હવે મમતા બેનર્જીના સૂર પણ બદલાયા
Draupadi Murmu - Mamata Banerjee
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 1:50 PM

આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી (President Election) માટે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ઝારખંડના પૂર્વ ગવર્નર દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ સંયુક્ત રીતે યશવંત સિંહાને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ NDAએ જે રીતે આદિવાસી મહિલા નેતાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જેના કારણે વિરોધ પક્ષોના સમીકરણ બગડતા જોવા મળી રહ્યા છે. જો કે સંખ્યા પહેલાથી જ NDA ઉમેદવારની તરફેણમાં હતી, પરંતુ મમતા બેનર્જીના (Mamata Banerjee) બદલાતા સૂરે વિપક્ષી છાવણીની હારને વધુ મજબૂત કરી દીધી છે. મમતા બેનર્જીને કેન્દ્રમાં ભાજપ સરકાર સાથે છત્રીસનો આંકડો છે અને મમતા બેનર્જીએ વિરોધ પક્ષના સંયુક્ત ઉમેદવાર માટે કવાયત શરૂ કરી દીધી હતી.

જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે વિપક્ષ દ્વારા સૌથી પહેલા NCP પ્રમુખ શરદ પવારના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જે બાદ અનુક્રમે ફારુક અબ્દુલ્લા અને ગોપાલ કૃષ્ણ ગાંધીના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ત્રણેયએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાનો ઇનકાર કરી દીધો હતો. અંતે, TMC સુપ્રીમોની સલાહ પર, પાર્ટીના નેતા અને પૂર્વ નાણા મંત્રી યશવંત સિંહાના નામ પર સહમતિ બની અને આખરે તેઓ ઉમેદવાર બન્યા.

સર્વસંમતિ ધરાવતા ઉમેદવાર હંમેશા દેશ માટે સારા: મમતા બેનર્જી

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓને એક કરવામાં વ્યસ્ત મમતા બેનર્જીએ હવે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો સૂર હળવો કર્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટી (BJP) રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને આ પદ માટે ઉતારતા પહેલા વિપક્ષો સાથે ચર્ચા કરી હોત તો વિપક્ષી પાર્ટીઓ તેમને સમર્થન આપવાનું વિચારી શકે છે. તેમણે કહ્યું કે મુર્મુ પાસે 18 જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવાની વધુ સારી તકો છે કારણ કે મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન પછી NDAની સ્થિતિ મજબૂત થઈ છે. મમતા બેનર્જીએ ભારપૂર્વક કહ્યું કે, સર્વસંમતિ ધરાવતા ઉમેદવાર હંમેશા દેશ માટે સારા હોય છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

રાષ્ટ્રપતિની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય: મમતા બેનર્જી

મમતા બેનર્જીએ કહ્યું કે, મહારાષ્ટ્રના કારણે ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ પાસે સારી તકો છે. જો ભાજપે મુર્મુના નામની જાહેરાત કરતા પહેલા અમારું સૂચન માંગ્યું હોત, તો અમે પણ હિતોને ધ્યાનમાં રાખીને તેના પર વિચાર કરી શક્યા હોત. તૃણમૂલ કોંગ્રેસના વડાએ કહ્યું કે તે વિરોધ પક્ષોના નિર્ણય પર ચાલશે. તેમણે કહ્યું, અમે પ્રયાસ કરીશું. કેટલાક 16-17 રાજકીય પક્ષો નિર્ણય લેવા માટે ભેગા થયા હતા, હું એકલી નિર્ણય લઈ શકીશ નહીં. હું ઈચ્છું છું કે રાષ્ટ્રપતિની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય. હું તમામ જાતિ, ધર્મ અને સંપ્રદાય માટે સમાન સન્માન કરું છું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">