AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડોક્ટરે લખેલા પ્રિસ્ક્રિપ્શનનું કાગળ થયુ વાયરલ, અંગ્રેજીના બદલે હિન્દીમાં લખ્યા દવાઓના નામ

ભારતમાં વિશ્વમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી ભાષા અંગ્રેજીનું ચલણ વધ્યુ છે પણ તે બધા વચ્ચે કેટલાક લોકો પોતાની માતૃભાષાને બચાવવાના અભિયાનમાં લાગ્યા છે. સોશિયલ મીડિયા પર તેને લગતો એક ફોટો વાયરલ (Viral Photo) થઈ રહ્યો છે.

ડોક્ટરે લખેલા પ્રિસ્ક્રિપ્શનનું કાગળ થયુ વાયરલ, અંગ્રેજીના બદલે હિન્દીમાં લખ્યા દવાઓના નામ
Prescription paper Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 8:20 PM
Share

Madhyapradesh: વિશ્વમાં લગભગ 193 દેશ છે. દરેક દેશની પોતાની અલગ પરંપરા, સંસ્કૃતિ અને ભાષા છે. દરેકને પોતાની માતૃભાષા પ્રત્યે પ્રેમ હોય છે. ઘણીવાર લોકો અભ્યાસ કે નોકરી માટે જર્મની, રશિયા જેવા દેશોમાં જાય છે, જેના માટે તેમણે ત્યાંની ભાષા પણ શીખવાની ફરજ પડે છે. ઘણા બધા લોકોને ભાષાઓ પ્રત્યે એટલા પ્રેમ હોય છે કે તેઓ અલગ અલગ ભાષાઓ શીખવાનો શોખ રાખતા હોય છે. દુનિયામાં ઘણા લોકો એવા પણ છે જે એકસાથે 5 ભાષાના જાણકાર છે. ભારતમાં વિશ્વમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી ભાષા અંગ્રેજીનું ચલણ વધ્યુ છે પણ તે બધા વચ્ચે કેટલાક લોકો પોતાની માતૃભાષાને બચાવવાના અભિયાનમાં લાગ્યા છે. સોશિયલ મીડિયા પર તેને લગતો એક ફોટો વાયરલ (Viral Photo) થઈ રહ્યો છે.

સામાન્ય રીતે તમે જ્યારે ડોકટર પાસે સ્વાસ્થ્યની તપાસ કરવા જાઓ છો, ત્યારે તે પ્રિસ્ક્રિપ્શનના કાગળ પર દવાઓના નામ અંગ્રેજીમાં લખતો હોય છે. મોટાભાગના ડોકટરોના અક્ષર એટલા વિચિત્ર હોય છે કે જે ફક્ત દવાની દુકાનવાળો કે તેમના સાથી ડોકટર જ વાંચી કે સમજી શકે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક ડોકટરનો પ્રિસ્ક્રિપ્શનના કાગળનો ફોટો વાયરલ થયો છે. જેમાં તેણે દવાઓના નામ અંગ્રેજી ભાષાને બદલે હિન્દી ભાષામાં લખ્યા છે.

આ રહ્યો એ વાયરલ ફોટો

આ ઘટના મધ્યપ્રદેશમાં બની છે. જે ડોકટરે આ પ્રિસ્ક્રિપ્શન લખી છે તેમનુ નામ છે ડોકટર સર્વેશ. તેઓએ ઈન્દોરની દેવી અહિલ્યા વિશ્વવિદ્યાલયમાંથી વર્ષ 2017માં એમબીબીએસનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેઓ વર્ષ 2019થી કોટરના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં સેવા આપી રહ્યા છે.

મધ્યપ્રદેશમાં હાલમાં એમબીબીએસનો અભ્યાસ હિન્દીમાં શરુ કરવામાં આવ્યો. જેની જાહેરાતના કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ અને ભારતના ગૃહમંત્રી અમિત શાહ હાજર હતા. આ ડોકટર એજ કાર્યક્રમ જોઈ રહ્યા હતા. તેમણે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજના ભાષણ પરથી પ્રેરણા મળી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજે તેમના ભાષણમાં કહ્યુ હતુ કે, સરકારી હોસ્પિટલમાં પણ દવાઓના નામ હિન્દીમાં લખવામાં આવે તેવો પ્રયાસ થવો જોઈએ. બસ આ વાતથી પ્રેરિત થઈને આ ડોકટરે હિન્દીમાં દવાનું નામ લખવાનું શરુ કર્યુ. તેમણે શરુઆતમાં શ્રી હરિ લખ્યુ અને દવાઓના નામ પણ હિન્દીમાં લખ્યા. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">