AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પતિની ઉંમર વધારવાની ખાસ રીત, કથાકારે આપેલી સલાહ થઈ ગઈ વાયરલ

સોશિયલ મીડિયા પર આ પતિ-પત્નીના ખાટ્ટા-મીઠા સંબંધોને લઈને રમૂજી જોક અને પોસ્ટ વાયરલ થતી રહે છે. હાલમાં એક કથાકારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં કથાકાર પતિની ઉંમર વધારવાની રીત જણાવી રહ્યા છે. 

પતિની ઉંમર વધારવાની ખાસ રીત, કથાકારે આપેલી સલાહ થઈ ગઈ વાયરલ
Funny Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2022 | 11:53 PM
Share

Funny Video : પતિ-પત્નીનો સંબંધ દુનિયાનો સૌથી પવિત્ર સંબંધ છે. પત્નીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથ જેવા અનેક ઉપવાસ કરતી હોય છે, ઘણા ઉત્સુક પતિઓ પણ પત્ની માટે આવા ઉપવાસ કરતા હોય છે. આ સંબંધોના શરુઆતના વર્ષો તો પ્રેમથી ભરેલા જાય છે પણ થોડા વર્ષો પછી તેમને આ સંબંધો ત્રાસ જેવા લાગવા લાગે છે. સોશિયલ મીડિયા પર આ પતિ-પત્નીના ખાટ્ટા-મીઠા સંબંધોને લઈને રમૂજી જોક અને પોસ્ટ વાયરલ થતી રહે છે. હાલમાં એક કથાકારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં કથાકાર પતિની ઉંમર વધારવાની રીત જણાવી રહ્યા છે.

આ વાયરલ વીડિયોમાં એક કથા મંડપના દ્રશ્યો જોઈ શકાય છે. કથાકાર સ્ટેજ પર બેઠા છે અને નીચે શ્રોતાગણ તેમને સાંભળી રહ્યા છે. કથાકાર કરવા ચોથ સંબંધિત એક વાત લોકોને કહી રહ્યા છે. કથાકાર સ્ત્રીઓને પ્રશ્ન કરે છે કે, કરવા ચોથ પર ઉપવાસ કરવાથી તમારા પતિની ઉંમર વધી જશે ? શિવ પુરાણમાં લખ્યુ છે કે, પત્નીઓના ભુખા રહેવાથી પતિની ઉંમર નથી વધતી, પણ પત્નીના મીઠા શબ્દોને કારણે પતિની ઉંમર વધે છે. પત્ની જ્યારે મોટા અવાજમાં તેની સાથે વાત કરે છે, તેની સાથે ગુસ્સામાં વાત કરે છે ત્યારે પતિનું સુગર લેવલ અને બીપી લેવલ અસ્તવ્યસ્ત થઈ જાય છે. પણ જ્યારે પતિ મીઠુ બોલે છે ત્યારે પતિ ખુશ રહે છે અને તેની ઉંમર વધે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કથાકાર દ્વારા રમૂજી અંદાજમાં કહેવામાં આવેલી આ વાત પર કથામાં આવેલા તમામ લોકો ખડખડાટ હસી પડે છે. આ રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર કરવા ચોથના દિવસે પોસ્ટ થયો હતો. આ વીડિયો કઈ જગ્યાનો અને કયા સમયનો છે તે જાણવા નથી મળ્યુ, પણ આ વીડિયો લોકોને ખુબ મનોરંજન આપી રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયો Rupin Sharma IPS દ્વારા શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર હજારો વ્યૂઝ આવ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયોને ખાસ કરીને પરણીત પુરુષો વધારે શેયર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, આ તો એકદમ સાચી વાત છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, દુનિયાભરની પત્નીઓએ આ વીડિયો જોવો જોઈએ. અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, દરેક પત્નીઓ આ વીડિયો પરથી શીખ લેવી જોઈએ, જેથી પુરુષો કોઈ દબાણમાં ન જીવે.

Follow Us
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું
કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું
સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video
સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
g clip-path="url(#clip0_868_265)">