જાણો.. NDAના ઉપ-રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડની રાજકીય કારકિર્દી

દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડ(Jagdeep Dhankhar) રાજકારણનો એક ચર્ચિત ચહેરો રહ્યા છે. જગદીપ ધનખડ રાજસ્થાનના રાજકારણમાં મહત્વનો ચહેરો હતો જેમને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા

જાણો..  NDAના ઉપ-રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડની રાજકીય કારકિર્દી
Jagdeep DhankharImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 8:32 PM

દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદના એનડીએના(NDA) ઉમેદવાર જગદીપ ધનખડ(Jagdeep Dhankhar)  રાજકારણનો એક ચર્ચિત ચહેરો રહ્યા છે. જગદીપ ધનખડ રાજસ્થાનના રાજકારણમાં મહત્વનો ચહેરો હતો જેમને વર્ષ 2019માં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેવો રાજસ્થાન હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે અને રાજકારણના અનુભવી ખેલાડી રહ્યા છે.તેમણે રાજસ્થાનમાં જાટોને અનામત અપાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ધનખડ રાજકીય દાવપેચ અને કાયદાના જાણકાર છે

જગદીપ ધનખડ  કાયદામાં નિપુણ અને  રાજકીય દાવપેચ અને દરેક પક્ષમાં તેમના સંબંધો માટે જાણીતા છે. તે રાજસ્થાનના જાટ સમુદાયમાંથી આવે છે. તેમણે  રાજસ્થાનમાં જાટોને અનામત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

તેઓ જનતા દળ અને કોંગ્રેસમાં પણ હતા

ઉપરાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. તેવો વર્ષ 1989 થી 91 સુધી તેઓ ઝુંઝુનુથી જનતા દળના સભ્ય હતા. જોકે બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ કોંગ્રેસની ટિકિટ પર અજમેરથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. ધનખડ ત્યારબાદ 2003માં ભાજપમાં જોડાયા, અજમેરના કિશનગઢથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ધનખડ માત્ર રાજકારણી જ નથી પરંતુ એક પ્રતિષ્ઠિત વકીલ પણ છે. તેઓ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ હતા અને રાજસ્થાન હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એનડીએએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે જગદીપ ધનખડને નોમિનેટ કર્યા

આગામી 6 ઓગસ્ટે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ તેના ઉમેદવાર નક્કી કર્યા છે. એનડીએએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે જગદીપ ધનખડને નોમિનેટ કર્યા છે. પાર્ટીએ આજે ​​સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લીધો છે. એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનતા પહેલા જગદીપ ધનખરે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકના એક દિવસ પહેલા તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે પણ વાત કરી હતી. આ બેઠકની તસવીરમાં રાજ્યપાલ અને કેન્દ્રીય ગૃહમંત્રી હસતા જોવા મળ્યા હતા.

પાર્ટી હેડક્વાર્ટરમાં આયોજિત આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત સંસદીય સભ્યો હાજર રહ્યા હતા. સંસદીય બોર્ડના અન્ય સભ્યો હાજર છે. દેશના ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવા માટે નિર્વાચન મંડલમાં સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભાના સભ્યો સામેલ છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">