ખાલિસ્તાન સમર્થક અને વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ ફરાર છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારના ઓપરેશનમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ અમૃતપાલ સિંહ ભાગવામાં સફળ રહ્યો હતો. કેન્દ્રીય પોલીસે તેના ઘરની પણ તલાશી લીધી હતી અને તેના પિતાને તેના પુત્રને આત્મસમર્પણ કરવા જણાવવા સૂચના આપી હતી. પંજાબ પોલીસે ઘરની તલાશી લેવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ અમૃતપાલના પિતા તરસીમ સિંહનો દાવો છે કે પોલીસને તલાશીમાં કંઈ વાંધાજનક મળ્યું નથી.
આ પણ વાંચો: IPL 2023 Covid-19 Rule : કોરોના પોઝિટિવ ખેલાડી આઉટ થશે ? BCCIએ લીધો મોટો નિર્ણય
અહેવાલો અનુસાર પંજાબ પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોએ શનિવારે અમૃતસર પાસેના જલ્લાપુર ખેડા ગામને છાવણી બનાવી દીધી હતી અને તેના ઘરને ચારે બાજુથી ઘેરી લીધું હતું. અમૃતપાલના પડોશના લોકો તેમના ઘરની અગાસી પરથી પોલીસની ગતિવિધિઓ જોઈ રહ્યા હતા, પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે મોં ખોલ્યું નહીં. દરમિયાન, પંજાબ સરકારે રાજ્યમાં 20 માર્ચ સુધી ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂક્યો છે.
પંજાબના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર આ સમયગાળા દરમિયાન બેંકિંગ સેવાઓ અને મોબાઈલ રિચાર્જ જેવી સેવાઓ ચાલુ રહેશે. સરકારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે અને 20 માર્ચે બપોરે 12 વાગ્યા સુધી પ્રતિબંધ ચાલુ રહેશે.
અમૃતપાલ સિંહના પિતા તરસીમ સિંહે દાવો કર્યો કે પોલીસે તેમના ઘરની તપાસ કરી, પરંતુ કંઈ મળ્યું નહીં. તેણે કહ્યું કે પોલીસ તેના પુત્રની પાછળ કેમ પડી રહી છે, જે માત્ર શીખ ધર્મનો પ્રચાર કરે છે અને લોકોને ડ્રગ્સ છોડવા માટે પ્રેરિત કરે છે તે સમજની બહાર છે. તેણે કહ્યું કે પોલીસે “મારા પુત્રનો પીછો કરવાને બદલે માદક દ્રવ્યોના વ્યસનને સમાપ્ત કરવા પર તેમની શક્તિ કેન્દ્રિત કરવી જોઈએ”.
અમૃતપાલ સિંહના પિતાએ કહ્યું કે તેમને ખબર નથી કે પોલીસ અહીં (તેમના ઘરે) કેમ આવી, જ્યારે અમૃતપાલ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ધાર્મિક કાર્યક્રમ માટે જઈ રહ્યો હતો. તેણે કહ્યું, ‘મને પાછળથી ખબર પડી કે પોલીસ તેનો પીછો કરી રહી છે. હું આ સિવાય બીજું કંઈ જાણતો નથી.
એક મીડિયા અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યુ છે કે પોલીસ ટીમે શનિવારે જલ્લાપુર ખેડા ગામનો સર્વે કર્યો અને સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી. અહીં અમૃતપાલ સિંહના ગામ તરફ જતા રસ્તાઓ પર બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું હતું. જો કે અમૃતપાલના કેટલાક સમર્થકો પણ ભેગા થયા હતા અને વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં પોલીસે તેમને વિખેરી નાખ્યા હતા. રિપોર્ટ અનુસાર સાંજ સુધીમાં પોલીસે પણ ગામ ખાલી કરી દીધું હતું.