AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PNB Scam: નીરવ મોદીની પ્રોપર્ટીમાંથી PNB લેણાં વસૂલ કરવામાં આવશે, ED 1000 કરોડની પ્રોપર્ટીની કરશે હરાજી

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી સામે મોટી કાર્યવાહી કરી છે.

PNB Scam: નીરવ મોદીની પ્રોપર્ટીમાંથી PNB લેણાં વસૂલ કરવામાં આવશે, ED 1000 કરોડની પ્રોપર્ટીની કરશે હરાજી
Nirav Modi (ફાઈલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 4:00 PM
Share

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ મોદીની 1000 કરોડ રૂપિયાની સંપત્તિની હરાજી કરવાની છે. નીરવ મોદી પંજાબ નેશનલ બેંક સાથે સંબંધિત લગભગ 13,000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપી છે. પીએનબીના નાણાંની ઉચાપત કરીને નીરવ મોદી જાન્યુઆરી 2018માં લંડન ભાગી ગયો હતો. તેના પર લેટર ઓફ અંડરટેકિંગ્સ માટે બેંકના અધિકારીઓને લાંચ આપવાનો અને બેંક સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. મોદીની લંડનમાં 19 માર્ચ 2019ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

માહિતી અનુસાર, હરાજી કરાયેલી મિલકતોમાં કાલા ઘોડામાં સ્થિત એક આઇકોનિક રિધમ હાઉસ, નેપિયન સી રોડ પરનો ફ્લેટ અને કુર્લામાં સ્થિત ઓફિસ બિલ્ડિંગ ઉપરાંત ઘરેણાંનો સમાવેશ થાય છે. રિધમ હાઉસ અને હેરિટેજ ઈમારત નીરવ મોદીના ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ દ્વારા 2017માં 32 કરોડમાં ખરીદી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, પંજાબ નેશનલ બેંકના લેણાં આ પ્રોપર્ટીની હરાજીમાંથી વસૂલ કરવામાં આવશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે મિલકતોની હરાજી માટે લિક્વિડેટરની પણ નિમણૂક કરી છે.

એજન્સીએ PNBને 6 કરોડ રૂપિયા સોંપ્યા

આમાંથી કેટલીક પ્રોપર્ટીની ED દ્વારા હરાજી થઈ ચૂકી છે. જ્યારે બાકીની મિલકતો હરાજી માટે બેંકને આપવામાં આવી રહી છે. તેમાં અહમદનગર જિલ્લામાં સ્થિત સોલાર પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે. એજન્સીએ પીએનબીને લગભગ રૂ. 6 કરોડ પણ આપ્યા છે, જે તેને અગાઉ મોદીની માલિકીની કાર, પેઇન્ટિંગ્સ અને અન્ય મોંઘી વસ્તુઓની હરાજીમાંથી પ્રાપ્ત થયા હતા.

20 ડિસેમ્બરે સંસદમાં મહત્વપૂર્ણ માહિતી આપતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, બેંકોએ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા ભાગેડુઓની મિલકતો વેચીને 13,109.17 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.

ભાગેડુઓની મિલકતો વેચીને બેંકોને 13 હજાર કરોડ મળ્યા

નિર્મલા સીતારમણે લોકસભામાં ‘ગ્રાન્ટ્સ માટેની પૂરક માંગણીઓ’ પર ચર્ચા દરમિયાન એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. નાણામંત્રીના જણાવ્યા અનુસાર, બેંકોએ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા ભાગેડુઓની મિલકતો વેચીને 13,109.17 કરોડની વસૂલાત કરી છે. સરકારને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અથવા ઇડી પાસેથી આ માહિતી મળી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, જપ્તીની તાજેતરની યાદીમાં ભાગેડુ કિંગફિશર બિઝનેસમેન વિજય માલ્યાની સંપત્તિ છે, જે 16 જુલાઈના રોજ વેચવામાં આવી હતી અને તેમાંથી 792 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: MBA Admissions 2022: તમે IITમાંથી પણ MBA કરી શકો છો, CAT પરીક્ષા દ્વારા જાન્યુઆરીથી મળશે પ્રવેશ

આ પણ વાંચો: Bank PO Salary: શું તમે પણ બેન્ક પીઓ બનવા માંગો છો, જાણો કેટલો મળશે પગાર અને અન્ય સુવિધાઓ

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">