અદાણી વિવાદ પર સંસદમાં ચાલી રહેલી આરોપો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપી શકે છે. આ દરમિયાન પીએમ મોદી પણ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપી શકે છે. PM મોદી વિપક્ષ દ્વારા લગાવવામાં આરોપોનો જવાબ આપી શકે છે.
Pm મોદીના સંબોધન પહેલા વિપક્ષે નારેબાજી કરી અને બાદમાં પોસ્ટર બતાવ્યા હતા. Pm મોદીના સંબોધન પહેલા વિપક્ષનું લોકસભામાંથી વોક આઉટ કર્યું.
આડકતરી રીતે PM મોદીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર. રાષ્ટ્રપતિના ભાષણ પર કોઈને તકલીફ નથી, આ લોકો રાષ્ટ્રપતિનું પણ અપમાન કરી ચુક્યા છે, વિપક્ષમાં નફરતનો ભાવ આવી ગયો હોવાનો PM મોદીએ પ્રહાર કર્યો હતો.
દેશમાં આવેલી મહામારી અને વિશ્વમાં ચાલી રહેવા યુદ્ધને કારણે થઈ રહે વિનાશ અને અનેક દેશોમાં મોંઘવારી છે અને આપણા પાડોશાના અનેક દેશ પણ સંકટમાં પણ ભારત આજે વિશ્વની 5મી અર્થવ્યવસ્થા બની છે.
દેશ માટે ગૌરવની વાત છે કે G20નું આયોજન ભારતમાં થયું છે, આ વાતથી પણ ધણા લોકોને દુ:ખ થઈ રહ્યું છે. આજે વિશ્વના દેશો ભારતને એક આશા રાખી રહ્યા છે.
સ્ટાર્ટઅપ મુદ્દે ભારત દુનિયામાં ત્રીજા નંબરે પહોંચ્યું: મોદી
સ્ટાર્ટઅપ મુદ્દે ભારત દુનિયામાં ત્રજા નંબરે પહોંચ્યું, મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ભારત બીજા ક્રમે પહોચ્યું છે. ભારત એનર્જી મુદ્દે દુનિયામાં ત્રીજા સ્થાને પહોચ્યું.
2004થી 2014 UPAના 10 વર્ષ માત્ર કૌભાંડ જ થયા હતા
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..