PM Narendra Modi Speech highlights: પીએમ મોદીએ કહ્યું- કૃષિ ટેકનોલોજી આધારિત અને રસાયણ મુક્ત બનાવવા માટે બજેટમાં મોટા પગલા લેવામાં આવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 8:02 PM

PM Narendra Modi Address to BJP Workers on Budget 2022 : સંસદમાં રજુ કરાયેલા વર્ષ 2022-23ના બજેટને જન ફ્રેન્ડલી અને પ્રગતિશીલ ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 100 વર્ષની ગંભીર આફત વચ્ચે આ બજેટ વિકાસનો નવો આત્મવિશ્વાસ લઈને આવ્યું છે.

PM Narendra Modi Speech highlights: પીએમ મોદીએ કહ્યું- કૃષિ ટેકનોલોજી આધારિત અને રસાયણ મુક્ત બનાવવા માટે બજેટમાં મોટા પગલા લેવામાં આવ્યા
Pm modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશભરના ભારતીય જનતા પાર્ટી (BJP) કાર્યકર્તાઓને બજેટ અને આત્મનિર્ભર અર્થવ્યવસ્થા પર વિગતવાર વાત કરવા માટે સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણે ખૂબ જ સુંદર અને સારી રીતે બજેટના પાસાઓ અમારી સામે રજૂ કર્યા છે. બજેટ ભાષણમાં આખું બજેટ શક્ય નથી કારણ કે બજેટમાં બહુ મોટો દસ્તાવેજ છે, વિગતો છે અને ગૃહમાં આ બધું બોલવું પણ શક્ય નથી. પીએમ મોદીએ કહ્યું કે આ સમય નવી તકોનો છે, નવા સંકલ્પોને પૂર્ણ કરવાનો સમય છે. ભારત આત્મનિર્ભર બને અને આત્મનિર્ભર ભારતના પાયા પર આધુનિક ભારતનું નિર્માણ થાય તે ખૂબ જ જરૂરી છે.

તેમણે અહીં કોરોના મહામારીનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે હાલમાં દેશ 100 વર્ષમાં સૌથી મોટી વૈશ્વિક મહામારી સામે લડી રહ્યો છે. કોરોનાનો આ સમયગાળો વિશ્વ માટે ઘણા પડકારો લઈને આવ્યો છે. વિશ્વ એક એવા ક્રોસરોડ્સ પર સ્થિર થઈ ગયું છે જ્યાં વળાંક નિશ્ચિત છે. જે દુનિયા આપણે હવે પછી જોવા જઈ રહ્યા છીએ તે કોરોના પહેલા જેવી નહીં હોય.

ભાજપના કાર્યકરોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આત્મનિર્ભરતાના આધારે નવા ભારતનું નિર્માણ કરવું જરૂરી છે. આ નવી તકોનો સમય છે, નવા સંકલ્પોની પરિપૂર્ણતાનો સમય છે. તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ભારત આત્મનિર્ભર બને અને આત્મનિર્ભર ભારતના પાયા પર આધુનિક ભારતનું નિર્માણ થવું જોઈએ. તેમણે કહ્યું કે હવે લગભગ 9 કરોડ ગ્રામીણ પરિવારોને નળમાંથી પાણી મળવા લાગ્યું છે. તેમાંથી છેલ્લા 2 વર્ષમાં જલ જીવન મિશન હેઠળ 5 કરોડથી વધુ પાણીના જોડાણો આપવામાં આવ્યા છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે આ વર્ષે લગભગ 4 કરોડ ગ્રામીણ પરિવારોને પાણીના જોડાણ આપવામાં આવશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Feb 2022 12:14 PM (IST)

    5G સેવા ભારતમાં સરળ જીવન અને વ્યવસાય કરવાની સરળતાને એક અલગ પરિમાણ આવશે

    આજે સસ્તું અને ઝડપી ઇન્ટરનેટ ભારતની ઓળખ બની ગયું છે. ખૂબ જ ટૂંક સમયમાં તમામ ગામોમાં ઓપ્ટિકલ ફાઈબર કનેક્ટિવિટી પૂરી કરવામાં આવશે. 5G સેવા ભારતમાં સરળ જીવન અને વ્યવસાય કરવાની સરળતાને એક અલગ પરિમાણ આપવા જઈ રહી છે.

  • 02 Feb 2022 12:13 PM (IST)

    MSP પર રેકોર્ડબ્રેક ખરીદી

    એમએસપી પર દુનિયાભરની વાતો ફેલાવવામાં આવી હતી. પરંતુ અમે ગત સિઝનમાં MSP પર રેકોર્ડ ખરીદી કરી હતી. ડાંગરની જ વાત કરીએ તો, ખેડૂતોને MSP તરીકે 1.5 લાખ કરોડથી વધુ મળવાની અપેક્ષા છે. બજેટમાં એવી જોગવાઈ છે કે બે લાખ કરોડથી વધુની MSP સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

  • 02 Feb 2022 12:07 PM (IST)

    રસ્તાઓનો પણ વિકાસ કરવામાં આવશે

    રસ્તાઓનો પણ  વિકાસ  કરવામાં આવશે. વિકાસ કરવાથી  ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થશે  અને  ખેડૂતોનું ઉત્પાદન પણ વધશે. દેશમાં 4 જગ્યા  પર  લોજિસ્ટિક પાર્ક  વિક્સાવવામાં આવશે.

  • 02 Feb 2022 12:02 PM (IST)

    વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપ્યું

    ડિફેન્સમાં પણ વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દેશમાં બનેલ યંત્રો જ ખરીદવામાં આવશે.

  • 02 Feb 2022 12:01 PM (IST)

    મોબાઈલ ક્ષેત્રે પણ ક્રાંતિ આવશે

    મોબાઈલ સેક્ટરના ઉત્પાદનમાં પણ ક્રાંતિ આવી છે. જેના કારણે રોજગારીની તકોનું સર્જન થશે.

  • 02 Feb 2022 12:00 PM (IST)

    ડિજિટલ કરન્સીને રૂપિયામાં ટ્રાન્સફર કરી શકાશે.

    ડિજિટલ કરન્સીને રૂપિયામાં ટ્રાન્સફર કરી શકાશે. તમે તેને  ઓનલાઇન પર ટ્રાન્સફર કરી શકશો. આ સાથે જ   નાના વેપારી  માટે msmeને  સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. msmeથી દોઢ લાક કરોડ નોકરીઓ સુરક્ષિત થઇ છે.

  • 02 Feb 2022 11:58 AM (IST)

    5-G સર્વિસથી રોજગારીની અનેક તકનું સર્જન થશે

    આગામી વર્ષ સુધી 5-G સર્વિસથી રોજગારીની અનેક તકનું સર્જન થશે .

  • 02 Feb 2022 11:56 AM (IST)

    ટ્રાન્સપોર્ટેશન માટે પણ અદ્યતન સુવિધા આપવામાં આવશે.

    ટ્રાન્સપોર્ટેશન માટે પણ અદ્યતન સુવિધા આપવામાં આવશે. જેનાથી ફળ અને ફૂલ ડ્રોનથી પહોંચાડવામાં આવશે.

  • 02 Feb 2022 11:54 AM (IST)

    ભારતની અર્થવ્યવસ્થામાં સુધારો

    ભારતની અર્થવ્યવસ્થા સતત વિસ્તરી રહી છે. સાત વર્ષ પહેલા જીડીપી એક લાખ 10 હજાર કરોડ હતી, આજે ભારતની જીડીપી 2 લાખ 30 હજાર કરોડની આસપાસ છે. વર્ષ 2013-14માં ભારતની નિકાસ 2 લાખ 85 હજાર કરોડ રૂપિયા હતી. આજે ભારતની નિકાસ 4 લાખ 70 હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે.

  • 02 Feb 2022 11:51 AM (IST)

    ગ્રામ સડક યોજનાના બજેટમાં પણ વધારો કરાયો

    ગ્રામ સડક યોજના બજેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે.  36  ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

  • 02 Feb 2022 11:50 AM (IST)

    પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને લાભ ત્સે

    68 હજાર કરોડ રૂપિયા   પીએમ કિસાન સમ્માન નિધિ યોજના  હેઠળ આપવામાં આવશે.  આ યોજનાનો લાભ 11 કરોડ  ખેડૂતોને આપવમાં આવશે.

  • 02 Feb 2022 11:46 AM (IST)

    તેલની આયાત નિર્ભરતા ઘટાડવામાં આવશે

    ભારત કૃષિપ્રધાન દેશ હોવા છતાં બીજા દેશ પર તેલ પર નિર્ભર રહેવું પડે છે. આ  માટે પગલાં લેવામાં આવશે. આ સાથે જ  તેલનું આયાત નિર્ભરતા ઘટાડીને  પૈસા ખેડૂતોને મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે  જ ખેડૂતોને  24 કલાક વીજળી મળી રહે તે માટે  પગલાં ભરવામાં આવશે. ખેડુયતોને ખેતરમાં સોલાર પેનલ લાગવામાં આવશે. 1 લાખ 5 હજાર કરોડ રૂપિયાની  ખેડૂતોને ખાતર માટે મદદ કરવામાં આવશે.

  • 02 Feb 2022 11:42 AM (IST)

    કુદરતી ખેતી પર ધ્યાન આપવા માટે કોરિડોર બનાવવામાં આવશે.

    અઢી હજાર કિલોમીટર લાંબો કોરિડોર કુદરતી ખેતી કોરિડોર બનાવવામાં આવશે. હશે, ઉતરાખંડ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં વિકસિત કરવામાં આવશે. કુદરતી ખેતીના કારણે બીમારીમાં પણ ઘટાડોથશે તો આ સાથે જ ખર્ચમાં પણ ઘટાડો કરશે.  આ સાથે જ જણાવ્યું હતું કે , વિશ્વભરમાં ઓર્ગેનિક વસ્તુની માંગમાં પણ વધારો થયો છે.

  • 02 Feb 2022 11:40 AM (IST)

    ભારતમાં આધુનિક ખેતી બને તે જરૂરી

    આ સાથે જ મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં ખેતીમાં આધુનિકરણ થવું જરૂરી છે. આ સાથે જ  ખેતીને કેમિકલ ફ્રી કરવા માટે પણ પગલાં  લેવામાં આવશે. આ સાથે જ કૃષિ યંત્રો પણ ઉપલબ્ધ કરવામાં આવશે, ઓર્ગેનિક ફાર્મિગથી ખેડૂતોની આવકમાં વધારો થશે તો  પ્રાકૃતિક ખેતીના કારણે ખેડૂતો પર ખર્ચનું ભારણ ઘટશે.

  • 02 Feb 2022 11:37 AM (IST)

    ગુજરાતના કચ્છ રણવિસ્તારનો વિકાસ થશે

    આ સાથેજ  મોદીએ જણાવ્યું  હતું કે, કચ્છના રન વિસ્તારનો વિકાસ થશે.  તો સરહદ વિસ્તારમાં પણ સુવિધા આપવામાં માટે સરકાર કાર્યરત છે. પર્વતમાળા યોજનાથી પહાડ પરની અવર-જ્વર વધશે.

  • 02 Feb 2022 11:35 AM (IST)

    સરકારે ગરીબના શિક્ષણ- સ્વાસ્થ્ય પર ફોક્સ કર્યું : મોદી

    આ બજેટમાં સરકારે ગરીબના શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ફોક્સ કર્યું છે. આ સાથે જ સરહદના ગામ પર વિકાસના કામો થઇ રહ્યા છે.

  • 02 Feb 2022 11:32 AM (IST)

    જનધન એકાઉન્ટથી ગરીબ લોકોને ફાયદો થયો છે.

    તો વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે,  જનધન એકાઉન્ટથી ગરીબ લોકોને ફાયદો થયો છે. આ સાથે જ કહ્યું હતું કે,  દેશના  બધા જ ગરીબ લોકોને  ઘર આપીશું.  તો  વધુમાં જણાવ્યું હતું કે, આ ઘરો પૈકી સૌથી વધારે  મહિલાઓના નામે છે/  દેશની ભલાઈ માટે દેશનો સંતુલિત વિકાસ કરવો જરૂરી છે. આ સાથે જ કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારમાં પાણી પહોંચાડવાનું લક્ષ્ય છે.ગામડામાં વીજળી-પાણી પર સરકાર સતત કામ કરી રહી છે.

  • 02 Feb 2022 11:30 AM (IST)

    ગરીબોને ઘર આપવાની યોજના

    80 લાખ ગરીબોને ઘર આપવાની યોજના પણ આ વર્ષે  બજેટમાં  સામેલ કરવામાં આવી છે.   તો આ છેલ્લા 7 વર્ષ 3 કરોડ  ગરીબ લોકોને ઘર બનાવીને આપ્યા છે.   ગરીબ લોકોને ઘર આપવાનો ઉદેશ્ય એ જ ચ એકે બાળકો સારામાં સારું શિક્ષણ મેળવી શકે.

  • 02 Feb 2022 11:27 AM (IST)

    આ બજેટ આત્મનિર્ભર ભારત બનાવનારું બજેટ : પીએમ મોદી

    આ બજેટ ભારતને આત્મનિર્ભર બનાવનારું બજેટ છે.  4 કરોડ ઘરને પીવાનું પાણી મળશે.  9 કરોડ ગ્રામીણ ઘરોમાં નળ સે જળ યોજનાથી પાણી પહોંચાડવામાંની યોજના હતી. જે પૈકી 5 કરોડ લોકો આ યોજનાનો લાભ લઇ રહ્યા છે. જયારે 4 કરોડ લોકોને લાભ મળશે.  લોકોને મૂળભૂત સુવિધા આપવી જરૂરી છે.  નાના ખેડૂતોને પાણીના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

  • 02 Feb 2022 11:23 AM (IST)

    2022ના બજેટની બધી જ બાજુ તારીફ કરવામાં આવી રહી છે.

    2022-23  બજેટની બધી બાજુ તારીફ કરવામાં આવી  રહી છે.  છેલ્લા 7 વર્ષ માં સરકારે અનેક નિર્ણય લીધા છે. આજે ભારતની અર્થ વ્યવસ્થા 2 લાખ 30 હજાર કરોડ  છે.  આ સાથે જ ગરીબ અને મધ્યમ વર્ગને  લઈને બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

  • 02 Feb 2022 11:19 AM (IST)

    ભારત આત્મનિર્ભર બને તે ખુબ જરૂરી

    ભારત આત્મનિર્ભર બને તે ખુબ જ જરૂરી છે.આત્મનિર્ભર ભારત  પર જ નવા ભારતનું નિર્માણ થયું છે. આ સાથે જ છેલ્લા 7 વર્ષમાં જે નિર્ણય લેવમાં આવ્યા છે તમથી અર્થવ્યવસ્થાને ઘણી અસર થઇ છે.

  • 02 Feb 2022 11:17 AM (IST)

    હવે પછીનું વિશ્વ કોરોનાકાળ પહેલા જેવું નહીં હોય

    આ સાથે જ કહ્યું હતું કે આખું વિશ્વ  કોરોના જેવી મહામારી સામે લડી રહ્યું છે. કોરોના કાળમાં ઘણો બદલાવ આવ્યો છે.  હવે પછીનું વિશ્વ  કોરોનકાળ પહેલા જેવું નહીં હોય.  આખા વિશ્વની નજર  ભારત પર છે. બીજા વિશ્વયુદ્વ બાદ દુનિયામાં બદલાવ આવ્યો છે.  દુનિયા ભારતને મજબૂત જોવા માંગે છે.

  • 02 Feb 2022 11:14 AM (IST)

    બજેટ પર પીએમ મોદીનો કાર્યકર્તા સાથે સંવાદ શરૂ

    બજેટ પર પીએમ મોદીનો કાર્યકર્તાઓ સાથે સંવાદ શરૂ થયો છે. આ સાથે જ કહ્યું છે કે, દેશ 100 વર્ષની સૌથી મોટી મહામારી સામે લડી રહ્યો છે. આ સાથે જ કહ્યું હતું કે, નાણામંત્રીએ બહુ જ સારું બજેટ રજૂ કર્યું છે.

  • 02 Feb 2022 11:04 AM (IST)

    થોડીવારમાં જ પીએમ મોદી કરશે સંબોધન

    પીએમ  મોદી થોડીવારમાં જ સંબોધન શરૂ કરશે.  જેપી નડ્ડા આંબેડકર ભવન  પહોંચી ચુક્યા છે.

  • 02 Feb 2022 10:57 AM (IST)

    આ બજેટનું એક મહત્ત્વનું પાસું ગરીબોનું કલ્યાણ છે

    વડાપ્રધાને કહ્યું કે આ બજેટનું એક મહત્ત્વનું પાસું ગરીબોનું કલ્યાણ છે અને તેને ધ્યાનમાં રાખીને દરેક ગરીબને પાકું ઘર, નળના પાણીની સુવિધા, શૌચાલય, ગેસની સુવિધા મળે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું, “આ બજેટ વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિશાળ રોકાણ, વિશાળ વૃદ્ધિ અને વિશાળ રોજગારની નવી સંભાવનાઓથી ભરેલું છે. બીજું નવું ક્ષેત્ર ખુલ્લું છે અને તે છે ગ્રીન જોબ્સ. આ બજેટ સમયની જરૂરિયાતોને પણ સંબોધે છે અને દેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની પણ ખાતરી આપે છે.

Published On - Feb 02,2022 10:50 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">